👉📝આજે આ લેખમાં આપણે બેંક ખાતામાં માઇનસ બેલેન્સ હોય તો શું કરવું ?અત્યારે આ સમયમાં મોટાભાગના લોકો પાસે બચત ખાતું અથવા ચલણ ખાતું હોય છે .ઘણી વખત એવું બને છે કે, ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ કરતા વધુ ટ્રાન્ઝેક્શન થવાથી ખાતામાં માઇનસ બેલેન્સ આવી જાય છે .એટલે કે ખાતામાં કોઈ રકમ રહેતી નથી .છતાં અન્ય ચાર્જ થી એકાઉન્ટ નેગેટિવમાં ફેરવાઈ જાય છે, માઇનસ બેલેન્સ સામાન્ય રીતે અવગણનાથી થતું પરિણામ છે. જો તમે થોડીક જાગૃતિ રાખો તો, તમે આવી પરિસ્થિતિથી બચી શકો છો. તમારું ખાતું નિયમિત રીતે ચેક કરો અને ખાતામાં હંમેશા જરૂરી બેલેન્સ રાખો. જો માઇનસ બેલેન્સ થઈ જતું હોય તો તરત જ જરૂરી પગલાં લ્યો. જેથી વધુ આર્થિક નુકસાન ન થાય. તો આપણે આ લેખમાં તેના વિશે વિગતવાર માહિતી જોઈએ, કે બેંક ખાતામાં માઇનસ બેલેન્સ થાય ત્યારે શું થાય છે ,કઈ કઈ અસર થાય છે ?એટલું વ્યાજ લાગે છે? કાયદાકીય અસર શું થઈ શકે છે ?અને ભવિષ્યમાં તેની માટે કઈ પૂરી તૈયારી રાખવી જોઈએ? તે સંપૂર્ણ માહિતી આ લેખમાં જોઈશું.
Table of Contents
માઇનસ બેલેન્સ એટલે શું?
જ્યાંરે તમારા ખાતા માં રકમ શૂન્ય અથવા તેના થી પણ ઓછી હોય ત્યારે તેને Negative balance કે માઇનસ બેલેન્સ કહેવામાં આવે છે.
માઇનસ બેલેન્સ થવાના કરણો
બેંક ખાતામાં માઇનસ બેલેન્સ થવાના ઘણા બધા કારણો હોય છે તેમાંના નીચે મુજબના મુખ્યત્વે કારણો હોઈ શકે છે .
1. ઓવરડ્રાફટ સુવિદ્યા
જો તમે ઓવરડ્રાફ્ટ ફેસીલીટી માટે અપ્રુવ આપેલું હોય તો ,બેંક કેટલીક હદ સુધી તમારું ખાતું શુન્ય હોવા છતાં એટલે કે થોડી પણ રકમ ન હોય છતાં પણ તે પૈસા વાપરવા દે છે.
2. ઓટો ડેબિટ / EMI
જ્યારે તમે કોઈ લોન માટેનું EMI, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કે સબસ્ક્રીપ્શન માટે ઓટો ડેબિટ રાખેલું હોય ,અને ખાતામાં પૂરતી રકમ ન હોય તો પણ બેંક ખાતામાં માઇનસ બેલેન્સ થઈ જાય છે.
3.બેંક ચાર્જ
જ્યારે તમારું બેંકનું ખાતું મિનિમમ બેલેન્સ કરતા પણ ઓછી રકમ પર ચાલતું હોય ,ત્યારે બેંક તમારી પાસેથી અમુક પ્રકારનો દંડ લે છે. જેને કારણે તમારું ખાતું માઇનસ બેલેન્સ માં જતું રહે છે.
4.ATM / POS ની ભૂલ
ક્યારેક તમારું ATM ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે ,છતાં પણ રકમ ડેબિટ થાય છે. અને ત્યાર પછી રિવર્સ ન થાય ,તો પણ બેંક ખાતામાં માઇનસ બેલેન્સ થઈ જાય છે.
બેંક ખાતા માં માઇનસ બેલેન્સ હોય તો શું કરવું?
