👉📝 આ લેખમાં આપણે SBI બેન્ક માં મુદ્રા લોન માટે કેવી રીતે એપ્લાય કરવું. તે વિશે માહિતી મેળવીશું .ભારત સરકાર દ્વારા નાના વ્યવસાય , સ્ટાર્ટઅપ અને સ્વરોજગારીને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં થી પણ સહેલાઈથી મુદ્રા લોન મેળવી શકાય છે .sbi બેન્કમાંથી મુદ્રા લોન મેળવવાની પ્રક્રિયા સરળ છે .યોગ્ય દસ્તાવેજો સાથે એપ્લાય કરવાથી નાના વેપારીઓ , સ્ટાર્ટઅપ અથવા સ્વરોજગાર વ્યક્તિઓ સરળતાથી નાણાકીય મદદ મેળવી શકે છે. આ લોનથી તમે તમારો બિઝનેસ વધારી શકો છો .અને આત્મરિ પર બની શકો છો. તો એસબીઆઇ બેન્કમાં મુદ્રા લોન કેવી રીતે લેવી તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Table of Contents
SBI બેંક માં મુદ્રા લોન ની યોગ્યતા
- વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ.
- નાના વ્યવસાય ઉદ્યોગ દુકાન અથવા સર્વિસ આધારિત બિઝનેસ ચલાવતા
- કૃષિ સાથે સંકળાયેલા કેટલાક પ્રવૃત્તિઓ માટે પણ લોન મળી શકે છે
- લોન માટે કોઈ વસ્તુ ગીરવે લેવાની જરૂર નથી
મુદ્રા લોન ના પ્રકારો
SBI માં પણ કેન્દ્ર સરકાર મુજબ ત્રણ પ્રકારની મુદ્રા લોન આપવામાં આવે છે.
- શિશુ લોન -₹50,000 સુધી
- કિશોર લોન -₹50,001 થી ₹5 લાખ સુધી
- તરુણ લોન – ₹5 લાખ થી ₹10 લાખ સુધી
SBI બેંક માં મુદ્રા લોન લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- ઓળખના પુરાવા તરીકે – આધારકાર્ડ , પાનકાર્ડ , રેશનકાર્ડ , ડ્રાઇવિંગ લાઇસન્સ ….
- રહેઠાણ ના પુરાવા માટે – લાઇટ બિલ , પાણી બિલ, રેશનકાર્ડ, ભાડા કરાર….
- બિઝનેસ ના પુરાવા તરીકે – વ્યવસાય લાઇસન્સ , GST રજીસ્ટ્રેશન..
- છેલ્લા છ મહિના સુધીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- લોન ઉપયોગ માટેનું પ્રોજેક્ટ રિપોર્ટ ખાસ કરીને કિશોર અને તરુણ કેટેગરીમાં
SBI બેંક માં મુદ્રા લોનથી કોને લાભ મળશે ?

