👉📝આ લેખમાં આપણે પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચે શું સંબંધ રહેલો છે, તે વિશેની વિગતવાર માહિતી મેળવીશું. ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે. અહીંના મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ખેડૂત માટે પાક જ તેનું મુખ્ય આવકનું સાધન હોય છે .પરંતુ ખેતી હંમેશા જોખમી વ્યવસાય રહી છે. કારણ કે કુદરતી આફતો જેમ કે પુર, દુષ્કાળ ,ભારે વરસાદ, પવન ,તોફાન અને અન્ય રોગી જીવાતો પાકને બરબાદ કરી નાખે છે .આવી પરિસ્થિતિમાં ખેડૂત પર ભારે આર્થિક સંકટ આવી શકે છે .તેથી જ ખેડૂત માટે પાક ધિરાણ અને પાક વીમા બંને અગત્યના બની જાય છે. આપણે આ લેખમાં પાક ધિરાણ એટલે શું ?પાક વીમા એટલે શું ?અને તે બંને વચ્ચે શું સંબંધ રહેલો છે? તેની વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
❇️પાક ધિરાણ એટલે શું ?
પાક ધીરણ એટલે કે એ બેંક કે નાણાકીય સંસ્થાઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતું ટૂંકા ગાળાનું લોન છે. તેનું મુખ્ય હેતુ ખેતીના ખર્ચ જેવા કે બીજ ,ખાતર ,જંતુનાશક દવાઓ ,મજૂરી અને સિંચાઈના ખર્ચ માટે મદદરૂપ થવાનો છે .પાક ધિરાણ લીધા વગર ઘણા નાના અને મધ્યમ ખેડૂત ખેતી શરૂ કરી જ નથી શકતા .ઘણા બધા ખેડૂતો પાક ધિરાણ ઉપર આધારિત હોય છે.
👳ખેડૂત વીમા એટલે શું?
ખેડૂત વીમા એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક એવી યોજના છે, જેમાં કુદરતી આપત્તિ કે જીવાતના હુમલા ના કારણે જો પાક નિષ્ફળ જાય તો ,ખેડૂતને આર્થિક વળતર મળી રહે છે .ભારતમાં હાલની સૌથી મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. જે અત્યારે ખૂબ જ સારી રીતે કાર્યરત છે.
⏭️પાક ધિરાણ અને ખેડૂત વીમા વચ્ચેનો સંબંધ
1. લોન સાથે વીમા ફરજીયાત
ખેડૂત પાક ધિરાણ લે છે, ત્યારે મોટાભાગની બેંક પાક વીમા ફરજિયાત કરે છે ,કારણ કે બેંક પણ ખાતરી કરવા માંગે છે કે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂત લોન પરત કરી શકે.
2 કુદરતી જોખમથી રક્ષણ
પાક ધિરાણ ખેડૂતને ખેતી શરૂ કરવા માટે મૂડી આપે છે, પણ પાકની સફળતા સંપૂર્ણપણે કુદરત પર આધારિત હોય છે .જો કુદરતી કારણસર કે જીવાતો ના હુમલા થી પાક નષ્ટ થઈ જાય, તો વીમા પરથી મળેલી સહાયથી ખેડૂત લોન ચૂકવી શકે છે. અને દેવામાંથી બચી શકે છે.
3. સરકારી સહાય
સરકાર પાક વીમા માં મોટાભાગનો પ્રીમિયમ જાતે ભરતી હોય છે. ખેડૂતોને માત્ર 2% થી 5% જેટલું જ પ્રીમિયમ ચૂકવવું પડે છે. એટલે પાક ધિરાણ સાથે વીમા ખેડૂત માટે સસ્તુ અને સુરક્ષિત બની જાય છે.
4. લોન પરત કરવામાં સરળતા રહે
જો ખેડૂતનો પાક નિષ્ફળ જાય અને વીમા પરથી વળતર મળે તો તે રકમ સીધો ખેડૂતના લોન ખાતામાં જમા થાય છે .આથી બેંકનું જોખમ ઘટે છે ,અને ખેડૂતોને દેવાનો ભાર ઓછો થાય છે.
5. આર્થિક સ્થિતિ સુરક્ષિત
પાક ધિરાણથી ખેતી શરૂ થાય છે. પાક વીમાથી ખેતી સુરક્ષિત થાય છે .આ બંને સાથે મળીને ખેડૂતને આર્થિક રીતે સુરક્ષિત બનાવે છે.
✅પાક ધિરાણ અને ખેડૂત વીમા ના ફાયદા
- ખેતી કરવા મૂડીની સમસ્યા દૂર થાય છે
- કુદરતી આપત્તિમાં વળતર મળી રહે છે
- પાક નિષ્ફળ જાય તો તેનું વળતર મળી રહે છે
- લોન પરત કરવામાં સરળતા રહે છે
- ઘણા બધા ખેડૂતો દેવામાંથી બચી શકે છે
- બેંક અને ખેડૂત માટે બંને માટે સુરક્ષા મળી રહે છે
આવી રીતે જોઈએ તો ખેડૂત માટે પાક ધિરાણ અને પાક વીમા એકબીજાના પૂરક છે. પાક ધિરાણ વગર ખેડૂત ખેતી શરૂ નહીં .અને પાક વીમા વગર ખેતી સુરક્ષિત રહી શકે નહીં. તેથી આજના સમયમાં દરેક ખેડૂતને પાક ધિરાણ લેતા ની સાથે પાક વીમો જરૂર લેવો જોઈએ. આ બંને સાથે જોડાય ત્યારે જ ખેડૂતનો સાચો વિકાસ અને આર્થિક સુરક્ષા શક્ય બને છે.