👉📝આ લેખ માં આપણે જાણીશું કે આધારકાર્ડ માં નામ અને જન્મ તારીખ માં કોઈ ભૂલ હોય તો તે કેવી રીતે સુધારી શકાય છે…નામ કે જન્મ તારીખ સુધારવા માટેની પ્રોસેસ શું હોય છે… આધારકાર્ડ માં કેટલી વખત સુધારો કરી શકાય છે… આધારકાર્ડ માં કઈ કઈ બાબતો નો સુધારો કરી શકાય છે ને કઈ કઈ વિગતો ફરી વાર સુધારી શકાતી નથી… નામ અને જન્મ તારીખ સુધારવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે…ક્યાં અરજી કરવાની હોય છે … આ બધી J વિગતો આજે આપણે આ લેખમાં જોઈશું..
Table of Contents
❇️આધારકાર્ડ માં શું સુધારી શકાય છે ?
- પૂરું નામ (First Name, Middle Name, Last Name)
- જન્મ તારીખ (DOB) માત્ર એક જ વખત સુધારો કરી શકાય છે.
❇️આધારકાર્ડ માં નામ સુધારવા માટેના ડોક્યુમેન્ટ
⏭️આપેલ ઓળખ પત્ર માંથી કોઈ એક ઓળખ પત્ર જરૂરી છે.
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- NREGS કાર્ડ
- CGHS/State Governments Health Scheme Card
- શાળા નું ID
❇️📝આધારકાર્ડ માં જન્મ તારીખ માં સુધારો કરવા માટેના ડોક્યુમેન્ટ
✅આધારકાર્ડમાં જન્મ તારીખમાં માત્ર એક જ વખત સુધારો કરી શકાય છે.
✅આધારકાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરવા માટે માન્ય Date of Birth proof આપવું પડે છે. જેમકે
- જન્મ તારીખ નો દાખલો ( Birth certificate)
- પાસપોર્ટ
- Government issued photo ID mentioning DOB
- Transfer Certificate From Recognized school
❇️આધારકાર્ડ માં નામ અને જન્મ તારીખ સુધારવા માટેની પ્રોસેસ
આધારકાર્ડમાં નામ અને જન્મ તારીખ સુધારવા માટે બે રીતે પ્રોસેસ કરી શકાય છે
- ઓનલાઈન પદ્ધતિ
- ઑફલાઇન પદ્ધતિ
1.ઓનલાઈન પદ્ધતિ
⚠️⚠️ઓનલાઈન પદ્ધતિ થી ફક્ત નામ માં j સુધારો કરી શકાય છે. જન્મ તારીખ માં કોઈ સુધારો કરી શકાતો નથી.
- વેબસાઈટ પર જાઓ : click here
- Aadhaar number અને OTP વડે લોગીન કરો.
- “Update Demographics Data” > Name પસંદ કરો.
- જેમાં સુધારો કરવો છે તે નામ લખો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન ફી 50 રૂપિયા ભરો.
- URN મળી જશે તેના થી તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
1.ઓફલાઈન પ્રોસેસ
- તમારી નજીક ના આધાર અપડેટ કેન્દ્ર કે કંપની સર્વિસ સેંટર પર જાવ .
- ત્યાં થી સુધારા માટે નું ફોર્મ માંગો
- ફોર્મ સાચી માહિતી સાથે ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડવા
- બાયોમેટ્રિક વેરિફિકેશન થશે
- તમારા મોબાઈલ પર Ack slip અને URN (UPDATE REQUEST NUMBER) મળશે.
- ત્યાર પછી 7 થી 15 દિવસ માં સુધારો થઈ જશે.
⚠️⚠️નોંધ: આધારકાર્ડ માં detail ફેરફાર કરો ત્યારે spelling ખાસ ચેક કરો.
👉તમારા બીજા ડોક્યુમેન્ટ પર નામ અને જન્મ તારીખ સરખી હોવી જોઇએ
👉વિવાદિત ગડબડ વાળા document અપલોડ ન કરવા જોઈએ.