You are currently viewing PM-Kisan e-KYC કેવી રીતે કરવું?2026 માં ઘરે બેઠા મોબાઇલ થી e-KYC કરવાની પ્રોસેસ
PM -Kishan માં e-KYC કેવી રીતે કરવું

PM-Kisan e-KYC કેવી રીતે કરવું?2026 માં ઘરે બેઠા મોબાઇલ થી e-KYC કરવાની પ્રોસેસ

👉📝આ લેખમાં આપણે PM kishan માં e-KYC કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ( PM -Kisan yojana) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો તમે PM kishan યોજનાના લાભાર્થી છો તો, e -KYC કરાવવું ફરજીયાત છે,E-KYC પૂર્ણ ન હોય તો તમારો આગામી હપ્તો અટકી શકે છે. PM kishan યોજનાનો લાભ સતત મેળવવા માટે e-KYC સમયસર પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે. જો આધાર સાથે મોબાઈલ નંબર જોડાયેલ હોય તો તમે થોડીક મિનિટોમાં જ ઘરે બેઠા E-KYC પૂર્ણ કરી શકો છો. જો કોઈ મુશ્કેલી આવે તો નજીકની CSC કેન્દ્ર ની મદદ લઈ શકાય છે.આ લેખમાં આપણે PM -Kisan e-KYC શું છે?, કેમ જરૂરી છે, મોબાઈલ થી કેવી રીતે કરવું, જરૂરી ડોક્યુમેન્ટ અને મહત્વની બાબતો વિશે માહિતી મેળવીશું.

e-KYC (Electronic know your Customer) એ લાભાર્થીની ઓળખની ઓનલાઈન તપાસણી કરવાની પ્રક્રિયા છે. તેમાં આધાર નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર દ્વારા OTP વેરીફાઈ કરવામાં આવે છે.E-KYC પૂર્ણ થયા પછી સરકાર ખાતરી કરી છે કે યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિને જ મળી રહ્યો છે?

  • યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ફરજિયાત છે
  • આગામી હપ્તો મેળવવા માટે જરૂરી છે.
  • ખોટા લાભાર્થીઓને દૂર કરવા માટે
  • આધાર અને બેંકની વિગતો ચકાસવા માટે
  • DBT દ્વારા સહાય સિદ્ધિ ખાતામાં જમા થાય તેની ખાતરી માટે
  • આધારકાર્ડ
  • આધાર સાથે લિંક થયેલો mobile number
  • PM -Kishan રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર
  • ઇન્ટરનેટ સાથેન મોબાઇલ
  1. PM -Kishan ને અધિકૃત વેબસાઈટ ખોલો.
  2. હોમપેજ પર e -KYC વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારો આધાર નંબર દાખલ કરો
  4. Search અથવા Get OTP પર ક્લિક કરો
  5. આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર આવેલા OTP દાખલ કરો.
  6. OTP સબમિટ કરો
  7. જો તમામ માહિતી સાચી હોય તો e-KYC successfully completed નો MSG આવશે.

જો આધાર સાથે મોબાઈલ નંબર લીંક નથી તો નજીકના CSC કેન્દ્ર અથવા આધાર સેવા કેન્દ્ર માં જઈને બાયોમેટ્રિક E-KYC કરાવી શકાય છે.

  1. PM -Kishan પોર્ટલ ખોલો.
  2. Beneficiary Status પર ક્લિક કરો.
  3. આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  4. OTP verification કરો
  5. તમારા e-KYC અને હપ્તાની સ્થિતિ જોઈ શકો છો.

OTP મળતો નથી

  • મોબાઈલ નેટવર્ક તપાસો
  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાચો છે તેની ખાતરી કરો.

આધાર વિગતો સરખી નથી

આધાર માં નામ અને PM -Kishan માં નામ સરખું હોવું જોઈએ.

e-KYC failed

  • થોડા સમય પછી ફરી પ્રયાસ કરો
  • જરૂર પડે તો સીએસસી કેન્દ્રની મુલાકાત લ્યો.
  • દર વર્ષ ₹ 6000 ની સહાય
  • ત્રણ સમાન હપ્તામાં ચૂકવણી
  • DBT દ્વારા સીધી બેંક ખાતામાં જમા
  • નાના ખેડૂતોને આર્થિક સહાય
  • સંપૂર્ણ પારદર્શક અને ડિજિટલ પ્રક્રિયા
  • હંમેશા અધિકૃત PM -Kishan પોર્ટલ ન જ ઉપયોગ કરો.
  • OTP કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો.
  • આધાર અને બેંક વિગતો અપડેટ રાખો.
  • E-KYC પૂર્ણ થયા પછી Beneficiary Status જરૂર ચેક કરો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.