You are currently viewing Bank of Baroda માં મુદ્રા લોન માટે એપ્લાઇ કેવી રીતે કરવું || Bank of Baroda Mudra loan Apply 2026
Bank of Baroda Mudra loan Apply કેવી રીતે કરવું

Bank of Baroda માં મુદ્રા લોન માટે એપ્લાઇ કેવી રીતે કરવું || Bank of Baroda Mudra loan Apply 2026

👉📝આ લેખમાં આપણે Bank of Baroda Mudra loan માં Apply કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું..જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય કે પછી હાલ ના વ્યવસાય ને આગળ વધારવા માટે લોન ની જરૂર હોય તો Bank of Baroda Mudra loan તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ બેન્ક ઓફ બરોડા નાના વેપારીઓ, દુકાનદારો, મહિલા ઉદ્યોગસાહસિકો, સર્વિસ સેક્ટર અને અન્ય સૂક્ષ્મ ઉદ્યોગોને કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર લોન ની સુવિધા આપે છે. જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારા હાલના વ્યવસાય ને વિસ્તૃત કરવા માટે નાણાકીય સહાય ઈચ્છો છો તો Bank of Baroda Mudra loan એક ઉપયોગી વિકલ્પ છે. તો આજે આપણે તે વિશે વિસ્તારથી માહિતી મેળવીશું

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારત સરકારની યોજના છે જેને હેતુ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો છે. BANK OF BARODA આ યોજના હેઠળ પાત્ર અરજદારોને વ્યવસાય માટે લોન આપે છે. સામાન્ય રીતે ગીરવે વગર લોન આપવામાં આવે છે અને પ્રોસેસિંગ ફી પણ લાગતી નથી.

1). શિશુ

  • ₹50,000 સુધી ની લોન
  • નવો વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય

2). કિશોર

  • ₹50,001 થી ₹5લાખ સુધી ની લોન
  • વ્યવસાય વિસ્તરણ માટે

3).તરુણ
₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન

4). તરુણ પ્લસ

₹10 લાખથી ₹20 લાખ સુધીની લોન ( ચોક્કસ લાયકાત અને અગાઉ ની સફળ લોન ચૂકવણીના આધારે ઉપલબ્ધ)

  • નાના વેપારીઓ
  • દુકાનદાર
  • મેન્યુફેક્ચરિંગ યુનિટ
  • સર્વિસ સેક્ટર
  • મહિલા ઉદ્યોગ સાહસિકો
  • સ્ટાર્ટઅપ
  • કારીગરો
  • ફૂડ પ્રોસેસિંગ વ્યવસાય
  • કૃષિ સંબંધિત સહાયક પ્રવૃત્તિઓ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સરનામાનો પુરાવો
  • બિઝનેસનું રજીસ્ટ્રેશન (જો લાગુ પડે તો)
  • ઉદ્યોગ નોંધણી (જો ઉપલબ્ધ હોય તો)
  • બેંક સ્ટેટમેન્ટ
  • વ્યવસાય યોજના
  • મશીનરી અથવા સાધનોના કોટેશન (જરૂર પડે તો)

bank of baroda માં મુદ્રા લોન લેવા માટે બે રીતે અરજી કરવામાં આવે છે.

1). ઓનલાઇન અરજી

2). ઓફલાઈન અરજી

  1. Bank of baroda ની અધિકૃત વેબસાઈટ પર જાવ
  2. મુદ્રા લોન વિભાગ પસંદ કરો
  3. ઓનલાઇન અરજી ફોર્મ ભરો
  4. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. અરજી સબમિટ કરો
  6. બેંક દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ લોન પ્રક્રિયા આગળ વધે છે.
  1. નજીકની બેંક ઓફ બરોડા શાખામાં જાઓ.
  2. મુદ્રા લોન અરજી ફોર્મ મેળવો
  3. તમામ માહિતી ભરી જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  4. ફોર્મ સબમિટ કરો
  5. બેંક દ્વારા પ્રકાશનું થયા પછી લોન મંજૂર થઈ જશે

bank of baroda દ્વારા કેટલીક પાત્ર અરજીઓ માટે ડિજિટલ મુદ્રા લોન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં ઓનલાઇન અરજી, ડોક્યુમેન્ટ ની ડિજિટલ ચકાસણી અને કેટલીક પરિસ્થિતિમાં રૂપિયા 50,000 સુધીની ઝડપી ડિજિટલ મંજૂરીની સુવિધા આપવામાં આવે છે.

મહત્તમ ચુકવણી અરજી સામાન્ય રીતે 84 મહિના સુધીની હોઈ શકે છે( લોન ના પ્રકાર અને બેંકની શરતો મુજબ બદલાઈ શકે છે)

EMI દ્વારા સરળ હપ્તામાં ચુકવણી કરી શકાય છે.

  • કોઈપણ વસ્તુ ગીરવે મૂક્યા વગર લોન મળે છે
  • પ્રોસેસિંગ ફી લાગતી નથી
  • નાના વ્યવસાય માટે યોગ્ય
  • વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તરણ માટે ઉપયોગી
  • સરકાર સમર્થક યોજના
  • સરળ અરજી પ્રક્રિયા
  • સાચી અને સંપૂર્ણ માહિતી આપો
  • સારો સિબિલ સ્કોર હોય તો મંજૂરીની શક્યતા વધી શકે છે
  • વ્યવસાય માટે સ્પષ્ટ project report તૈયાર રાખો
  • તમામ ડોક્યુમેન્ટ અપડેટ રાખો
  • જરૂરિયાત મુજબ જ લોન લ્યો જેથી EMI સરળતાથી ભરી શકાય

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.