You are currently viewing ૭ ૧૨ અને ૮અ ની નકલ ડાઉનલોડ કરો ઓનલાઇન : જમીન સર્વે નંબર નકશો | 7/12 ni nakal download online

૭ ૧૨ અને ૮અ ની નકલ ડાઉનલોડ કરો ઓનલાઇન : જમીન સર્વે નંબર નકશો | 7/12 ni nakal download online

૭ ૧૨ અને ૮અ | 7 12 અને 8અ  ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ

આજે ઓનલાઈન ૭/૧૨ અને ૮અ ની નકલ ડાઉનલોડ કેવી રીતે કરવી એ માહિતી મેળવીશું. સાતબાર અને આઠ ની નકલ ડાઉનલોડ કરવા માટે એક વેબસાઈટ ની જરૂરિયાત રહેશે. એ વેબસાઈટ સરકારી વેબસાઈટ છે. એ વેબસાઈટની મદદથી ઘરે બેઠા સાતબાર અને આઠ અને નકલ ડાઉનલોડ કરી શકાય છે.૭/૧૨ અને ૮અ ની નકલ ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ.

કોઇ પણ જમીન નો સર્વે નંબર અને નક્શો જોવા : જમીન નો સર્વે નંબર અને નક્શો જોવા

અથવા તો તમારા ફોનમાં આવેલા કોઈપણ બ્રાઉઝરમાં જેમ કે ક્રોમમાં any ror લખી સર્ચ કરશો એટલે એક વેબસાઈટ પહેલા પેજ ઉપર જોવા મળશે એની ઉપર ટચ કરવાનું રહેશે.

આ પણ વાંચો : 

 સાતબાર અને આઠ અને નકલ ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ પર આવી જશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240601 121419

ઉપર આપેલી સ્ક્રીનમાં DIGITAL SIGNED ROR લખેલું છે ત્યાં ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240601 121440

૭/૧૨ અને ૮અ ઉતારા ની નકલ મેળવવા માટે ઉપર આપેલી સ્ક્રીનમાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર લખાઈ જાય પછી નીચે જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા ભરવાનો રહેશે એ કેપ્ચામાં જે તમને નંબર દેખાય છે એવી જ રીતે વ્યવસ્થિત નંબર લખવાનો રહેશે. ત્યારબાદ જનરેટ ઓટીપી ( Generate OTP) પર ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

ઘરે બેઠા PAN CARD કઢાવો : અહીંયા વાંચો 

આ વિડીયો પણ જુઓ :

IMG 20240601 121635

ઉપર આપેલી સ્ક્રીનમાં જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ લોગીન ઉપર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240601 121708

ઉપર પ્રમાણે સ્ક્રીન ખુલે પછી પહેલા ઓપ્શનમાં લખેલું છે કોઈ એક વિકલ્પ પસંદ કરો ત્યાં તમારે જે ઉતારવાની નકલ મેળવવી હોય એ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ એની નીચે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે બાજુમાં તાલુકો પસંદ કરવાનો રહેશે અને તમારું જે ગામ હોય એ પસંદ કરવાનું રહેશે બાજુમાં તમારો સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. આ બધી માહિતી પસંદ થઈ જાય પછી એડ વિલેજ ફોર્મ (add village form)ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે જો એક સાથે સાતબાર આઠ અ ઉતારા નંબર છ બધી નકલ મેળવવી હોય તો અહીંયાથી જ તમે વારાફરતી પસંદ કરી શકો છો. એડ વિલેજ ફોર્મ ઉપર ટચ આપશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240601 121817

ઉપરની સ્ક્રીનમાં લખેલું છે પ્રોસિડ ફોર પેમેન્ટ ત્યાં ટચ કરવાનો રહેશે અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે એક ઉતારા ના પાંચ રૂપિયા પેમેન્ટ છે જો તમે ઉતારા નંબર સાત અને ઉતારા નંબર 12 બની કઢાવો છો તો ટોટલ ₹10 પેમેન્ટ થશે. ત્યાં ટચ કરશો એટલે નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.

IMG 20240601 121859 1

ઉપરની સ્ક્રીન જોવા મળે પછી પે અમાઉન્ટ ( pay amount) પર ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરીને તમે પેમેન્ટ કરી શકો છો. ત્યાં અલગ અલગ ઘણા ઓપ્શન હોય છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ,ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ , સુવિધાની મદદથી અમાઉન્ટ પે કરવાનો રહેશે. તે કરી દેજો પછી તમે પસંદ કરેલા ઉતારા 24 કલાક સુધી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા થી ડાઉનલોડ કરેલા ઉતારા તમે તમારા ઉપયોગમાં લઈ શકો છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.

This Post Has 2 Comments

Comments are closed.