📝⏭️આજે આપણે આ લેખમાં જોઈશું કે માનવ કલ્યાણ યોજના એ શું છે…કોણ માટે ઉપયોગી છે.. આ યોજના નો લાભ કેવા લોકો લઈ શકે છે..આ યોજના નો લાભ લેવા માટે કેવી રીતે તેની અરજી કરવાની હોય છે..ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂરી છે..કઈ કઈ વસ્તું મળે છે..આ યોજના નો હેતુ શું રહેલા છે ..તે બધી j વિગતો આ લેખ માં આપણે જોઈએ.
✅👉માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.જેનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો ને નાના ધંધા શરૂ કરવા માટે સાધનો ની સહાય કરવા નો છે…જેથી તેમને મદદ મળી રહે…
✅👉આ યોજના ખાસ કરી ને BPL પરિવાર, OBC કેટેગરી માં આવતા, અભણ લોકો, અને આર્થિક રીતે નબળા વર્ગે ન લોકો ને નાના પગલે સ્વનિર્ભર બનવા માટે તૈયાર કરવામાં આવે છે.જે લોકો પછાત છે,ગરીબ છે ,જેના માં કંઈક આવડત છે ..જે કંઈક કૌશલ્ય ધરાવે છે..તેવા લોકો ને સાધનો આપી ને ટેકો આપે છે ..
Table of Contents
❇️યોજના નો લાભ લેવા ની પાત્રતા
- ગુજરાત ના રહેવાસી હોવી જોઈએ
- ઉંમર 16 – 60 વર્ષ હોવી જોઇએ
- પરિવાર ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માં ₹ 1.20 લાખ થી ઓછી અને શહેરી વિસ્તાર માં ₹ 1.50 લાખ થી ઓછી હોવી જોઇએ.
- BPL/OBC/SC/ST, વર્ગ ના લોકો
- કુશળતા ધરાવતા કે તાલીમ લીધેલા લોકો
⏭️યોજના નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ
- આવક નો દાખલો
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જાતિ નો દાખલો
- રેશન કાર્ડ /BPL કાર્ડ
- વસવાટ નો પુરાવો
- બેંક પાસબુક
🧑🚒ક્યાં વ્યવસાય માટે કયા કયા સાધનો મળે ?
માનવ કલ્યાણ યોજના હેઠળ 28 પ્રકાર ન વ્યવસાય માટે સાધન કિટ્સ ઉપલબ્ધ છે જેમ કે…
| વ્યવસાય | સહાય રૂપ મળતા સાધનો |
| દૂધ વાળા | દૂધ માપન યંત્ર,દૂધ ના કેન |
| મેકેનિક, વેલ્ડિંગ | ટૂલ્સ કિટ્, ગેસ કીટ |
| રિક્ષા મિકેનિક | ટૂલ્સ અને સાધનો |
| સરદાર કામદારો | મજૂર સાધનો |
| માછીમાર | માછલી પકડવા ન સાધનો |
| ધોબી | ઈસ્ત્રી, વોશિંગ સાધનો |
| ચહેરા ની ટ્રીટમેન્ટ કે સેવિંગ | કટીંગ ના સાધનો,મશીન |
| ટેલરિંગ | સિલાઈ મશીન,કાપડ કીટ |
⏭️માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા ની પ્રક્રિયા
ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના પોર્ટલ પર જઈ ને અરજી કરી શકાય છે.
1.ઓનલાઈન અરજી કરવા માટે
👉https://e-kutir.gujarat.gov.in/index.aspx?ServiceID=2
- હોમપેજ પર “માનવ કલ્યાણ યોજના” પસંદ કરો.
- નવું યૂઝર્સ તરીકે નોંધણી કરો
- અરજી ફોર્મ ભરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમિટ કરો
2. ઓફલાઈન અરજી કરવા માટે
- તમારા નજીક ના જીલ્લા કલ્યાણ કચેરી , તાલુકા કચેરી,કે ATVT કેન્દ્ર પર જાવ
- ત્યાંa થી માનવ કલ્યાણ યોજના હેઠળ ખાતું ખોલવા માટે નું ફોર્મ માંગો
- આ ફોર્મ વ્યવસ્થિત સાચી માહિતી સાથે ભરો
- ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડો
- આ ફોર્મ ત્યાં સબમિટ કરો
⚠️⚠️નોંધ : સામાન્ય રીતે આ જાહેરાત દર વર્ષે મે – જૂન મહિના માં થાય છે.
👉આ યોજના માં કોઈ પણ પ્રકારની પૈસાની સહાય મળતી નથી..માત્ર સાધનો જ મળે છે.