👉📝આ લેખમાં આપણે જાણીશું કે ગુજરાત માં સરકારે 80% સુધી સ્ટેમ્પ ડ્યુટી પર છુટ આપવામાં આવેલી છે. શું છે છૂટ ? ક્યાં પ્રકારની મિલ્કત માટે લાગુ પડે છે. ..તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે..તેના થી શું ફાયદો થાય છે.. આનો લાભ લેવા માટે કઈ કઈં બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે.. ગુજરાત સરકાર એ પ્રોપર્ટી ટ્રાન્સફર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. જેમાં જમીન ખરીદવી વગર પણ મિલ્કત નું ટ્રાન્સફર કરવા માટે 80% સુધી સ્ટેમ્પ ડ્યુટી માં છૂટ મળશે.આ પગલું ખાસ કરીને એવા લોકોને રાહત આપશે જેમણે છેલ્લા કેટલાક વર્ષોથી ફક્ત એલાયમેન્ટ લેટર,શેર સર્ટીફીકેટ,કે સોસાયટી પાત્રોના આધાર પર ઘરો ખરીદ્યા છે ..પણ જમીન માલીકી ની સાચી નોંધણી હજુ કરવી નથી. આ બધી જ માહિતી આજે આપણે જાણીએ..

Table of Contents
✅આ 80% છૂટ છે શું ?

👉જેવો સોસાયટીના શેર સર્ટિફિકેટ એલાઈમેન્ટ લેટર કે બિલ્ડરની પત્ર દ્વારા માલિકી ધરાવે છે ,પણ સેલ ડીડ એટલે કે જમીનની માલિકીની સાચી નોંધણી નથી ,તેવો હવે માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી ભરી મિલકતને રજીસ્ટર કરાવી શકે છે.
👉અગાઉ જો કોઈ એવી મિલ્કત ટ્રાન્સફર કરવી હોય તો 100% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી,પણ હવે 80% સુધી છૂટ મળે છે.
🏠☘️કેવા પ્રકારની મિલ્કત માટે લાગુ પડશે
- રેસીડેન્સીયલ ફ્લેટ્સ કે ઘર
- શહેરી વિસ્તારોની સોસાયટી કે મિ
- ટ્રસ્ટ કે હાઉસિંગ સ્કીમ ના ઘરો
- જુના બિલ્ડર્સ થી ખરીદેલી એલોટેડ મિલકત
- ફક્ત એવી મિલકત જ્યાં સેલ ડીડ હજુ સુધી નથી
📂જરૂરી ડોક્યુમેન્ટ
👇જમીન કે ઘરના ટ્રાન્સફર માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે
- એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટ
- સોસાયટીના પત્રો
- લખણી પત્રક કે કમિટી લેટર
- ID પુરાવા (આધારકાર્ડ,પાનકાર્ડ,રેશનકાર્ડ)
- મિલ્કત no
- છેલ્લી પેઢી નો દસ્તાવેજ
✅તેનાથી ફાયદા શું થાય ?
| ફાયદો | વિગત |
| ખર્ચ માં બચત | સ્ટેમ્પ ડ્યુટીની મોટો હિસ્સો બચી જાય છે |
| કાનૂની માલિકી | મિલ્કત કાનૂની રીતે તમારી બની જાય, |
| લોન માટે યોગ્ય | રજીસ્ટર્ડ માલિક હોવાને કારણે બેંકોમાંથી સરળતાથી લોન મેળવી શકાય છે |
| શાંતિ થાય | લાંબા સમયથી ચાલતી શકતો આધારિત માલિકીની અનિશ્ચિતતા ખતમ થાય છે, |
🛑કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે સ્થાનિક સબ -રજીસ્ટાર કચેરીમાં જવું પડશે.
- બધા જો ડોક્યુમેન્ટ માન્ય હોવા જરૂરી છે કોઈ વિવાદિત મિલકત માટે લાગુ પડશે નહીં
- સોસાયટીના પુરાવા પ્રમાણિત હોવા જોઈએ
❇️શું તમારે આ યોજના નો લાભ લેવો છે?
👉જો તમે એક એવું ઘર ખરીદ્યું છે જ્યાં,

- બિલ્ડરે ફક્ત એલોટમેન્ટ લેટર આપ્યો છે,
- સોસાયટીમાં તમે વર્ષો થી વધુ રહેતા હોય પણ રજીસ્ટર્ડ સેલ ડીડ નથી,
- મિલ્કતના મૂળ માલિકે માત્ર શેર ટ્રાન્સફર કરાવ્યો છે ,
⚠️તો હવે તમારા માટે મિલ્કત કાયદેસર રીતે તમારા નામે લાવવા નો એક સારો મોકો છે, અને એ પણ ઓછા ખર્ચે ,
