You are currently viewing પાક નુકશાન ની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી – ખેડૂત મિત્રો માટે ઉપયોગી || pak Nuksaan Fariyaad || 2025/26
પાક નુકશાન ની જાણકારી કોને કરવી

પાક નુકશાન ની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી – ખેડૂત મિત્રો માટે ઉપયોગી || pak Nuksaan Fariyaad || 2025/26

👉📝આ લેખમાં આપણે પાક નુકસાન ની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે વિશે માહિતી મેળવીશું. ખેડૂતો માટે પાક એટલે જીવિકા હોય છે ,પરંતુ કુદરતી આપત્તિઓ કે અણધારી પરિસ્થિતિમાં પાકને નુકસાન થતું હોય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે સરકાર દ્વારા પાક નુકસાનની વળતર આપવામાં આવે છે.પણ કેટલાક લોકોને ખબર હોતી નથી કે તે માટે ફરિયાદ ક્યાં કરવાની હોય છે.. ફરિયાદ કરવાની યોગ્ય પદ્ધતિ અને સમયસર પગલાં લેવું એ ખૂબ જ જરૂરી છે. પાક નષ્ટ થવો એ માત્ર નાણાકીય નુકસાન નથી ,પણ ખેડૂતોના જીવન પર સીધો અસર કરે છે. સરકાર તરફથી આપવામાં આવતી સહાયનો લાભ લેવા માટે સમયસર ફરિયાદ કરવી જરૂરી છે,તે માટે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને અધિકારીઓ સાથે યોગ્ય સંબંધ રાખવો મહત્વપૂર્ણ હોય છે. તો આ લેખમાં આપણે આવી બધી જ માહિતી મેળવીશું.

1000003430 1
  • ભારે વરસાદ કે પૂર
  • અતિશય તડકો અથવા વરસાદ નો અભાવ દુષ્કાળ
  • પવન, વાવાઝોડું , તોફાન
  • લૂ
  • જીવાત ,અથવા રોગ
  • કોલ્ડ વેવ
  • બરફવર્ષા

👉સરકાર ના વિવિધ સહાયપત્રક જેવા કે SDRF,NDRF,PMFBY – પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવે છે.

  • આધારકાર્ડ
  • 7/12 ઉતારો અને 8 અ ઉતારા
  • બેંક પાસબુક
  • પાક નુકસાન ના ફોટા
  • મોબાઈલ નંબર
  1. તાલુકા કૃષિ કચેરી અરજી કરી શકાય છે.
  2. તમારા ગામના તલાટી કે ગ્રામસેવક ને પાક નુકશાન ની જાણકારી આપો જેથી તે જગ્યાએ આવી inspection કરી જાય.
  3. જિલ્લા ખેતીવાડી કચેરી / ઉપસયુક્ત કૃષિ નિયામક એ પણ અરજીને સ્વીકારવામાં આવે છે
  4. i-khedut પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરવી

1 .તમારી નજીક ના તલાટી, કૃષિ સહાયક કે ગ્રામસેવક ને પાક નુકશાન થવાની જાણ કરો

2. તાલુકા કૃષિ અધિકારી કચેરીમાં અરજી કરો

3. લેખિત માં અરજી કરો.

4. જરુરી ડોક્યુમેન્ટ સાથે જોડો

5. કૃષિ વિભાગના અધિકારીઓ તથા તલાટી તમારા ખેતી ના સ્થળે આવી નિરીક્ષણ કરશે.

6. જો નુકશાની પૂરતી પ્રમાણિત થાય છે તો કચેરી તરફથી નોંધણી થશે અને વળતર માટે નામ મોકલવામાં આવશે .

1000001888
  • વીમા પોલિસી નંબર
  • જમીન ના દસ્તાવેજો
  • પાક નુકસાન ના ફોટા
  • બેંક ની વિગતો
  • પાક નુક્સાન થતા ની તુરંત 24-72 કલાકની અંદર ફરિયાદ કરવી જરૂરી છે
  • મોડી ફરિયાદને કબૂલ કરાશે નહીં
  • ખાસ કરીને ભીમા યોજનાઓમાં સમયનો ખૂબ મહત્વ હોય છે તેથી સમયસર ફરિયાદ કરવી
  • કલેકટર કચેરીમાં અપીલ કરી શકો છો
  • તાલુકા કચેરીના કૃષિ અધિકારી કે મામલતદારને લેખિતમાં ફરીથી અરજી કરો
  • ગામના ખેડૂત મંડળ કે સહકારી મંડળ ની સલાહ અને સહારો લ્યો.
  • RTI (માહિતી નો હક) હેઠળ માહિતી માંગી શકે છો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.