You are currently viewing જન ધન ખાતા માટે લોન યોજના (ઓવરડ્રાફટ  સુવિધા)|| જાણો કઈ રીતે મળે છે લોન ? || Pradhan Mantri Jan Dhan yojna 2025
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લોન કેવી રીતે લેવી ઓવરડ્રાફ્ટ સુવિધા

જન ધન ખાતા માટે લોન યોજના (ઓવરડ્રાફટ સુવિધા)|| જાણો કઈ રીતે મળે છે લોન ? || Pradhan Mantri Jan Dhan yojna 2025

👉📝આ લેખમાં આપણે જન ધન ખાતા માટે લોન યોજના વિશે જાણકારી મેળવીશું. જન ધન ખાતામાં લોન કઈ રીતે મળે છે ?કેટલી માત્રામાં લોન મળે છે? લોન લેવા માટે કઈ કઈ શરતો હોય છે? તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? લોન માટે કયા અને કઈ રીતે અરજી કરવાની હોય છે? અને તેમાં કઈ કઈ સુવિધાઓ આપે છે ?પ્રધાનમંત્રી જન ધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહાન પહેલ છે. જેના દ્વારા ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ બની છે .આ યોજના અંતર્ગત ખુલેલા જન ધન ખાતા માત્ર બચત ખાતા જ નથી, પરંતુ તેમજ ઘણા મહત્વના લાભો રહેલા છે .જેમ કે ઓવરડ્રાફટ લોન સુવિધા .જો તમારુ જનધન ખાતું છે, તો તમને રૂપિયા 10,000 સુધીની વ્યાજ સહિત ઓવરડ્રાફ્ટ લોન મળી શકે છે. વિના કોઈ ઝંઝટ કે ગેરંટી વગર.તો આપણે આ લેખમાં તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

1000002596
1000003604

👉પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) અંતર્ગત જીરો બેલેન્સ સાથે દરેક નાગરિક માટે એક બે બેંક એકાઉન્ટ ખોલવાની તક આપવામાં આવે છે. જેમાં તેમને વીમા રૂપે કાર્ડ, DBT (સબસીડી સીધી જમા થાય) અને લોન જેવી સુવિધાઓ મળી રહે છે.

જન ધન ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા એ એક એવી સુવિધા છે, જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે ચોક્કસ રકમ તેમાંથી ઉપાડી શકો છો. જે લોન તરીકે ગણાય છે.

  • શરૂઆતમાં 2,000 સુધી ની
  • ત્યાર પછી જો તમારો વ્યવહાર યોગ્ય હોય તો વધારીને રૂપિયા 10,000 સુધીની મળી રહે છે
1000004005 4
  • ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઇએ
  • ખાતામાં છેલ્લા ઓછામાં ઓછા 6 મહિના સુધી નિયમિત રીતે વ્યવહાર કરેલો હોવો જોઈએ
  • તમારું ખાતું આધારકાર્ડ સાથે લીંક હોવું ખૂબ જ જરૂરી છે
  • ટ્રાન્ઝેક્શન ઇતિહાસ એટલે કે સારો વ્યવહાર હોવો જરૂરી છે
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • જન ધન ખાતા ની પાસબુક
  • મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક હોય તે
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 2
  • તમારું જન ધન ખાતુ જે બેંકમાં છે તે બેન્કની નજીક ની શાખામાં જાઓ
  • ઓવરડ્રાફ્ટ માટે અરજી ફોર્મ માંગો
  • સાચી વિગતો સાથે ફોર્મ ભરો
  • ફોર્મ ભરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરો
  • બેંક અધિકારી તમારા વ્યવહાર નું મૂલ્યાંકન કરશે અને લોન મર્યાદા નક્કી કરશે
  • બેંક દ્વારા મંજૂરી મળ્યા બાદ લોન ની રકમ ખાતામાં જમા થઈ જાય છે
ફાયદા વિગત
નાની જરૂરિયાત માટે તાત્કાલિક સહાય ઇમરજન્સી ખર્ચ અથવા રોજગાર માટે ઉપયોગી
કોઈ ગેરંટીની જરૂર નથીસામાન્ય રીતે સિક્યુરિટી વગર મંજૂરી મળે છે
ઓછા વ્યાજદરે ઉપલબ્ધ સામાન્ય લોન કરતા ઓછું વ્યાજ લાગે છે
લોન પુન ચુકવણી લવચીક તમારી પરિસ્થિતિ પ્રમાણે ભરવાનું મળી શકે છે
  • નાનો ધંધો શરૂ કરવા માટે
  • રોજબરોજ ના ઘર ખર્ચ માટે
  • આરોગ્ય સબંધિત ઇમરજન્સી માટે
  • બાળકો ની સ્કૂલ ફી માટે
  • કોઈ પણ વ્યક્તિગત જરૂરિયાત માટે
  • સામાન્ય રીતે ઓવરડ્રાફટ પર વ્યાજ દર 9% થી 12% ની વચ્ચે હોય છે
  • અલગ અલગ બેન્ક માં વ્યાજ દર અલગ હોય શકે છે
  • વ્યાજ રકમ માત્ર ઉપયોગમાં લીધેલી રકમ પર જ લાગુ પડે છે
  • જો લોન ની સમયસર ચુકવણી કરશો તો વધુ ઓવરડ્રાફટ મર્યાદા મળી શકે છે
  • ખાતું નિષ્ક્રિય હોય
  • ટ્રાન્ઇઝેક્શન ઈતિહાસ સારો ન હોય
  • આધાર કાર્ડ લિંક ન હોય
  • KYC ન થયેલું હોય
  • પેલા નો ઓવરડ્રાફટ ચૂકવવામાં મોડું થયું હોય
  • ખોટી માહિતી કે અધૂરી માહિતી આપેલ હોય
  • ડોક્યુમેન્ટ ખોટા હોય
  • ઓવરડ્રાફટ લોન એકવાર મંજુર થઈ ગયા પછી સમયસર ચૂકવો.
  • વધુ લોન માટે સારો વ્યવહાર રાખો
  • Rupay ડેબિટ કાર્ડ નો નિયમિત ઉપયોગ કરો
  • આમાં દર મહિને નાની રકમ જમા કરતા રહો
  • મોબાઈલ અને આધારકાર્ડ લિંક કરો
  • જો દુરુપયોગ કરશો તો ભવિષ્યમાં કોઈ પણ લોન માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.