You are currently viewing જમીન ઉપર લોન કેવી રીતે લેવી ? તે માટે જરૂરી ડોક્યુમેન્ટ (2026-27)
જમીન ઉપર લોન કેવી રીતે લેવી

જમીન ઉપર લોન કેવી રીતે લેવી ? તે માટે જરૂરી ડોક્યુમેન્ટ (2026-27)

👉📝આ લેખમાં આપણે જમીન ઉપર લોન કેવી રીતે લેવી તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ન જરૂર પડે છે તે વિશે માહિતી મેળવશું. જમીન ખરીદવા, ખેતી માટે રોકાણ કરવા અથવા અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે જમીનને ગીરવે રાખીને તેના ઉપર લોન મેળવી શકાય છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ જમીનની કિંમતના આધારે લોન આપતી હોય છે. આ લેખમાં જમીન ઉપર લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ, લોન લેવાના ફાયદા અને તેના માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશું.

જમીન ઉપર લોન એ મોટી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે એક સારો વિકલ્પ છે. જો તમારી પાસે કાયદેસર માલિકીની જમીન હોય અને જરૂરી ડોક્યુમેન્ટ ઉપલબ્ધ હોય તો તમે સરળતાથી બેંકમાંથી લોન મેળવી શકો છો. લોન લેતા પહેલા વ્યાજદર, EMI અને અન્ય શરતોની સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે ,જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન સર્જાય.

જ્યારે તમે તમારી માલિકીની જમીન બેંક અથવા નાણાકીય સંસ્થા પાસે ગીરવે મૂકો છો અને તેના બદલામાં લોન મેળવો છો તેને જમીન ઉપર લોન કહેવામાં આવે છે. આ લોન ઘણા બધા કારણોસર લઈ શકાય છે જેમ કે ;

  • ખેતી અને કૃષિ વિકાસ માટે
  • ઘર બાંધકામ
  • વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તરણ માટે
  • બાળકોના શિક્ષણ માટે
  • તબીબી ખર્ચા માટે
  • અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે
  • જમીનના કાયદેસર માલિક
  • ખેડૂત
  • વ્યક્તિગત અરજદાર
  • ભાગીદારી પેઢી અથવા કંપની
  • સંયુક્ત માલિકો
  • 7/12 ઉતારો
  • 8 અ નો દાખલો
  • હક્કપત્રો
  • જમીનનો નકશો
  • વેચાણ દસ્તાવેજ
  • NA ઓર્ડર
  • આધારકાર્ડ
  • PAN card
  • મતદાર ઓળખ પત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
  • વીજળી બિલ
  • રેશનકાર્ડ
  • બેંક સ્ટેટમેન્ટ
  • આવકનો દાખલો
  • ITR( જો લાગુ પડે તો)

સૌપ્રથમ એવી બેંક અથવા નાણાકીય સંસ્થા પસંદ કરો જે જમીન ઉપર લોન આપે છે, જેવી કે,

  • State Bank of India
  • Bank of Baroda
  • punjab National Bank
  • HDFC BANK
  • ICICI Bank

પસંદ કરેલી બેંકમાં જઈને અથવા ઓનલાઇન રીતે અરજી ફોર્મ ભરો

બેંક તમારા ડોક્યુમેન્ટ અને જમીનની માલિકીની તપાસની કરશે.

બેંક દ્વારા જમીનની વર્તમાન બજાર કિંમત નક્કી કરવામાં આવશે.

તમારી પાત્રતા અને જમીનની કિંમતના આધારે લોન મંજૂર કરવામાં આવશે.

લોન મંજૂર થયા બાદ રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

👉સામાન્ય રીતે બેંકો જમીનની બજાર કિંમતના 50% થી 75% સુધી લોન આપે છે.

ઉદાહરણ તરીકે;

  • જો જમીનની કિંમત ₹10 લાખ હોય તો
  • અંદાજે₹5 લાખથી રૂપિયા 7.5 લાખ સુધી લોન મળી શકે છે.

લોનના વ્યાજ દર બેંક મુજબ અલગ હોઈ શકે છે,

સામાન્ય રીતે ;

  • 8% થી 14% સુધી વ્યાજદર
  • લોનની રકમ અને સમયગાળા મુજબ ફેરફાર થઈ શકે છે.
  • 3 વર્ષ થી 15 વર્ષ સુધી
  • કેટલીક બેંકો વધુ સમયગાળો પણ આપે છે.
  • મોટી રકમ ની લોન મળી શકે છે
  • વ્યાજદર અન્ય વ્યક્તિગત લોન કરતાં ઘણું ઓછું હોય છે
  • લાંબો ચુકવણી સમયગાળો મળે છે
  • વિવિધ જરૂરિયાતો માટે ઉપયોગ કરી શકાય છે.
  • જમીનના તમામ દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ
  • જમીન પર કોઈ કાનૂની વિવાદ ન હોવો જોઈએ
  • EMI સમયસર ભરવી જરૂરી છે.
  • લોન ન ભરવામાં આવે તો બેંક જમીન જપ્ત કરી શકે છે.
  • અલગ અલગ બેંકોના વ્યાજ દરની સરખામણી કરવી જોઈએ.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.