You are currently viewing બાળકો નું આધારકાર્ડ કેવી રીતે કઢાવવું ? 2026 માં અરજી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને મહત્વની માહિતી
બાળકોનું આધારકાર્ડ કેવી રીતે કઢાવવું. જરૂરી ડોક્યુમેન્ટ અને મહત્વની માહિતી

બાળકો નું આધારકાર્ડ કેવી રીતે કઢાવવું ? 2026 માં અરજી પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને મહત્વની માહિતી

👉📝આ લેખમાં આપણે બાળકોને આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આધાર કાર્ડ આજે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માનો એક છે. માત્ર મોટા લોકો માટે જ નહીં પરંતુ નવજાત બાળકથી લઈને પાંચ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે પણ આધારકાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે. શાળા પ્રવેશ, સરકારી યોજનાઓનો લાભ, બેંક ખાતુ ખોલાવવું, સ્કોલરશીપ માટે, આરોગ્ય સેવાઓ અને અન્ય ઘણી જગ્યાએ બાળકના આધાર કાર્ડ ની ખુબ જ જરૂર પડે છે. જો બાળક ની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય તો બ્લુ આધાર આપવામાં આવે છે અને પાંચ વર્ષ તથા 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે. શું તમારે પણ તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવું હોય તો આ લેખમાં કેવી રીતે તેના માટે અરજી કરવી જરૂરી ડોક્યુમેન્ટ બાયોમેટ્રિક અપડેટ અને મહત્વની બાબતો વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે.

બાળકો માટે UIDAI દ્વારા જારી કરવામાં આવતું આધાર કાર્ડ સામાન્ય આધાર કાર્ડ જેવું જ હોય છે. જો બાળકની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય તો તેને બ્લુ આધાર પણ કહેવામાં આવે છે.

  • 0 થી 5 વર્ષ સુધીના બાળકો માટે ફિંગર પ્રિન્ટ અને આંખના સ્કેન લેવામાં આવતા નથી.
  • બાળકનો આધાર માતા અથવા પિતાના આધાર સાથે જ જોડવામાં આવે છે.
  • બાળક 5 વર્ષનો થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજીયાત છે.
  • ત્યારબાદ 15 વર્ષની ઉંમરે ફરી એકવાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે.
  • શાળામાં પ્રવેશ માટે ઉપયોગી
  • સરકારી યોજના નો લાભ લેવા માટે
  • સ્કોલરશીપ માટે
  • બેંક ખાતુ ખોલવા માટે ઉપયોગી
  • આરોગ્ય યોજનાઓમાં નોંધણી કરવા
  • પાસપોર્ટ બનાવવામાં મદદરૂપ
  • ઓળખના પુરાવા તરીકે ઉપયોગી
  • જન્મ પ્રમાણપત્ર
  • હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ જન્મનો દાખલો
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલ હોવો જોઈએ
  1. તમારી નજીકના આચાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પર જાવ.
  2. ઘણા કેન્દ્રમાં ઓનલાઇન એપોઇમેન્ટની સુવિધા ઉપલબ્ધ હોય છે એપોઇન્ટમેન્ટ લઈને જવાથી રાહ જોવાની જરૂર પડતી નથી.
  3. કેન્દ્ર પર આપવામાં આવેલ આધાર નોંધણી ફોર્મમાં બાળકનું નામ, જન્મ તારીખ, માતા અથવા પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો ભરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડો.
  5. અધિકારી દ્વારા તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે
  6. બાળકનો ફોટો લેવામાં આવશે.. પાંચ વર્ષથી નાના બાળક માટે ફિંગર પ્રિન્ટ અને આઈરીઝ સ્કેન લેવામાં આવતા નથી.
  7. એન્ડ્રોઇડમેન્ટ સ્લીપ મેળવો.
  8. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એન્રોલમેન્ટ આઈડી સાથેની સ્લીપ આપવામાં આવશે. આ સ્લીપ સાચવી રાખવી જરૂરી છે.

✅જ્યારે બાળક 5 વર્ષ કે 15 વર્ષની થાય ત્યારે નજીકના આધાર કેન્દ્રમાં થઈને નીચે મુજબ અપડેટ કરાવવું,

  • ફિંગર પ્રિન્ટ
  • આંખનો સ્કેન
  • ફોટોગ્રાફ

✅આ પ્રક્રિયા મફતમાં કરવામાં આવે છે.

⏭️સામાન્ય રીતે અરજી કર્યા પછી 7 થી 30 દિવસની અંદર આધારકાર્ડ તૈયાર થઈ જાય છે.

✅Enrollment ID દ્વારા આધાર નું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકાય છે.

❇️આધાર નંબર અથવા એન્રોલમેન્ટ આઈડી દ્વારા e- Aadhaar ડાઉનલોડ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે પ્રિન્ટ પણ કાઢી શકાય છે.

  • બાળકની સાચી જન્મતારીખ દાખલ કરો
  • માતા અથવા પિતાનો મોબાઇલ નંબર સક્રિય હોવો જોઈએ
  • એનરોલમેન્ટ સ્લીપ સાચવી રાખો
  • 5 વર્ષ અને 15 વર્ષ પૂર્ણ થયા પછી બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું ભૂલશો નહીં

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.