👉📝આજે આપણે આ લેખમાં ગોલ્ડ લોન એટલે શું ?..ગોલ્ડ લોન કેવી રીતે લેવામાં આવે છે?.. તેના માટે કોણ યોગ્ય હોય છે. ગોલ્ડ લોન ક્યાંથી મળી શકે છે ?આજના સમયમાં તાત્કાલિક પૈસાની જરૂર પડે ત્યારે ગોલ્ડ લોન એક સરળ અને ઝડપી વિકલ્પ છે .ભારતમાં ઘણા લોકો પોતાના સોનાને ગીરવે રાખીને લોન લેતા હોય છે .ગોલ્ડ લોન એક સરળ, ઝડપી અને સુરક્ષિત વિકલ્પ છે .પણ સમયસર ચુકવણી ન થાય તો સોનુ ગુમાવવાનું જોખમ પણ રહે છે .તેથી લોન લેતા પહેલા તમારા રી પેમેન્ટ પ્લાન તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે આ લેખમાં ગોલ્ડ લોન એ શું છે? કેવી રીતે લેવામાં આવે છે ?તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે ?અને ગોલ્ડ લોન લેવાના ફાયદા અને નુકસાન કયા કયા છે ?તે વિશે સંપૂર્ણ માહિતી અહીં મેળવીશું.
Table of Contents
🪙Gold Loan શું છે?
👉Gold Loan એટલે તમે તમારા સોનાના આભૂષણ અથવા સિક્કા બેંક અથવા ફાયનાન્સ કંપની પાસે મૂકીને પૈસા મેળવી શકો છો.
સામાન્ય રીતે લોન રકમ સોનાના મૂલ્યના 70% થી 90% સુધી મળી શકે છે.
🪙📂Gold Loan મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- રહેઠાણ નો પુરાવો
- ઘણા કેસમાં ઇન્કમ પ્રુફ જરૂરી નથી,
🪙👉Gold Loan ક્યાંથી લઈ શકાય?
👇તમે નીચેની જગ્યાએથી ગોલ્ડ લોન લઈ શકો છોજેમ કે ;
- બેંક ( જેવી કે , State Bank of India, HDFC Bank )
- NBFC કંપની( જેવી કે Muthoot Finance , Manappuram finance)
🪙⏭️Gold Loan લેવા માટેની પ્રોસેસ
1). Gold ની તપાસ
બેંક અથવા કંપની તમારો સોનુ ચકાસ છે ,
- ગોલ્ડ ની શુદ્ધતા
- ગોલ્ડનું વજન
2). લોન રકમ નક્કી થાય
સોનાની કિંમત મુજબ તમને લોન ઓફર કરવામાં આવે છે
3). ડોક્યુમેન્ટ સબમિટ કરવા
જરૂરી KYC ડોક્યુમેન્ટ આપવાના હોય છે
4). લોન મંજૂર થાય છે
બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 30 મિનિટથી બે કલાકમાં જ તમારી લોન મંજૂર થઈ જાય છે.
🪙✅Gold Loan નો વ્યાજદર
ગોલ્ડ લોન પર વ્યાજ દર સામાન્ય રીતે :
7% થી 15% (બેંક અને કંપની મુજબ બદલાય છે)
🪙✅Gold Loan લેવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- સમયસર EMI અથવા વ્યાજ ભરવું જરૂરી છે
- લોન લેતા પહેલા વ્યાજ દર સરખાવો
- વિશ્વસનીય બેંક કે કંપની પસંદ કરો
- Terms and conditions વાંચો
🪙✅ગોલ્ડ લોન કોના માટે યોગ્ય છે ?
- તાત્કાલિક પૈસાની જરૂર હોય
- બિઝનેસ માટે ફંડ જોઈતો હોય
- Emergency ખર્ચ માટે જેમ કે મેડિકલ એજ્યુકેશન..
🪙✅Gold Loan ના ફાયદા
- થોડી જ મિનિટમાં લોન મળી જાય છે.
- ઓછા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે
- પર્સનલ લોન કરતાં ઓછો વ્યાજ દર
- કોઈ CIBIL SCORE ની જરૂર પડતી નથી
- લોન અમાઉન્ટ વધુ મળે છે (સોનાના મૂલ્યા પર આધારિત હોય છે)
🪙❌Gold Loan ના નુકસાન
- જો લોન પરત ના કરતો સોનુ ગુમાવવાનું જોખમ રહે છે
- સમયસર ચુકવણી ન કરો તો વ્યાજ વધતું રહે છે
- સોનાની કિંમત થી લોન અમાઉન્ટ ઉપર અસર પડે છે
- વધારાના ચાર્જીસ પણ લાગી શકે છે