You are currently viewing ગામનો નકશો અને જમીન બાઉન્ડરી ચેક કરવાની વિગતવાર માહિતી || How to Check Village Map And Land Boundary 2025
ગામનો નકશો અને જમીનની બાઉન્ડરી ચેક કરો

ગામનો નકશો અને જમીન બાઉન્ડરી ચેક કરવાની વિગતવાર માહિતી || How to Check Village Map And Land Boundary 2025

👉📝આ લેખમાં આપણે ગામનો નકશો અને જમીનની બાઉન્ડ્રી કેવી રીતે ચેક કરવી … ઓનલાઈન કેવી રીતે જોવી.. જમીન બાઉન્ડ્રી એટલે શું ? .. ગામનો નકશો અને જમીન બાઉન્ડ્રી ચેક કરવી એ જમીન ખરીદી અથવા હકદારીના દાવામાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. અત્યારે આ સમયમાં તમે ઘરે બેઠા ઓનલાઈન આ બધી જ માહિતી મેળવી શકો છો. અને જરૂર પડે તો માપણી માટે પણ અરજી સરળતાથી કરી શકો છો .ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના માધ્યમથી તમે તમારા ગામનો નકશો અને તમારી જમીનનું માપ જોઈ શકો છો. આજે આપણે આ બ્લોગમાં ગામનો નકશો એટલે શું ?જમીન બાઉન્ડ્રી એટલે શું ?અને ઓનલાઇન ગામનો નકશો અને જમીનની બાઉન્ડ્રી કેવી રીતે ચેક કરવી ?તે વિશેની વિગતવાર જાણકારી મેળવીશું.

1000003666 4

👉ગામનો નકશો એ સરકારી દસ્તાવેજ છે જેમાં ગામની તમામ જમીનના વિભાગો શેરીઓ રસ્તાઓ પાણીના સ્ત્રોતો અને દરેક પ્લોટ કે સર્વે નંબર દર્શાવવામાં આવ્યા હોય છે

જમીન બાઉન્ડ્રી એટલે એટલે કે તમારી જમીન કેટલા વિસ્તારમાં વિસ્તૃત છે. અને તેની આજુબાજુ કયો પ્લોટ કે રસ્તાઓ છે .એ જાણવાથી કોઈ પણ પ્રકારનો વિવાદ ,ગેરસમજ કે ગુસ્સેપો ટાળી શકાય છે.

1000004305
  • તમારું રાજ્ય જીલ્લો તાલુકો અને ગામ પસંદ કરો
  • પછી” Map View” માં જઈને સર્વે નંબર દાખલ કરો.
  • તમારા પ્લોટની બાઉન્ડ્રી કલર સાથે તમને દેખાશે
  • તમે ત્યાંથી તમારા ગામનો નકશો ડાઉનલોડ કે પ્રિન્ટ પણ કરી શકો છો
1000004304
  • “View Land Record -Rural” પર ક્લિક કરો.
  • “VF 7 Survey no. Details “અથવા” VF8A khata details” પસંદ કરો.
  • તમારો જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર નાખો
  • હવે તમારો રેકોર્ડ ખુલશે જેમાં તમારી જમીનનું સ્થાન માલિકી હદ અને માપદંડ જણાવેલા હશે
1000003666 2
  1. લાઇસન્સ ધરાવતા માપતોલ અધિકારી એટલે કે સર્વેયર દ્વારા જમીનની માપણી કરાવવી.
  2. GPS Survey પર પણ હવે total Station method ઉપલબ્ધ છે જે સચોટ માહિતી આપી શકે છે.
  3. E-dhara કેન્દ્રમાં જઈને પણ અરજી કરીને માપણી માટેની અરજી આપી શકો છો.
  4. આ માપણી પછી તમારું નવી જમીનનો નકશો અપાશે જે બાઉન્ડ્રી દર્શાવતું હશે

1. તમારા તાલુકાની E-dhara કેન્દ્ર કે મામલતદાર કચેરીમાં અરજી કરો.

2. માપણી માટેનો ફોર્મ ભરવું પડશે જેમાં તમારે પ્લોટ નંબર અને માલિક નામ વગેરે જેવી વિગતો આપવી પડશે

3.અરજી સાથે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોડવા પડશે જેવા કે

  • 7/12 ઉતારો
  • 8 અ ફોર્મ
  • માલિકી હક પ્રમાણપત્ર

4. માપતોલ અધિકારી એટલે કે સર્વેયર જમીન પર આવશે અને ચોક્કસ વિધિથી માપણી કરશે.

5. ત્યાર પછી તમને માપણી પત્રક આપવામાં આવશે જેમાં તમારી જમીનની ચોક્કસ બાઉન્ડ્રી બતાવવામાં આવેલી હશે.

મુશ્કેલી નિવારણ
બાઉન્ડ્રી માં પાડોશી સાથે વિવાદ સરકારી માપણી કરાવી અને પોલીસ કે તલાટી તર્કશીલ રીતે ઉકેલ લાવી શકે
નકશો મળતો નથીમામલતદાર કચેરીમાંથી Certified map મેળવો
બાઉન્ડ્રી ખોટી દેખાય છેફરી સર્વે માટે અરજી કરો
સર્વે નંબર જુનો છેROR માં સુધારો કરવો(Mutation process)
  • plot Fencing ( કાંટાળી વાડ) કરાવતા પહેલા સરકારી માપણી જરૂરી છે.
  • તમારી જમીનના ચારે બાજુ પુણે કોણ જમીન ધરાવે છે એ માહિતી પણ એનીરોર પર
  • જો જમીન પર કોઈ પણ આવાસ કે મકાન બનાવવાનો પ્લાન હોય તો
  • કેટલીક જમીન મુજબ ખાસ રક્ષણવાળી જમીન હોય છે જેમ કે ગૌચર બિનખેતી ગેરકાયદેસર વેચાણ વાળી જમીન તેમાં આવી જગ્યાઓના નકશા અને બાઉન્ડ્રી અલગ રીતે જ ચકાસવી પડે છે
  • તેથી જો કોઈ અધિકારી , સરપંચ કે તલાટી દ્વારા કોઈ અન્ય માહિતી મળે તો તેને પણ ચકાસીને જોઈ શકાય છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.