👉📝આ લેખમાં આપણે કબજા ની જમીન નો કાયદેસર રીતે દસ્તાવેજ કેવી રીતે કરવો તે વિશે માહિતી મેળવીશું . કબજાની જમીન એટલે કે એવી જમીન છે ,જેના ઉપર વ્યક્તિનું વાસ્તવિક કબજો હોય છે, પણ કોઈ કાયદેસર દસ્તાવેજ એટલે કે માલિકીનો હક હજી સુધી તેના નામે થયો નથી . આવી જમીનનો કાયદેસર રીતે દસ્તાવેજ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઉભો ન થાય, કબજાની જમીનનો દસ્તાવેજ કરાવવો એટલે તમારો હક કાયદેસર રીતે સ્થાપિત કરવો એવો થાય છે . વારસાના હકથી લઈને વેચાણ સુધી દરેક ચરણ માટે હક ફાળવણી મહત્વપૂર્ણ હોય છે, તો આપણે આ લેખમાં કબજાની જમીનનો કાયદેસર દસ્તાવેજ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
✅કબ્જા ની જમીન એટલે શું ?
જ્યારે કોઈ જમીન ઉપર કોઈ વ્યક્તિનું લાંબા સમયથી વાસ્તવિક કબજો હોય છે પરંતુ હજુ સુધી જમીનના રેકોર્ડમાં તેનું નામ દાખલ થયેલું નથી
આમ જમીન સરકાર ના નામે અથવા પિતા કે દાદા ના નામે હોય શકે છે,
વારસાનો હક મેળવવો હોય તો હક ફાળવણી જરૂરી છે.
📂કબજાની જમીનના દસ્તાવેજ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જમીન ના હાલના માલિક ના દસ્તાવેજો (7/12, 8અ ઉતારા)
- વારસાના પુરાવા ( મૃત્યુ પ્રમાણપત્ર,વરસના/ વારસાવાર ઉતારો)
- આધારકાર્ડ અને પાનકાર્ડ
- કબજા વાળી વ્યક્તિના નિવાસના પુરાવા
- No objection certificate જો અન્ય વારસદાર હોય તો
⏭️અરજી કેવી રીતે કરવી ?
❇️ઓનલાઈન અરજી❇️
- iORA Portal દ્વારા https://iora.gujarat.gov.in/
- iORA વેબસાઈટમાં જઈ “New Application ” પસંદ કરો.
- “Mutation Entry ” પસંદ કરો.
- તમારું ગામ,તાલુકો, સર્વે નંબર જેવી માહિતી ભરો એ
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
- અરજી સબમિટ કરો
- અરજી નંબર મેળવી લો .
❇️ઑફલાઇન અરજી❇️
- તમારા ગામના તલાટી કમ મંત્રી પાસે જઈને અરજી કરો
- અરજી ફોર્મમાં સાચી માહિતી ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડો
- તલાટી જમીનનું નિર્માણ કરીને રિપોર્ટ તૈયાર કરશે
- મામલતદાર ઓફિસ અને પ્રિન્ટ ઓફિસ દ્વારા ઓર્ડર થાય છે
- છેલ્લે E-dhara કેન્દ્રમાં જઈ હકફાળવણી ફાળવણી થઈ જશે
✅જમીનની હક ફાળવણી થયા પછી શું કરવું
- તમારું નામ 7/12 અને 8 અ ઉતારા માં દાખલ થયા છે
- જમીન કાયદેસર રીતે તમારા નામે આવી જાય છે
- હવે પછી તમે તે જમી વેચાણ લોન કે અન્ય કામ માટે જમીનનો કાયદેસર ઉપયોગ કરી શકો છો
⚠️ખાસ નોંધ ⚠️:
- જો અન્ય વારસદાર હોય તો તેમનું એનઓસી એટલે કે સહમતિપત્ર ખૂબ જરૂરી છે
- જમીન પીવાય ગીત હોય તો પહેલા કોર્ટમાંથી નિરાકરણ લાવવું પડે છે
- જો જમીન સરકારના નામે હોય તો પાક્કી માલિકી મેળવવી મુશ્કેલી બની જાય છે
- જમીનનો પ્રકાર કેવો છે જેમ કે ખેતી નોન એગ્રીકલ્ચર બહુચર ખાનગી તે જાણી લેવું જરૂરી છે