👉📝આ લેખમાં આપણે પાક ધિરાણ વિશે માહિતી મેળવીશું. પાક ધિરાણ એટલે શું ..પાક ધિરાણના લાભો ..પાક ધિરાડ મેળવવા માટે કોણ પાત્ર છે .. પાક ધિરાણ ક્યાંથી મળે છે. પાક ધિરાણમાં કઈ કઈ સ્કીમો ચાલી રહી છે.. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ,જે ખેડૂતો માટે પાક ધિરાગ એ એક મહત્વપૂર્ણ આર્થિક સાધન છે .ખેતી માટે જરૂરી વિવિધ ખર્ચાઓ જેમકે બિયારણનો ખર્ચો , ખાતર , દવા , પાણી , મજૂરીના ખર્ચા વગેરે માટે ખેડૂતને રોકડની જરૂર પડતી હોય છે , આવા સમયે પાક ધિરાણ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ લેખમાં આપણે પાક ધિરાણ વિશે વિગતવાર સમજ મેળવીશું.
Table of Contents
👳☘️પાક ધિરાણ એટલે શું ?
👉પાક ધિરાણ એ ખેતરમાં પાકના વાવેતર માટે આપવામાં આવતી એક અલ્પ મુદતે લોન છે. આ લોન ખેડૂતને ખેતી ના વિવિધ ખર્ચાઓ માટે વિતરણ કરાય છે.સામાન્ય રીતે આ લોન એક કૃષિ સિઝન માટે હોય છે. પાક ધિરાણ પર વ્યાજ દર ઘણો ઓછો હોય છે .અને કેટલાક કેસમાં સરકાર વ્યાજમાં સહાય પણ આપતી હોય છે .લોન ચૂકવવાનો સમય પણ પાક કાપણી પછી રાખવામાં આવતો હોય છે.
👳પાક ધિરાણ ને પાત્ર કોણ ?
- ખેડૂત તરીકે નોંધાયેલ વ્યક્તિ
- જમીન ધરાવનારા અથવા બાટાઈદારો
- સહકારી ખેડૂત જૂથ અથવા ખેડૂત ઉત્પાદન સંગઠન
- ખેડૂત પાસે ખેતી માટે જમીન હોવી જરૂરી છે
☘️🎉પાક ધિરાણ ના ફાયદા
- નીચો વ્યાજ દર…રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા મળતી સહાયથી વ્યાજ દર ઘટાડી શકાય છે.
- સરળ પ્રક્રિયા ખાસ કરીને ગ્રામીણ બેંકો અને સહકારી બેન્કોમાં
- પાક વીમા સાથે જોડાયેલો હોય છે કેટલીક યોજના હેઠળ લોન લેતા પાક વીમા ની કવરેજ પણ મળે છે.
- ઓછા સમય માટે લોન મળે છે 6 થી 12 મહિનાની લોન જે સરળતાથી ચુકવી શકાય છે
- સમયસર લોન્ચ ચૂકવવાથી ફરીવાર લોન મેળવી શકાય છે.
⏭️પાક ધિરાણ ક્યાંથી મળે ?
👇પાક ધિરાણ આપતી સંસ્થાઓ નીચે મુજબ છે:
- સહકારી બેંક : જિલ્લા સહકારી બેંક,PACS
- ગ્રામીણ બેંક (Regional Rural Bank)
- મુલતાની બેન્ક ( SBI,Bank of baroda)
- માઈક્રો ફાઇનાન્સ સંસ્થા અથવા NBFC
☘️👉પાક ધિરાણ કેવી રીતે મેળવવું ?
📝1.અરજી ફોર્મ ભરો: તમારા નજીકની બેંકમાં જઈને નિર્ધારિત ફોર્મ ભરો
📂2.જરૂરી ડોક્યુમેન્ટ જોડો : નીચેના ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડો
- જમીન નો દસ્તાવેજ ( 7/12 ઉતારો
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- ખેડૂતનું પાનકાર્ડ જોવો હોય તો
- બેંકની પાસબુક
🧑🏭3.બેંક દ્વારા તપાસ : બેંક નો અધિકારી જમીન અને પાક નિરીક્ષણ કરે છે
✅4. લૉન ની મંજુરી : અધિકારી દ્વારા તપાસ થયા પછી લોન મંજૂર થાય છે અને રકમ તમારા ખાતામાં જમા થાય છે.
💰5. લોન વાપરવી : માત્ર ખેતી સંબંધિત કામ માટે જ આ લોન નો ઉપયોગ કરવો જરૂરી છે
❇️પાક ધિરાણ ની યોજનાઓ
- કિશાન ક્રેડિટ કાર્ડ (KCC) – સૌથી લોકપ્રિય યોજના જેમાં પાક ધિરાણ સહેલા થી મળી રહે છે.
- પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના :- આ યોજના લોન સાથે પાક વીમા મેળવવા માટે
- નાબાર્ડ દ્વારા સહાય :- સહકારી સંસ્થાઓ અને બેંક સબસીડી પૂરી પાડે છે