👉📝આ લેખ માં આપણે લગ્ન પછી મહિલાનું આધારકાર્ડ બદલાવવા માટે અરજી કેવી રીતે કરવી? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? લગ્ન પછી મહિલા ને પોતાની અટક, સરનામું, વગેરે જેવી બાબતો બદલાવી પડે છે,આ ફેરફાર ને આધારે આધારકાર્ડ માં અપડેટ કરાવવુ પડે છે.જેથી તમામ સરકારી ડોક્યુમેન્ટ માં માહિતી એકસરખી રહે.લગ્ન પછી મહિલાનું આધારકાર્ડ અપડેટ કરાવવુ એ સરળ પ્રક્રિયા છે.જો તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ તૈયાર હોય તો, ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે કરી શકાય છે,સમયસર અપડેટ કરવાથી ભવિષ્યમાં કોઇપણ સરકારી કે નાણાકીય કામગીરી માં મુશ્કેલીઓ પડશે નહીં. તો આપણે લગ્ન પછી મહિલાનું આધારકાર્ડ કેવી રીતે બદલાવવું તે અંગે માહિતી મેળવીશું.
Table of Contents
🧕લગ્ન પછી મહિલા ના આધાર કાર્ડ મા શું ફેરફાર કરી શકાય?
- અટક બદલવી : પતિનું સરનામું દાખલ કરવા માટે
- સરનામું બદલવું : નવા રહેઠાણ ના સરનામા મુજબ
- ફોટો અથવા અન્ય વિગત ભરવી
⏭️જરૂરી ડોક્યુમેન્ટ
1.નામ કે અટક બદલાવવા માટે :
લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ , પતિનું પાસપોર્ટ અથવા આધાર કાર્ડ , જો મેરેજ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો joint Affidavit.
2. સરનામું બદલવા માટે
પતિ નું નવું સરનામું ધરાવતું આધાર કાર્ડ , વીજળી બિલ પાણી બિલ ગેસ બિલ
📱✅ઓનલાઇન આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા
1.UIDAI ની ઑફિશિયલી વેબસાઈટ ખોલો :
2. My Aadhaar વિભાગ માં જાઓ
“Update Demographic Data online “અથવા” Update Aadhaar” વિકલ્પ પસંદ કરો .
3 . લોગીન કરો
આધાર નંબર દાખલ કરો અને OTP વડે લોગીન કરો.
4. ફેરફાર પસંદ કરો.
Name ( એટલે કે નામ કે અટક બદલવા માટે)
Address ( સરનામું બદલવા માટે પસંદ કરો)
5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
ઉપર દર્શાવવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે મેરેજ સર્ટિફિકેટ અથવા સંબંધિત ડોક્યુમેન્ટ PDF કે JPEG ફોર્મેટમાં અપલોડ કરો
6. ફી ભરવી
ઓનલાઇન અપડેટ કરવા માટે રૂપિયા 50 ફી લાગે છે
7 . અપડેટ રિક્વેસ્ટ સબમીટ કરો
SRN ( Service Request Number) મળશે, તેનાથી તમે અપડેટ સ્ટેટ્સ ટ્રેક કરી શકો છો.
⏭️ઓફલાઇન આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા
- નજીકના આધાર એનરોલમેન્ટ કે અપડેશન સેન્ટર પર જાવ.
- ત્યાંથી આધારકાર્ડ અપડેટ નું ફોર્મ માંગો
- આપેલું ફોર્મ સાચી માહિતી સાથે વ્યવસ્થિત ભરો
- ઉપર જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટ આપો
- તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે
- ₹50 ફી ચૂકવો
- રસીદ પર URN ( Update Request Number) મળશે.
☑️અપડેટ થવામાં સમય કેટલો લાગે?
સામાન્ય રીતે 5 થી 7 દિવસ મા અપડેટ થઈ જાય છે,
ક્યારેક 15 દિવસ પણ લાગી શકે છે.
📝આધારકાર્ડ અપડેટ સ્ટેટ્સ ચેક કરો
UIDAI વેબસાઈટ પર Check Aadhaar Update Status વિકલ્પ પસંદ કરો.
SRN/ URN નંબર દાખલ કરો.
આમ અપડેટ સ્ટેટ્સ જાણી શકાય છે.
📌જરૂરી વિગતો
👉Marriage certificate હોય તો પ્રોસેસ ઝડપી અને સરળ બને છે.
👉સરનામું બદલતા પહેલા પતિનું આધારકાર્ડ અપડેટ કરેલું હોવું જરૂરી છે
👉આધારકાર્ડ અપડેટ થયા બાદ પાનકાર્ડ બેન્ક એકાઉન્ટ પાસપોર્ટ વગેરેમાં પણ માહિતી અપડેટ કરવી
👉UIDAI Helpline Number :1947
👉મેરેજ સર્ટિફિકેટ જરૂરી નથી પતિનું આધાર કાર્ડ અથવા જોઈન્ટ એફ ડેવિડ પણ માન્ય થાય છે
👉UIDAI મુજબ નામમાં જીવનકાળમાં બે વખત સુધારો કરી શકાય છે
👉આધાર કાર્ડ મસરનામું ગમે તેટલી વખત બદલી શકો છો
👉અપડેટ થયા પછી તમે e – Aadhaar ડાઉનલોડ કરી શકો છો ,અથવા રજીસ્ટર સરનામે નવું કાર્ડ પોસ્ટ દ્વારા આવી જશે.