1.તરત બેંક ખાતું ચેક કરો .
તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસો કે કઈ રીતે માઇનસ બેલેન્સ થયું છે. બેંકનું ચાર્જ લાગ્યો છે કે, બીજું કોઈ કારણ છે. કયા કારણ સર તમારું બેલેન્સ માઇનસમાં જતું રહ્યું છે ,તે જરૂરથી ચકાસવું.
2.બેંક સાથે સંપર્ક કરો
જ્યારે તમને ખબર પડે કે તમારું બેંક ખાતુ માઇનસ બેલેન્સમાં જતું રહ્યું છે.તો તરત તમારા નજીકની બેંકની શાખા એ જાવ. જયાં તમારું ખાતું હોય, અથવા તો કસ્ટમર કેર પર સંપર્ક કરો. ક્યારેક એવું પણ બની શકે છે ,કે ટ્રાન્જેક્શનની ભૂલને કારણે નેગેટિવ બેલેન્સ થઈ જાય છે, જે સુધારી પણ શકાય છે.
3.બાકી રકમ તરત જ ભરો
જ્યારે તમારું ખાતું માઇનસ બેલેન્સ માં હોય ,ત્યારે તે રકમ વહેલી તકે ચૂકવી દયો,જેથી વધારે પેનલ્ટી લાગે નહી.
4. ઓવરડ્રાફટ સુવિદ્યા હોય તો સાવચેતી થી વાપરો
જો ઓવરડ્રાફટ સુવિદ્યા તમારા ખાતા જોડે લિંક હોય તો,તેનું વ્યાજદર , રિપમેન્ટ નિયમ વગેરે સમજવો ખુબ જ જરૂરી છે.
5.નિયમિત રીતે ખાતું ચેક કરો.
તમારું ખાતું મોબાઇલ એપ,SMS અને E MAIL એલર્ટ ચાલુ રાખો,જેથી દરેક ટ્રાન્જેક્શન ની ખબર પડે.અને બેંક ખાતા ની બધી જ જાણકારી સરળતાથી મળતી રહે.
બેંક ખાતામાં માઇનસ બેલેન્સ ની અસર
- તમારા સિવિલ સ્કોર પર નકારાત્મક અસર પડી શકે છે ,જો લોન અથવા ઓવરડ્રાફ્ટ ડિફોલ્ટ થયો હોય તો
- જો લાંબા સમય સુધી તે રકમ બાકી રહી જાય તો તમારો એકાઉન્ટ ફ્રીજ પણ થઈ શકે છે.
- તમારે અન્ય બેન્કિંગ સર્વિસ જેવી કે લોન , ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
- મોટી બાકી રકમ હોય અને જો ગ્રાહક OD અથવા લોન સમજૂતી મુજબ ચૂકવે નહીં તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
- બચત ખાતા માટે સામાન્ય રીતે મોટી કાયદાકીય કાર્યવાહી નહીં થાય પણ કરંટ એકાઉન્ટ માટે જોખમ વધુ હોય છે.
- બે થી વધારે વાર નેગેટિવ બેલેન્સ હોય તો બેંક નોટિસ આપી શકે છે
બેંક ખાતામાં માઇનસ બેલેન્સ થવાથી કેવી રીતે બચી શકાય
- ઓટો ડેબિટ સેટ કરતા પહેલા ખાતામાં પૂરતી રકમ હોય તે ખાતરી કરો
- નોન મેન્ટેનન્સ ચાર્ટ થી બચવા માટે જો ખાતું ઉપયોગમાં ન હોય તો તે ખાતાને બંધ કરાવી દેવું વધારે સરળ છે
- ઓવરડ્રાફ્ટ લેતી વખતે વ્યાજ દર અને રી પેમેન્ટ શરતો સારી રીતે સમજો
- મિનિમમ બેલેન્સ જાળવો
- નિયમિત રીતે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરો
- જરૂર હોય તો ઓવરડ્રાફ્ટ માટે લેખિત મંજૂરી લો