👉📝આજે આપણે આ લેખમાં 2026માં ઝીરો બેલેન્સ થી ખાતું કેવી રીતે ખોલાવવું ? જીરો બેલેન્સ ખાતું એટલે શું? જીરો બેલેન્સ ખાતાના ફાયદાઓ શું હોય છે ? ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ઝીરો બેલેન્સ ખાતુ ખોલાવી શકાય છે .તેમાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે ?આજના આ ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ માટે બેંક ખાતુ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર દ્વારા ઝીરો બેલેન્સ ખાતું ની સુવિધા આપવામાં આવે છે. 2026માં શીરો બેલેન્સ ખાતુ ખોલાવવું ખૂબ જ સરળ અને ફાયદાકારક બની ગયું છે .સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ તમે મફતમાં ખાતું ખોલાવી શકો છો .અને તમામ બેન્કિંગ સુવિધાઓનો લાભ પણ લઈ શકો છો. આ બ્લોકમાં આપણે જાણીશું કે 2026 માં તમે કેવી રીતે સરળતાથી ઝીરો બેલેન્સ ખાતું ખોલાવી શકો છો.
Table of Contents
🏠📱ઝીરો બેલેન્સ ખાતુ એટલે શું?

ઝીરો બેલેન્સ ખાતુ એટલે એવું ખાતું કે જેમાં તમને બેંકમાં ખાતું ખોલાવવા માટે કે જાળવવા માટે કોઈ ન્યૂનતમ રકમ એટલે કે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર પડતી નથી.
👇આ ખાતું ખાસ કરીને સરકારની યોજના હેઠળ આપવામાં આવે છે.
👉pradhan mantri Jan Dhan Yojana
✅ઝીરો બેલેન્સ ખાતા ના ફાયદા

- કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ ની જરૂર નથી.
- ફ્રી ATM/ ડેબિટ કાર્ડ મળી રહે છે.
- સરકારની સહાય (DBT) સીધી ખાતા માં જમા થઈ જાય છે.
- અકસ્માત વીમા કવચ (₹2 લાખ સુધી ) મળે છે.
- ઓવર ડ્રાફ્ટ સુવિધા (₹10,000 સુધી – શરતો લાગુ )
🗂️📝જીરો બેલેન્સથી ખાતું ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

- આધારકાર્ડ
- પાનકાર્ડ
- મતદાર કાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
⏭️ઝીરો બેલેન્સ થી ખાતું ખોલવાની પ્રક્રિયા
ઝીરો બેલેન્સ થી ખાતું બે રીતે ખોલાવી શકાય છે. એક તો તમે બેંકની શાખા એ જઈને અને બીજી રીતે ઓનલાઇન પણ ખાતું ખોલાવી શકો છો.
🏠1. ઓફલાઇન રીતે

- તમારી નજીકની બેંક શાખા પર જાવ.
- “Jan Dhan Account Opening,” ફોર્મ મેળવો
- ફોર્મમાં તમારી વિગતો ભરો ,જેવી કે નામ ,સરનામું, મોબાઈલ નંબર ,આધાર નંબર વગેરે..
- જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડો
- ફોર્મ સબમીટ કરો
- થોડા જ દિવસમાં તમારું ખાતું એક્ટિવ થઈ જશે
📱2. ઓનલાઈન અરજી

👇2026 ના અપડેટ મુજબ હવે ઘણા બેંકમાં તમે ઘરે બેઠા પણ ખાતું ખોલાવી શકો છો.
- બેંકની ઓફિસિયલ એપ ડાઉનલોડ કરો.જેમ કે SBI માટે YONO…
- “Open Savings account”પસંદ કરો.
- આધારકાર્ડ દ્વારા e-KYC કરો.
- Video KYC પૂર્ણ કરો
- હવે તમારું ખાતું ખુલી જશે.
✅જીરુ બેલેન્સ ખાતું કોણ ખોલાવી શકે ?

- 10 વર્ષ થી વધુ ઉંમરના કોઇપણ ભારતીય
- વિદ્યાર્થીઓ
- ગૃહિણી
- મજૂરવર્ગ
- બેરોજગાર લોકો
⚠️⚠️મહત્વની બાબતો⚠️⚠️

- ખાતુ ખોલાવતી વખતે સાચી માહિતી આપો
- મોબાઈલ નંબર હંમેશા અપડેટ રાખો
- ATM PIN અને OTP કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરો
