👉📝આ લેખમાં આપણે જાણીશું કે CKYC નંબર શું છે… જો તમે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય, વીમા પોલીસી લીધી હોય અથવા અન્ય કોઈ નાણાકીય સેવા લીધી હોય તો તમે CKYC (Central Know your Customer) વિશે જરૂરથી માહિતી મેળવવી જોઈએ. CKYC એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા ગ્રાહકને વારંવાર KYC કરાવવાની જરૂર પડતી નથી. એક વખત CKYC થઈ જાય પછી વિવિધ નાણાકીય સંસ્થાઓમાં એ જ KYC માહિતીનો જ ઉપયોગ થઈ શકે છે તો આજે આપણે આ લેખમાં CKYC નંબર શું છે…CKYC નંબર કેવી રીતે મેળવવું.. તેના ફાયદા અને જો CKYC ન હોય તો શું કરવું તે વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Table of Contents
⏭️CKYC શું છે?
CKYC(Central Know your Customer) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક કેન્દ્રીય KYC સિસ્ટમ છે.. તેનું સંચાલન CERSAI (Central Registery of Securitisatin Assets Reconstruction and security intrest of India) દ્વારા કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા ગ્રાહકની KYC માહિતી એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે.
✅CKYC નંબર શું છે ?
CKYC પૂર્ણ થયા પછી ગ્રાહકને 14 અંક નું એક અનન્ય CKYC નંબર આપવામાં આવે છે. આ નંબર દ્વારા કોઈપણ બેંક, NBFC , મ્યુચ્યુઅલ ફંડ કંપની અથવા વીમા કંપની તમારી KYC વિગતો મેળવી શકે છે.
✅CKYC ના ફાયદા
- એક વખત CKYC થયા પછી દરેક સંસ્થામાં ફરીથી KYC કરાવવાની જરૂર પડતી નથી.
- દરેક જગ્યાએ ડોક્યુમેન્ટ આપવાની જરૂર પડતી નથી ,સમયની બચત થાય છે.
- તમારી KYC વિગતો કેન્દ્રીય ડેટાબેઝમાં સુરક્ષિત રહે છે.
- બેંક અથવા અન્ય નાણાકીય સેવાઓ ઝડપથી શરૂ થઈ શકે છે.
- એક જ KYC ઘણા કામોમાં ઉપયોગી બને છે.
🗂️CKYC માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
- સરનામાનો પુરાવો
⏭️CKYC કેવી રીતે ચેક કરવું?
- તમારી બેંક, મ્યુચ્યુઅલ ફંડ કંપની અથવા વીમા કંપનીમાં જાઓ
- CKYC ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ આપો
- બાયોમેટ્રિક અથવા ઓળખની ચકાસણી કરાવવી
- ચકાસણી પૂર્ણ થયા પછી તમારો CKYC નંબર જનરેટ થઈ જશે.
✅CKYC નંબર કેવી રીતે મેળવવો?
- તમારી બેંકનો સંપર્ક કરો
- મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું સંપર્ક કરો
- વીમા કંપની પાસેથી માહિતી મેળવો
- જરૂરી હોય તો CERSAI આધારિત CKYC સેવાઓ દ્વારા પણ માહિતી મેળવી શકાય છે
☑️CKYC અને KYC નો સામાન્ય તફાવત
| KYC | CKYC |
| દરેક સંસ્થામાં અલગ KYC કરાવવું પડે | એક જ વખત KYC |
| વારંવાર ડોક્યુમેન્ટ આપવા પડે | એક જ ડેટાબેઝમાં માહિતી સંગ્રહિત |
| સમય વધુ લાગે | પ્રક્રિયા ઝડપી |
| અલગ અલગ રેકોર્ડ | એક જ CKYC નંબર |
⏭️જો CKYC ન હોય તો શું કરવું?
- નજીકની બેંકમાં જાઓ
- CKYC માટે અરજી કરો
- જરૂરી ડોક્યુમેન્ટ આપો
- ચકાસણી પૂર્ણ થયા પછી CKYC નંબર મેળવો
📌🛑મહત્વપૂર્ણ બાબતો
- CKYC નંબર 14 અંક નો છે.
- CKYC એક વખત કરાવવાથી અનેક નાણાકીય સેવાઓમાં ઉપયોગ થઈ શકે છે.
- CKYC હોવા છતાં કેટલીક સંસ્થાઓ વધારાના ડોક્યુમેન્ટ અથવા અપડેટ માહિતી માંગે તે શક્ય છે.
- મોબાઈલ નંબર અને આધાર વિગતો હંમેશા અપડેટ રાખો.
