👉📝આ લેખમાં આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં ભૂલ હોય ,તો તે કેવી રીતે સુધારવી અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોય તો શું કરવું ? સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થી માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ,જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઓળખ અને શાળા છોડવાની સત્તાવાર નોંધ પૂરી પાડે છે .તમે શાળાનું શિક્ષણ પૂરું કર્યું છે અને હવે તમે નવી શાળામાં પ્રવેશ લઈ શકો છો. તો તેનો પુરાવો આપે છે. ભવિષ્યમાં એડમિશન સ્કોલરશીપ કે અન્ય ઓફિસિયલી કામમાં ઉપયોગી થાય છે. પરંતુ જો આ પ્રમાણપત્રમાં કોઈ ભૂલ હોય જેમ કે નામ , જન્મ તારીખ , સરનામું વગેરેમાં અથવા તો ખોવાઈ જાય તો ખૂબ મુશ્કેલી ઊભી થાય છે ,તેથી તે માટે આ ભૂલને સમયસર સુધારવી ખૂબ જ જરૂરી છે .તો આપણે આલેખમાં તેના વિશે જ વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
School leaving certificate માં સામાન્ય રીતે કેવી ભૂલો હોય
- વિદ્યાર્થીનું નામ ખોટું લખાણું હોય
- માતા અથવા પિતાનું નામ ખોટું લખાયું હોય
- વિદ્યાર્થીની જન્મ તારીખમાં ભૂલ હોય
- જાતિ ખોટી દર્શાવેલી હોય
- શાળાનું નામ કે યુનિક નંબર ખોટો હોય
LC માં સુધારવા માટેના ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનો આધારકાર્ડ
- માતા અથવા પિતાના ઓળખ પત્રો જેમ કે પાનકાર્ડ આધારકાર્ડ રેશનકાર્ડ વગેરે
- ભૂલ વાળું લિવિંગ સર્ટિફિકેટ
school leaving certificate માં ભૂલ સુધારવા માટેની પ્રોસેસ
1.તાત્કાલિક શાળાને જાણ કરો.
જ્યારે તમને ખબર પડે કે લિવિંગ સર્ટિફિકેટ માં ભૂલ છે, તો તરત જ શાળાના આચાર્યને લેખિતમાં અરજી કરીને જાણ કરો. તેમાં શું ભૂલ છે કઈ માહિતી સાચી છે કઈ ખોટી આપેલી છે તે ફર્સ્ટ રીતે લખીને વિનંતી પત્ર ભરો.
2. જરૂરી ડોક્યુમેન્ટ જોડો
અરજી પત્રક સાથે ઉપર મુજબ જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટની એક એક નકલ જોડો.
3. અરજી ફોર્મ અથવા નમુના
ઘણી બધી શાળાઓ પાસે પોતાનું SLC Correction Form હોય છે, આ ફોર્મમાં તમારે ખોટી અને સાચી માહિતી ભરીને દસ્તાવેજોની નકલ જોડવી પડે છે.
4. શાળાની મંજૂરી
શાળાના આચાર્ય દ્વારા બધા જ ડોક્યુમેન્ટ તપાસીયા પછી તેનું સ્વીકાર આપે છે ,અને સુધારેલ સર્ટિફિકેટ ની પ્રક્રિયા શરૂ કરી દે છે.
5. નવું LC અથવા સુધારેલી નકલ મેળવો
ભૂલ સુધાર્યા પછી શાળા તમને નવું સર્ટિફિકેટ આપે છે અથવા તો જુના સર્ટિફિકેટ પર જ સુધારેલ નોંધ લખીને આપશે
School leaving certificate ખોવાઈ જાય તો શું કરવું
1. પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરો.
તમારું એલસી ખોવાઈ ગયું છે એ અંગે તમારા નીકળે પોલીસ સ્ટેશનમાં
FIR રિપોર્ટ ની નકલ મેળવો,જે અરજી સાથે જોડવાની રહેશે.
2. શાળા માં અરજી કરો.
જ્યાં તમે ભણ્યા હોય તે શાળા માં Duplicate School leaving certificate માટે લેખિત માં અરજી કરો.અરજીમાં તમારું નામ , ધોરણ નુ વર્ષ, શાળાનું નામ , LC કેવી રીતે ખોવાયું તે વિશે માહિતીસારી રીતે લખો , FIR ની નકલ જોડો .
3 જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ ઓળખ માટે
- FIR ની નકલ
- ફોટો
- માર્કશીટ જો માંગે તો
5. શાળા તરફ થી નકલ મળે છે
શાળા દ્વારા બધા જ ડોક્યુમેન્ટ અને અરજી ની તપાસ કર્યા પછી તમને ડુબ્લિકેટ LC આપવામાં આવશે.જેમાં Duplicate તરીકે નોંધ કરી આપે છે .
ખાસ નોંધ :
- અરજી હંમેશા લેખિત માં કરો.
- તમામ પુરાવા જાતે નકલ કરી ને જોડો
- જ્યારે પણ શક્ય હોય ત્યારે માતા અથવા પિતા ની હાજરી માં જ અરજી કરો
- જો શાળા સહકાર ન આપે તો DEO ઓફિસ નો સંપર્ક કરો