You are currently viewing પાક નુકસાન માટે મળતી સહાય 2026 || અરજી કેવી રીતે કરવી?, જરૂરી ડોક્યુમેન્ટ અને સહાય
પાક નુકશાન માટે મળતી સહાય 2026

પાક નુકસાન માટે મળતી સહાય 2026 || અરજી કેવી રીતે કરવી?, જરૂરી ડોક્યુમેન્ટ અને સહાય

👉📝આ લેખમાં આપણે જો તમારો પાક કોઈ કુદરતી આપત્તિના કારણે નુકસાનમાં ગયો હોય તો તે માટે તમારે શું કરવું ? સરકાર કઈ સહાય આપે છે ?તેના માટે કેવી રીતના અરજી કરવાની હોય છે? કેટલી સહાય મળે છે… ખેડૂતો માટે ખેતી એ આવકનું મુખ્ય સાધન છે .પરંતુ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ ,વાવાઝોડું ,ભારે પવન અથવા અન્ય કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થાય, ત્યારે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે .આવા સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂત અને પાક નુકસાન માટે આર્થિક સહાય આપવામાં આવી છે.

પાકનું નુકસાન ખેડૂતો માટે ગંભીર આર્થિક પડકાર છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ખેડૂતોને ફરીથી ખેતી શરૂ કરવામાં મદદરૂપ બને છે. સમયસર નુકસાનની જાણ કરવી, જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને સરકારની સૂચના મુજબ અરજી કરવાથી સહાય મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે .સાથે સાથે પાક વીમો લેવો પણ ભવિષ્યના જોખમ સામે સુરક્ષા આપે છે ..તો આજે આપણે આલેખમાં પાક નુકસાન ની સહાય માટેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

નીચે દર્શાવેલી કુદરતી આફતોને કારણે થયેલા પાકના નુકસાન માટે સહાય મળવાની શક્યતા વધારે રહે છે,

  • અતિવૃષ્ટિ
  • અનાવૃષ્ટિ
  • પુર
  • વાવાઝોડું
  • કરા પડવા
  • ભારે પવન
  • વીજળી પડવી
  • કોઈ પણ કુદરતી આપત્તિ થી પાકનું નુકસાન થયેલું

આ બધા કારણોસર જો પાકનું નુકસાન થયેલું હોય તો સરકાર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ સહાય જાહેર કરવામાં આવે છે.

  • અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ
  • ખેડૂતના નામે જમીન નોંધાયેલી હોવી જોઈએ.અથવા માન્ય ખેતી માટેના પુરાવા હોવા જોઈએ
  • પાક નું કુદરતી આપત્તિના કારણે j નુકશાન થયેલું હોવું જોઈએ.
  • સરકાર દ્વારા કરવામાં આવેલ સર્વે માં પાક નુકશાન નોંધાયેલું હોવું જોઈએ.
  • જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જરૂરી છે,

  • આધારકાર્ડ
  • 8-અ ની નકલ
  • 7/12 ઉતારો
  • બેન્ક પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાક ની વિગતો
  • ખેતીના પુરાવા
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય માંગવામાં આવતા ડોક્યુમેન્ટ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના મુજબ અરજી કરવાની રહેશે,

સરકાર ઓનલાઇન અરજી શરૂ કરે તો ખેડૂત સંબંધિત પોર્ટલ અથવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે,

  • ગ્રામ સેવક નો સંપર્ક કરો
  • તાલુકા કૃષિ કચેરી નો સંપર્ક કરો
  • મામલતદાર કચેરીમાં માહિતી મેળવો
  • જરૂરી ફોર્મ ભરી દસ્તાવેજો જમા કરાવો
  • અરજીની રસીદ સાચવીને રાખો
  • મોબાઈલ નંબર ચાલુ રાખો
  • ગ્રામ પંચાયત અથવા કૃષિ વિભાગની સૂચનાઓ પર ધ્યાન આપો
  • બેંક ખાતુ આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ
  • સર્વે માટે અધિકારીઓ આવે ત્યારે જરૂરી માહિતી સાચી આપો
  • પાક નુકસાનનું પ્રમાણ
  • પાક નો પ્રકાર
  • અસરગ્રસ્ત વિસ્તાર
  • સરકારના નિયમો
  • SDRF/NDRF ના ધોરણ
  • રાજ્ય સરકારના નિર્ણય મુજબ નક્કી કરવામાં આવે છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.