👉📝આ લેખમાં આપણે જાણીશું કે પંજાબ નેશનલ બેંકમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે માટે શું પ્રોસેસ હોય છે.. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારા હાલના નવા વ્યવસાયને આગળ વધારવા માટે લોન લેવા ઇચ્છો છો તો Punjab National Bank ( PNB) ની mudra loan યોજના તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. PNB પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના વેપારીઓ, સ્વરોજગારી કરનારા અને માઇક્રો ઉદ્યોગોને ગેરંટી વિના લોન આપે છે. જો તમે નાની વ્યવસાય શરૂ કરવા અથવા હાલને વ્યવસાયને રિસ્ક્રીપ્ટ કરવા માટે નાણાકીય સહાય શોધી રહ્યા છો, તો PNB mudra loan એક સારો વિકલ્પો બની શકે છે. તો આજે આપણે આ લેખમાં મુદ્રા લોન કેવી રીતે લેવી, કોણ અરજી કરી શકે , કેટલા રૂપિયા સુધી લોન મળે, કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે અને અરજી ક્યાં કરવાની છે? તે બધી જ માહિતી વિગતવાર મેળવીશું.
Table of Contents
✅PNB Mudra loan શું છે?
PNB mudra loan એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી બિઝનેસ લોન છે. આ લોન ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો, સર્વિસ સેક્ટર, ઉત્પાદન એકમો અને સ્વરોજગારી શરૂ કરવા માંગતા લોકો માટે બનાવવામાં આવી છે.
❇️PNB mudra loan ના પ્રકાર
- Shishu loan
- લોન રકમ : ₹ 50,000
- નવા નાના વ્યવસાય માટે યોગ્ય
2.kishor Loan
- લોન રકમ : ₹50,000 એક થી ₹ 5 લાખ સુધી
- પહેલાથી ચાલતા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે
3. Tarun Loan
- લોન રકમ : ₹5 લાખ થી ₹10લાખ
- મોટા પ્રમાણમાં વ્યવસાય વધારવા માટે
⏭️PNB E-mudra loan
PNB કેટલી શરતો પૂર્ણ કરતા ગ્રાહકો માટે E- mudra loan પણ આપે છે.
મુખ્ય શરતો:
- છેલ્લા 12 મહિનાથી PNB માં સક્રિય સેવિંગ એકાઉન્ટ
- ઉંમર 18 થી 60 વર્ષ
- Udyam Registration ફરજિયાત
- અન્ય બેંકમાં બિઝનેસ લોન ડિફોલ્ટ ન હોવો જોઈએ
- ડિજિટલ રીતે ₹1,00,000 સુધીની લોન ઉપલબ્ધ હોઈ શકે છે.
⏭️PNB mudra loan માટે કોણ અરજી કરી શકે છે?
- નાના વેપારીઓ
- કિરાણા સ્ટોર
- બ્યુટી પાર્લર
- ટેલરિંગ વ્યવસાય કરતા લોકો
- મોબાઈલ રીપેરીંગ
- ઈલેક્ટ્રિક શોપ
- રેસ્ટોરન્ટ
- ડેરી વ્યવસાય
- કૃષિ આધારિત બિન ખેતી વ્યવસાય
- મેન્યુફેક્ચરિંગ યુનિટ
- સર્વિસ સેક્ટર
- સ્ટાર્ટ અપ
🗂️જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સરનામા નો પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- બિઝનેસ ન પુરાવો
- મશીનરી અથવા સાધનો નું Quotation
- Udyam Registration
- આવક સંબંધિત ડોક્યુમેન્ટ
- ST/SC/OBC પ્રમાણપત્ર
⏭️PNB mudra loan માટે અરજી કરવાની પ્રક્રિયા
- નજીક ની PNB શાખાની મુલાકાત લ્યો અથવા PNB E-mudra સુવિધા તપાસો.
- mudra loan Application form ભરો.
- ફોર્મમાં તમામ વિગતો સાચી રીતે ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
- બેંક અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
- બિઝનેસની જરૂરીયાત અને લોન પર જ સુકવવાની ક્ષમતા અને મૂલ્યાંકન કરવામાં આવશે.
- લોન મંજુર થયા બાદ રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે
✅વ્યાજદર
PNB mudra loan નો વ્યાજદર તમે અત્યારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે વ્યાજદર બેંક ની લાગુ નીતિ અને Repo linked lending rate સાથે જોડાયેલ હોય છે. ચોક્કસ વ્યાજ દર માટે નજીકની PNB શાખા માં સંપર્ક કરવો અથવા સત્તાવાર વેબસાઈટ તપાસો.
🛑📌Mudra loan લેતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો
- સાચી માહિતી આપો
- બિઝનેસ પ્લાન તૈયાર રાખો
- EMI સમયસર ભરવી
- ડોક્યુમેન્ટ સંપૂર્ણ આપો
- લોન નો ઉપયોગ માત્ર વ્યવસાય માટે કરો
- CIBIL score અને અગાઉની લોનનો રેકોર્ડ સારો રાખો
✅Mudra loan ના ફાયદા
- ₹10 લાખ સુધીની લોન
- નાના વ્યવસાય માટે ખાસ યોજના
- ગેરેન્ટી વિના લોન
- સરળઅરજી પ્રક્રિયા
- નવા અને હાલના બંને વ્યવસાય માટે ઉપયોગી
- વ્યવસાય નો વિકાસ કરવામાં મદદરૂપ