You are currently viewing 🏦SBI બેંક માં KYC કરવા ની પ્રક્રિયા (2024-25 ના અપડેટ મુજબ) || SBI BANK માં KYC કરવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || kyc 2025
SBI KYC documents and process

🏦SBI બેંક માં KYC કરવા ની પ્રક્રિયા (2024-25 ના અપડેટ મુજબ) || SBI BANK માં KYC કરવા જરૂરી ડોક્યુમેન્ટ 2025 || kyc 2025

👉આ લેખ માં આપણે જાણીશું કે SBI બેંક માં KYC કેવી રીતે કરવું..KYC કરવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડે છે.. બેંક માં KYC કરાવવું ખૂબ જ જરૂરી છે..તે ખાતા ધારક ની ઓળખ અને સરનામા ની પૃષ્ટિ કરે છે ..જો લાંબા સમયથી તમે ખાતા માં કઈ પ્રતિક્રિયા કરી ન હોય તો તે ખાતાધારાક ની પુષ્ટિ કરવા માટે બેંક KYC માંગે છે …જો સમયસર KYC ન કરવા માં આવે તો તે ખાતું આંશિક રૂપે બંધ પણ થઈ જાય છે. RBI ના નિયમ મુજબ દરેક ગ્રાહક એ KYC અપડેટ કરાવવું ફરજીયાત છે

1000006480
  • આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખ પત્ર આમાં થી ગમે તે એક(ગ્રાહક ના ઓળખ પુરાવા માટે/ID PROOF)
  • વીજબીલ/પાણી બીલ ( છેલ્લા ત્રણ મહિનાની અંદર નું), રેશનકાર્ડ, ગેસ બિલ, ભાડા કરાર કોપી, પાસપોર્ટ ગમે તે એક (ગ્રાહક ના રહેઠાણ પુરાવા તરીકે/Adress proof)
1000001027 1

👇SBI બેંક માં KYC 2 રીતે કરી શકાય છે

1. ઓફલાઈન પ્રક્રિયા (બેંક ની શાખા એ જઈ ને)

2. ઓનલાઇન પ્રક્રિયા (મર્યાદિત ખાતા માટે)

1. ઓફલાઈન પ્રક્રિયા

  1. તમારા નજીકની SBI બેંકની શાખા એ જાઓ
  2. KYC માટે nu ફોર્મ માંગો અથવા SBI ની વેબસાઇટ પર થી ડાઉનલોડ કરો.
  3. આપેલું ફોર્મ વ્યવસ્થિત ભરો
  4. ફોર્મ ની સાથે તમારુ ઓળખ અને સરનામાની પ્રમાણપત્રોની ઝેરોક્ષ જોડો
  5. તમારી સહી કરો.. બેંક કર્મચારીની સમક્ષ
  6. બેંક કર્મચારી તમારુ કેવાયસી અપડેટ કરશે

2.ઓનલાઇન પ્રક્રિયા

  • કેટલાક કિસ્સાઓમાં SBI ખાતાધારક પોતાનુ KYC ઈમેલ મારફતે પણ અપડેટ કરી શકે છે જોકે તમારા શાખા પર આધાર રાખે છે.
  • તમારી સહી કરેલું ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને શાખાના ઈમેલ પર મોકલી શકો છો
  • શાખા નું એમએલ મેળવવા માટે ફોન કરો અથવા SBI APP /વેબસાઈટ ચકાસો.

👉સામાન્ય રીતે 2 થી 5 કાર્યદિવસ માં KYC અપડેટ થઈ જાય છે..SMS દ્વારા અપડેટ થાય ની કે કોઈ પ્રોબ્લેમ હોય તેની માહિતી મળે છે

👉kyc કરાવવા પાનકાર્ડ આપવું હવે ઘણા ખાતા ઓ માં ફરજિયાત છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.