આજે આપણે આલેખમાં ખેતીવાડીના સાધનો ઉપર કેટલી સબસીડી મળે છે તે વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ખેતીવાડી સાધનો પર સબસીડી આપે છે. આ સબસીડી નો મુખ્ય હેતુ ખેડૂતોનો ખર્ચ ઘટાડો, ઉત્પાદન વધારવું અને આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ વધારવાનો છે. સરકાર દ્વારા આપવામાં આવતી ખેતીવાડી સાધનોની સબસીડી ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે. આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ખેડૂત ઉત્પાદન વધારી શકે છે ખર્ચ ઘટાડી શકે છે અને વધુ આવક મેળવી શકે છે. તો આપણે આલેખમાં કયા કયા સાધનો ઉપર કેટલી સબસીડી મળે છે, તે માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે?, તેના માટે ક્યાં અરજી કરવાની હોય છે તે બધી જ માહિતી અહીં મેળવીશું.
Table of Contents
✅ખેતીવાડીના મુખ્ય સાધનો વિશે માહિતી મેળવીએ
🚜1). ટ્રેક્ટર
ટ્રેક્ટર ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે. સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપે છે.
લાભ:
- સમયની બચત થાય
- મજૂરી ખર્ચમાં ઘટાડો
- વધુ ઉત્પાદન
2). પાવર ટીલર
નાના ખેડૂતો માટે પાવર ટીલર ખૂબ ઉપયોગી સાધન છે.
લાભ :
- જમીન ખેડવી
- નિંદણ નિયંત્રણ
- નાના ખેતરમાં સરળ કામગીરી
✅3). રોટાવેટર
રોટાવેટર જમીને પોચી અને ભૂરભૂરી બનાવવા માટે ઉપયોગી છે.
લાભ :
- ઓછા સમયમાં ખેડાણ
- ઇંધણની બચત
- પાકનું સારું ઉત્પાદન
🚜4). સીડ ડ્રીલ
બીજ સમાન અંતરે અને યોગ્ય ઊંડાઈએ વાવવામાં આવે છે.
લાભ:
- બીજ ની બચત થાય
- વધુ અંકુરણ
- સમાન વાવણી
❇️5). સ્પ્રેયર
દવા અને ખાતરનો છંટકાવ કરવા માટે ઉપયોગી છે.
- બેટરી સ્પ્રેયર
- પાવર સ્પ્રેયાર
- ટ્રેક્ટર માઉન્ટેન્ડ સ્પ્રેરેયર
⏭️6). ડ્રીપ સિંચાઈ
પાણીની બચત માટે સૌથી અસરકારક પદ્ધતિ.
લાભ:
- 40% થી 60 ટકા પાણીની બચત
- ઉત્પાદન વધે
- ખાતરનો યોગ્ય ઉપયોગ
✅7). સ્પ્રિન્કલર સિસ્ટમ
વરસાદ જેવી સિંચાઈ પદ્ધતિ.
☑️8). સોલાર પંપ
વીજળી વગર સિંચાઈ માટે ઉપયોગી.
લાભ :
- વીજળીના ખર્ચમાં બચત
- પર્યાવરણ મિત્ર
- લાંબા ગાળે ખર્ચ ઓછો
ખે✅તીવાડી સાધનો પર મળતી સબસીડી
નીચે મુજબ આપેલ કેટલાક મુખ્ય કૃષિ સાધનો અને તેની અંદાજિત સબસીડી ની માહિતી આપવામાં આવી છે. સબસીડી ની ટકાવારી અને મર્યાદા , યોજના , કેટેગરી અને જિલ્લા મુજબ બદલાઈ શકે છે.
| સાધન | અંદાજીત સબસીડી |
| ટ્રેક્ટર | 20% થી 50 ટકા |
| પાવર ટીલર | 40% થી 50% |
| રોટાવેટર | 40% થી 50% |
| કલ્ટીવેટર | 40% થી 50% |
| સીડ ડ્રીલ | 40% થી 50% |
| મલસિંગ મશીન | 40% થી 50% |
| પાવર પ્લેયર | 40% થી 50% |
| બેટરી સ્પ્રેયર | 40% થી 50% |
| રીપર | 40% થી 50% |
| થ્રેશર | 40% થી 50% |
| હેપી સીડર | 40% થી 50% |
| સ્ટોરીપર | 40% થી 50% |
| લેઝર લેન્ડ લેવલર | 40% થી 50% |
| ડ્રીપ સિંચાઈ | 55% થી 70 ટકા |
| સ્પ્રિંકલર સિસ્ટમ | 50% થી 70% |
| સોલાર પંપ | યોજના મુજબ સહાય |
📂સબસીડી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- 7/12 અને 8 અ નો ઉતારો
- બેંક પાસબુક
- રદ કરેલો ચેક (જો જરૂર હોય તો)
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- જાતિનો દાખલ
- સાધનનું કોટેશન
- ખેડૂત નોંધણી વિગતો
✅સબસીડી માટે અરજી કેવી રીતે કરવી?
ખેડૂતો સામાન્ય રીતે રાજ્ય સરકારના કૃષિ પોર્ટલ અથવા સંબંધીત યોજના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
- ગુજરાત સરકાર કૃષિ પોર્ટલ ખોલો.
- પોર્ટલ પર નોંધણી કરો
- યોગ્ય યોજના પસંદ કરો
- જરૂરી માહિતી ભરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો
- અરજીની સ્થિતિ ઓનલાઇન તપાસતા રહો
- મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરો અને સહાય મેળવો
📌🛑સબસીડી મેળવવા માટે મહત્વની બાબત
- અરજદાર ખેડૂત હોવો જોઈએ
- જમીનના ડોક્યુમેન્ટ હોવા જોઈએ
- એક જ સાધન પર વારંવાર સહાય મળતી નથી
- અરજી મંજૂર થયા પછી જ ખરીદી કરવી
- સરકારની તમામ શરતોનું પાલન થવું જોઈએ