👉📝આ લેખમાં આપણે લગ્ન પ્રમાણપત્ર ( marriage certificate)કેવી રીતે કઢાવવું ?..લગ્ન પ્રમાણપત્ર માટે ક્યાં અરજી કરવાની હોય છે?.. તે માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે?.. ક્યાં ફોર્મ ભરવામાં આવે છે?.. તે વિશે જાણકારી મેળવીશું. લગ્ન પ્રમાણપત્ર એ એક સત્તાવાર દસ્તાવેજ છે ,જે પતિ – પત્ની તરીકેના કાનૂની સંબંધની માન્યતા આપે છે. આજકાલ પાસપોર્ટ, વીજા ,બેન્ક કામ ,સરકારી યોજનાઓ વગેરે માટે આ ખૂબ જ જરૂરી બન્યો છે .લગ્ન પ્રમાણપત્ર કઢાવવું આજના સમયમાં ખૂબ જ જરૂરી છે .યોગ્ય ડોક્યુમેન્ટ અને યોગ્ય પ્રોસેસને અનુસરીને તમે સરળતાથી 7 થી 15 દિવસમાં જ તમારું મેરેજ સર્ટિફિકેટ મેળવી શકો છો. આલેખમાં આપણે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે લગ્ન પ્રમાણપત્ર (marriage certificate)કેવી રીતે કઢાવી શકીએ તે વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
Table of Contents
📝લગ્ન પ્રમાણપત્ર(marriage certificate)એટલે શું?
લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ સરકાર દ્વારા આપવામાં આવતું કાનૂની પુરાવો છે , કે બે વ્યક્તિઓના લગ્ન કાયદેસર રીતે થયેલા છે.
✅લગ્ન પ્રમાણપત્ર (Marriage certificate)માટે અરજી ક્યાં કરવી?
ગુજરાતમાં લગ્ન નોંધણી માટે નીચેના સ્થળે અરજી કરી શકાય છે,
- ગ્રામ પંચાયત(ગ્રામ્ય વિસ્તાર માટે)
- મ્યુનિસિપાલટી અથવા નગરપાલિકા (શહેર માટે)
- તાલુકા કચેરી અથવા જિલ્લા રજીસ્ટર ઓફિસ
🗂️🗂️લગ્ન પ્રમાણપત્રMarriage certificate)કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
👳🧕1.પતિ અને પત્ની માટે
- આધારકાર્ડ
- જન્મનો પુરાવો(જન્મ પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ)
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- સરનામાના પુરાવા માટે રેશનકાર્ડ અથવા વીજળીબિલ
✅2.લગ્ન પુરાવા
- લગ્ન ના ફોટા
- લગ્નનું કાર્ડ (Invitation card)
👭3.સાક્ષીઓ
- ઓછામાં ઓછા બે સાક્ષી જરૂરી છે
- સાક્ષીના આધારકાર્ડ અને ફોટો
📝🗂️લગ્ન પ્રમાણપત્ર (marriage certificate)માટે અરજી કરવાની પ્રોસેસ
✅1. અરજી ફોર્મ મેળવો
- સ્થાનિક કચેરી જઈ અરજી ફોર્મ મેળવો.
- ઓનલાઇન રાજ્યની સત્તાવાર વેબસાઈટ પરથી પણ મેળવી શકો
✅2. ફોર્મ ભરો
- પતિ – પત્ની નું નામ સરનામું જન્મ તારીખ વ્યવસ્થિત ભરો
- લગ્ન ની તારીખ ,સ્થળ જેવી વિગતો ભરો
✅3. ડોક્યુમેન્ટ જોડો
ઉપર દર્શાવેલા બધા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
✅4. ફી ભરો
સામાન્ય રીતે રૂપિયા 50 થી 200 ( સ્થળ મુજબ બદલાઈ શકે છે )
✅5. વેરિફિકેશન
- ઓફિસ દ્વારા દસ્તાવેજોની ચકાસણી થશે.
- પતિ – પત્ની બંનેની હાજર રહેવું પડે છે.
✅6. પ્રમાણપત્ર મેળવો
તમને 7 થી 15 દિવસમાં જ લગ્ન પ્રમાણપત્ર મળી જાય છે.
❇️લગ્ન પ્રમાણપત્ર (marriage certificate)માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- રાજ્યની e-Nagar અથવા Digital Gujrat portal પર જાવ.
- “Marriage Registration” પસંદ કરો.
- આપેલું ફોર્મ સાચી રીતે વ્યવસ્થિત ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ઓનલાઇન ભરો
- acknowledgments download કરો.
🛑📌મહત્વની બાબતો🛑📌
👉લગ્ન પછી 30 દિવસની અંદર નોંધણી કરાવી સારી રહેશે.
👉થોડું મોડું થાય તો લેટ ફી લાગુ પડી શકે છે.
👉લગ્ન પ્રમાણપત્ર થ કાનૂની સુરક્ષા મળી રહે છે.
👉પાસપોર્ટ કે વિઝા માટે જરૂરી છે
👉સરકારી યોજનાઓનું લાભ લેવા માટે પણ ઉપયોગી થાય છે
⚠️⚠️ધ્યાનમાં રાખવાની બાબતો ;⚠️⚠️
✅તમે અપલોડ કરેલા બધા જ ડોક્યુમેન્ટ સાચા અને અપડેટ હોવા જરૂરી છે.
✅નામ અને જન્મ તારીખ એક સરખી બધા જ ડોક્યુમેન્ટમાં હોવી જરૂરી છે.
✅ફરજિયાત બે સાક્ષી જરૂરી છે