👉📝આજે આપણે આ લેખમાં જમીનનો નકશો ઓનલાઇન કેવી રીતે કઢાવવો.. અરજી કેવી રીતે કરવી.. કઈ જગ્યાએ કરવી.. જમીનનો નકશો એ જમીનની સીમા ,સર્વે નંબર, વિસ્તાર અને આસપાસની જમીનની માહિતી દર્શાવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારે જ્યારે જમીન ખરીદવા કે વેચવા ,લોન લેવા ,વારસાઈ નોંધણી કરાવવા અથવા કોર્ટ કેસ માટે જમીનનો નકશો ઘણીવાર જરૂરી બને છે .હવે ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં જમીનનો નકશો ઓનલાઇન મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે.. 2026 માં જમીનનો નકશો મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે .તમે ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરીને જમીનનો નકશો મેળવી શકો છો .યોગ્ય માહિતી અને દસ્તાવેજો સાથે અરજી કરવાથી નકશો ઝડપથી મળી જાય છે. અને જમીન સંબંધિત કાર્યો સરળતાથી પૂર્ણ કરાવી શકાય છે. તો આજે આપણે આલેખમાં જમીનનો નકશો ઓનલાઇન કેવી રીતે કઢાવવો જમીનનો નકશો એટલે શું? તે માટે જરૂરી માહિતી વિશે જાણકારી મેળવીશું.
Table of Contents
✅🧬જમીનનો નકશો એટલે શું?
👇જમીન નો નકશો એ સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલો એક દસ્તાવેજ છે ,જેમાં :
- સર્વે નંબર
- જમીન ની સીમા
- જમીને નો વિસ્તાર
- રસ્તા અને આસપાસની જમીનો
- ગામનો નકશો જેવી વિગતો દર્શાવવામાં આવે છે.
✅👉જમીન નો નકશો મેળવવા માટે જરૂરી માહિતી
- જિલ્લાનું નામ
- તાલુકાનું નામ
- ગામનું નામ
- સર્વે નંબર કે બ્લોક નંબર
- અરજદાર નો મોબાઇલ નંબર
⏭️📱ઓનલાઇન જમીન નો નકશો મેળવવા માટેની પ્રક્રિયા
✅1).યોગ્ય વેબસાઇટ ખોલો
ગુજરાત રાજ્ય માટે મહેસુલ વિભાગની સંબંધીત સત્તાવાર વેબસાઈટ પર જાવ.
✅2). જિલ્લો,તાલુકો,અને ગામ પસંદ કરો
- તમારો જિલ્લો પસંદ કરો
- તમારો તાલુકો પસંદ કરો
- તમારું ગામ પસંદ કરો
✅3). સર્વે નંબર દાખલ કરો
તમારી જમીનનો સર્વે નંબર અથવા બ્લોક નંબર દાખલ કરો.
✅4). માહિતી ચકાસો
હવે તમને સ્ક્રીન ઉપર જમીનની વિગતો દેખાશે ..તે બધી માહિતી ચકાસો.
✅5). નકશો ડાઉનલોડ કરો.
જો નકશો ઉપલબ્ધ હોય તો PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. અથવા પ્રિન્ટ પણ લઈ શકો છો.
📱🧬ઓનલાઇન નકશો ન મળે તો શું કરવું?
જો ઓનલાઇન નકશો ઉપલબ્ધ ન હોય તો;
- નજીકના ઈ ધારા કેન્દ્રની મુલાકાત લો.
- તાલુકા મામલતદાર કચેરીમાં અરજી કરો
- જિલ્લા જમીન રેકોર્ડ કચેરીમાં નકશા માટે અરજી કરો
⏭️ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા
🗂️જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- 7/12 ઉતારો અને 8 અ
- જમીનનો સર્વે નંબર
- મોબાઇલ નંબર
- અરજીપત્રક
⏭️અરજી કેવી રીતે કરવી?
- અરજી ફોર્મ મેળવો.
- જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- નિર્ધારિત ફી ભરો
- અરજી સબમિટ કરો
- નિર્ધારિત સમય બાદ નકશો મેળવો
✅📌જમીન નો નકશો ક્યારે જરૂરી બને છે?
- જમીન ખરીદી કે વેચાણમાં
- બેંક લોન
- વારસાઈ નોંધણી
- જમીન માપણી
- કોર્ટ કેસ
- બાંધકામ મંજૂરી
✅☑️જમીન નકશો મેળવવા ના ફાયદા
- જમીનની ચોક્કસ સીમા જાણી શકાય છે.
- માલિકી સંબંધીત વિવાદ ટાળી શકાય છે
- ખરીદી પહેલા જમીનની ચકાસણી કરી શકાય
- લોન પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ બને છે.
📌🛑જમીન નકશો કઢાવવા માટે મહત્વની સૂચનાઓ
- હંમેશા સત્તાવાર સરકારી વેબસાઈટ અથવા કચેરીનો જ ઉપયોગ કરો.
- સર્વે નંબર સાચો દાખલ કરો.
- નકશો મેળવ્યા પછી તમામ વિગતો સારી રીતે ચકાસી લો.
- કોઈ શંકા હોય તો ઈ – ધારા કેન્દ્ર અથવા મહેસુલ કચેરી નો સંપર્ક કરો.