- નાના વેપારીઓ જેવા કે કિરાણા ની દુકાન કપડાની દુકાન રેસ્ટોરન્ટ વર્કશોપ વગેરે
- સ્વરોજગારી જેવા કે ટેક્સી ઓટો ડ્રાઇવર મશીન ઓપરેટર ટ્રેડર્સ
- મેન્યુફેક્ચરિંગ યુનિટ , હેન્ડીક્રાફ્ટ , કુટીર ઉદ્યોગ..
- સર્વિસ સેક્ટર ( બ્યુટી પાર્લર , મેડિકલ સ્ટોર , મોબાઈલ રીપેરીંગ શોપ વગેરે)
- કૃષિ આધારિત પ્રવૃત્તિઓ જેવી કે ડેરી પોલટરી માછીમાર વગેરે
SBI માં મુદ્રા લોન ની વિશેષતા
1. કોઈ વસ્તુ ગીરવે રાખવાની જરૂર નથી
- આ લોન સંપૂર્ણ પણે unsecured લોન છે , એટલે તમારે મિલ્કત કે સોનુ રાખવાની જરૂર નથી.
2. આકર્ષક ચુકવણીનો સમયગાળો
SBI બેંક સામાન્ય રીતે 3 થી 5 વર્ષ ચૂકવણી નો સમય આપે છે.
3 સરકારી ગેરંટી
લોન પર ક્રેડિટ ગેરેન્ટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ તરફથી સુરક્ષા આપવામાં આવે છે
4. સ્ત્રી ઉદ્યોગ સાહસિકો અને ખાસ પ્રોત્સાહન
મહિલા બિઝનેસ માલિકોને વ્યાજમાં છૂટ અથવા તો સરળ મંજૂરી મળી શકે છે
5 . ડિજિટલ એપ્લિકેશનની સુવિધા
તમે SBI બેંક ની વેબસાઇટ Udyamimitra portal દ્વારા પણ ઓનલાઇન એપ્લાય કરી શકો છો.
SBI બેંક માં મુદ્રા લોન લેવા માટેની પ્રોસેસ
SBI બેંક માં મુદ્રા લોન લેવા માટે બે રીતે એપ્લાય કરી શકાય છે
- ઓનલાઇન એપ્લાય
- ઓફલાઇન એપ્લાય
1 ઓનલાઇન એપ્લાય

- Sbi ની ઓફિશિયલ વેબસાઈટ અથવા https://udyamimitra.in/પર જાઓ.
- PMMY – Pradhanmantri mudra yojna વિભાગ પસંદ કરો.
- તમારી બિઝનેસ કેટેગરી અને લોન પ્રકાશ શિશુ કિશોર કે તરુણ પસંદ કરો
- ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
- રેફરન્સ નંબર મેળવો અને બેંક શાખા સાથે સંપર્ક કરો
- લોન મંજૂર થયા પછી રકમ સિદ્ધિ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થશે
2. ઓફલાઈન એપ્લાય

- નજીકની એસબીઆઇ શાખા પર જાવ ,
- મુદ્રા લોન માટે નું એપ્લિકેશન ફોર્મ મેળવો
- તે ફોર્મ માં નામ સરનામું બિઝનેસ ની માહિતી અને જરૂરી વિગત સચોટ રીતે ભરો
- ઉપર મુજબ જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ સાથે સબમિટ કરો
- બેંક તમારી માહિતી ચેક કરશે અને બિઝનેસ પ્રોફાઈલ સમીક્ષા કરશે
- તમામ માહિતી ચેક કર્યા પછી બેંક તમારી લોન અમાઉન્ટ નક્કી કરશે.
- ત્યાર પછી લોનની રકમ સિદ્ધિ તમારા sbi એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
SBI બેંક પર વ્યાજદર અને ચાર્જિસ
વ્યાજદર : સામાન્ય રીતે 9% થી 12% હોય છે પરંતુ ,બેંકની નીતિ અને લોન રકમ મુજબ અલગ હોઈ શકે.
પ્રોસેસીંગ ફી : શિશુ લોન પર નથી પરંતુ કિશોર અને તરુણ લોન પર થોડો નાનો ચાર્જ હોઈ શકે છે.
અન્ય ચાર્જીસ : દસ્તાવેજ ચાર્જીસ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોઈ શકે છે.
SBI મુદ્રા લોન ના ફાયદા
- સરળ પ્રક્રિયા અને ઓછો દસ્તાવેજો
- નાના ઉદ્યોગોને નાણાકીય સહાય મળી રહે
- સમયસર ચુકવણીથી સિવિલ સ્કોર સુધરે છે
- મહિલા અને નવી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે.
- નવો વ્યવસાય શરૂ કરનારા માટે આદર્શ યોજના
SBI બેંક માં મુદ્રા લોન ના ગેરફાયદા
- મોટા બિઝનેસ કે કોર્પોરેટ કંપનીઓ માટે ઉપલબ્ધ નથી
- ક્યારેક ડોક્યુમેન્ટ ચેકિંગમાં વિલંબ થઈ શકે છે
- બિઝનેસ પ્રોજેક્ટ પ્લાન નબળું હોય તો લોન નકારી શકે છે
