You are currently viewing બેંકમાં ખાતું બંધ થઈ ગયું છે . તો ફરી શરૂ કરાવવા માટે શું કરવું ?
બંધ ખાતું ફરી શરૂ કરાવવા માટે શું કરવું

બેંકમાં ખાતું બંધ થઈ ગયું છે . તો ફરી શરૂ કરાવવા માટે શું કરવું ?

👉📝આ લેખમાં આપણે જાણીશું કે જો તમારી બેંકમાં તમારું ખાતું બંધ થઈ ગયું હોય ,તો શું કરવું ?કેવી રીતે તેને ફરીવાર શરૂ કરાવું.. વધારે સમયથી ઉપયોગમાં ના લેવામાં આવતા ખાતાઓ બેંક દ્વારા ઈન એક્ટિવ અથવા ડોરમેન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે જો તમે એવા ખાતાધાર જુઓ જેવુંનું ખાતું લાંબા સમયથી બંધ પડ્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે તે ખાતું ફરીથી શરૂ કરાવી શકો છો. આ લેખમાં આપણે ખાતું શાના કારણસર બંધ થઈ જાય છે ..ખાતું ફરીવાર કેવી રીતે શરૂ કરવું ..તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે.. તે બધી જ માહિતી આપણે આ લેખમાં મેળવીશું.

1000001157

👉12 મહિના થી ટ્રાન્જેક્શન ન કરેલ હોય ત્યારે તે Inactive Account (અપ્રમુખિત ખાતું) ગણાય છે.

👉24 મહિના થી ટ્રાન્જેક્શન ન કરેલ હોય ત્યારે તે Dormant Account ( બંધ ખાતું ) ગણવામાં આવે છે.

  1. તમારું ખાતું જે બેંકની શાખામાં હોય ત્યાં જવું વધારે યોગ્ય છે.
  2. લેખિતમાં અરજી કરો..ખાતું ફરી શરૂ કરાવવા માટે રિક્વેસ્ટ અરજી કરો.જેમાં તમારે ..ખાતા નંબર, ખાતાધારાક નું નામ , ઓળખપત્ર ની વિગતો , સહી, અને તમે ખાતું શરૂ કરવા માંગો છો તેનું સ્પષ્ટ કારણ
  3. ઓળખ પત્ર ના પુરાવા માટે આધાર કાર્ડ અથવા પાનકાર્ડ
  4. રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ , પાણી બિલ , ગેસ બિલ, રેશન કાર્ડ , પાસપોર્ટ,ભાડા કરાર વગેરે
  5. અપડેટ કરેલ ફોટો જો ફોટો અપડેટ ન હોય તો ફરીથી ફોટો પણ મંગાવવામાં આવી શકે છે.

✅કેટલાક કિસ્સાઓમાં ખાતું બંધ થયું હોય પણ ન્યૂનતમ બેલેન્સ જેટલી રકમ હોય તો તે જાળવી રાખવામાં આવે છે.

✅તમારો મોબાઈલ નંબર અથવા KYC વિગતો બદલી ગઈ હોય તો ફરીથી KYC અપડેટ કરાવવી પડે છે.

✅કેટલીક બેંકો ઓનલાઇન રિક્વેસ્ટ ફોર્મ પણ આપે છે જેમ કે SBI YONO

1000001852 1

👉ખાતું અનલોક માટે SMS અથવા YONO નો ઉપયોગ

👉જો તમારું ખાતું inoperative છે અને મોબાઈલ નંબર રજીસ્ટર છે તો SBI YONO એપથી :

👉”Update KYC” –“Re – activate Account” પસંદ કરો.

👉પછી જાતે જ રૂપિયા એકનું ટ્રાન્જક્શન કરો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.