You are currently viewing નોન – ક્રિમિલેયર કઢાવવા માટે જરૂરી પ્રોસેસ 2026 || જરૂરી ડોક્યુમેન્ટ અને તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન 2026

નોન – ક્રિમિલેયર કઢાવવા માટે જરૂરી પ્રોસેસ 2026 || જરૂરી ડોક્યુમેન્ટ અને તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન 2026

👉📝આ લેખ માં આપણે વિશે માહિતી મેળવીશું. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે શું..તેની ક્યાં જરૂર પડે છે..તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે કયા અરજી કરાવાની હોય છે .કેવી રીતે ઓનલાઇન અને ઓફલાઈન કાઢવી શકાય છે.નોન ક્રિમિલિયર માટેનું ફોર્મ એવી રીતે ભરવું.. નોન ક્રિમિલિયર એ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે.ભારત માં અનામત પ્રણાલી સમાજના પછાત વર્ગોને આગળ લાવવા માટે બનાવવા માં આવી છે .તેમાં ખાસ કરીને OBC (Other Backward class) માટે નોન ક્રિમિલિયર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

👉નોન ક્રિમિલેયર નો કન્સેપ્ટ એ સુનિશ્ચિત કરે છે કે અનામત નો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે .જો તમે OBC કેટેગરી માં આવો છો તો નોન – Creamy layer Certificate બનાવવું ખૂબ જ જરૂરી છે,ખાસ કરીને નોકરી અને અભ્યાસ માટે જરૂરી છે.

1000177913

નોન ક્રિમિલિયર એટલે OBC વર્ગના તે લોકો જે આર્થિક રીતે નબળા હોય છે અને સરકાર દ્વારા નક્કી કરેલા આવક મર્યાદામાં આવે છે.

1000177914

✅પરિવારની આવક ₹8,00,000 થી ઓછી હોય -Non Creamy layer

✅પરિવારને આવક રૂપિયા 8 લાખથી વધુ હોય – Creamy layer ( તેને લાભ મળતા નથી)

આ સર્ટિફિકેટ વગર OBC અનામતનો લાભ મળી શકતો નથી..

👇તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે જેમ કે,

  • સરકારી ભરતી (Tet , GPSC , SSC )
  • કોલેજ એડમિશન માટે
  • સ્કોલરશીપ માટે
1000177915
  • આધાર કાર્ડ
  • જાતિ નો દાખલો
  • આવકનો દાખલો
  • રેશનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • પિતા કે પરિવારની આવક ન વિગતો
1000177916

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બે રીતે કઢાવી શકાય છે.

  1. ઓનલાઇન અરજી કરીને
  2. ઓફલાઈન અરજી કરીને
1000177917

ગુજરાત માં તમે Digital Gujrat portal દ્વારા સરળતાથી અરજી કરી શકો છો.

  1. વેબસાઈટ ખોલો.
  2. લોગીન કે રજીસ્ટ્રેશન કરો.
  3. Non – Creamy layer Certificate સેવા પસંદ કરો.
  4. આપેલા ફોર્મમાં વિગતો ભરો
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. ફોર્મ સબમીટ કરો
1000177918
  • તમારી નજીકના મામલતદાર ઓફિસ કે તાલુકા કચેરીએ જાઓ
  • અધિકારી પાસેથી અરજી ફોર્મ મેળવો
  • ફોર્મમાં આપેલી માહિતી વ્યવસ્થિત ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો
  • ફોર્મ ઓફિસમાં સબમીટ કરો

👉તમારી અરજી સબમીટ કર્યા પછી અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી થાય છે.

👉જરૂર પડે તો ઘર સુધી તપાસ પણ થઈ શકે છે.

👉બધી જ વિગતો સાચી હોય તો અરજી મંજૂર થાય છે.

1000177920

✅સામાન્ય રીતે સાત થ 15 દિવસમાં સર્ટિફિકેટ મળી જાય છે.

✅જો તમે ઓનલાઈન અરજી કરો તો ડાઉનલોડ પણ કરી શકો છો.

✅જો તમારા ડોક્યુમેન્ટમાં ભૂલ હોય કે કોઈ ખોટી માહિતી ભરવામાં આવી હોય તો વધારે સમય પણ લાગી શકે છે.

1000177921
  • આવક મર્યાદા હજુ પણ રૂપિયા 8 લાખ છે કોઈ વધારો થયો નથી.
  • માત્ર આવક જ નહીં પણ સામાજિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવાય છે.
  • ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ થઈ શકે છે.
  • કાસ્ટ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે
  • સર્ટિફિકેટ ની માન્યતા લગભગ ત્રણ વર્ષ સુધીની છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.