👉📝આલેખમાં આપણે જમીનના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ ઘણીવાર સરકારી નોંધપાત્ર દસ્તાવેજો અને રેકોર્ડ પર આધારિત હોય છે દરેક જમીન નો ઇતિહાસ અલગ હોય છે. અને રાજ્યના જમીન રેકોર્ડ વિભાગમાંથી મળેલી માહિતી જ સાચી અને સંપૂર્ણ રીતે જાણી શકાય છે. જેમ જેમ શહેરીકરણ વધી રહ્યું છે અને જમીનના દાવો અને વિવાદો વધી રહ્યા છે ,તેમ તેમ જમીનનો ઇતિહાસ જાણવું એક મહત્વપૂર્ણ જરૂરીયાત બની ગઈ છે .ખરેખર તમારી પાસે જે જમીન છે તે પહેલા કોની હતી? ક્યારે ખરીદાઈ હતી? શું કોઈ વારસાઈ પરિવર્તન થયું છે ? શું ક્યારેય કોઈ કાયદેસર દાવો થયો હતો ? તે બધી જ જાણકારી આજે આપણે આ લેખમાં જાણીશું.

Table of Contents
⏭️જમીન નો ઇતિહાસ શા માટે જાણવો જોઈએ

👉જમીન ખરીદવા કે વેચવા જતી વખતે ભૂલ ભલામાં ફસાઈ નહીં ..એટલે પહેલા તેની હકીકત જાણી લો.. નીચે દર્શાવેલા કારણો મુજબ જમીનનો ઇતિહાસ જાણવું ખૂબ જ મહત્વનું છે.
- જમીનની માલિકી અંગે સ્પષ્ટતા મળે
- કાયદેસર દસ્તાવેજો ની હાજરી ચકાસી શકાય
- અગાઉના દાવાઓ , વિવાદો કે કેસ વિશે માહિતી મળે
- જમીન વારસાગત છે કે વેચાણ દ્વારા મળેલ છે તે જાણી શકાય
- ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ન આવે
⏭️જમીન નો ઇતિહાસ જાણવાની પ્રક્રિયા
👉જમીનના ઇતિહાસ માટે કેટલાક સરકારી દસ્તાવેજો મહત્વ ધરાવે છે તો આપણે અહીંયા તેનો ઉપયોગ સમજીએ.
✅1 .7/12 અને 8 અ ઉતારા
👇7/12 અને 8 અ ના ઉતારા માંથી મળતી માહિતી નીચે મુજબ છે.
- જમીનના માલિકનું નામ
- ખેતર ની જાતિ
- જમીન વાપરવાની રીત
- ક્યાં વર્ષ અને કોનાં પાસેથી મળી
📝👉આ રેકોર્ડ Any Ror Gujarat વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
✅2. Mutation Register (પલટાણ નોંધણી)
👉Mutation નો અર્થ થાય કે માલિકી પરિવર્તન. એટલે કે, જ્યારે જમીન વેચાય છે , દાનમાં આપવામાં આવે છે ,કે વારસામાં મળે છે ત્યારે Mutation થતું હોય છે.
👇તેમાં થી મળતી માહિતી નીચે મુજબ છે
- પહેલા કોણ માલિક હતું
- કોણે કોને જમીન આપી
- ક્યાંરે પરિવર્તન થયું
✅3. Encumbrance certificate ( ઇન્કમબ્રન્સ પ્રમાણપત્ર)
👉આ પ્રમાણપત્ર ઉપરથી કોઈ લોન કે કાનૂની બોજ તો જમીન પર નથી તે વિશે માહિતી મળે છે.
- જેને જમીન ખરીદી તે પહેલા કોઈ લોન લીધી છે કે નહીં
- કોઈ કેસ પેન્ડિંગ છે કે નહીં
✅4. Village form no. 6 ,7, 12 ,8A વગેરે
👉આ બધા જ ફોર્મ નો ઉપયોગ અલગ અલગ હોય છે.
Village form 6 એ mutation માટે છે.
village form 8A, એ જમીનના વર્તમાન માલિક દર્શાવે છે.
⏭️જમીન નો ઇતિહાસ ઓનલાઇન કેવી રીતે જોવો

👉ગુજરાત રાજ્ય માટે AnyRor પોર્ટલ ખૂબ ઉપયોગી છે.
- પર જાઓ https://anyror.gujarat.gov.in/
- ” View Land Record – Rural ” કે “Urban”પસંદ કરો.
- તમારુ જિલ્લો , તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરો
- 7/12 અને 8 અ , mutation Entry વગેરે દસ્તાવેજ જુઓ
⬆️જમીન નો ઈતિહાસ જાણવાથી શું લાભ થાય ?
- જમીન ખરીદતા પહેલા કાનૂની સલામતી
- વારસાગત દાવાઓથી બચાવ મળે
- જમીનના આધારિત દસ્તાવેજો ની પૂરતી વિગતો મળી રહે
- જમીન વેચાણ કે લોન માટે જરૂરી દસ્તાવેજો સરળતાથી મળી રહે
