👉📝આ લેખમાં આપણે ગુજરાત માં નવું ગેસ કનેક્શન કેવી રીતે મળે ? …ભારતમાં મુખ્ય ગેસ કંપનીઓ કઈ છે.. ગેસ કનેક્શન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે? ઓનલાઇન ગેસ કનેક્શન કેવી રીતે લેવું? ઓફલાઈન ગેસ કનેક્શન કેવી રીતે લેવું? ગેસ ગેસ કનેક્શન માટે કેટલો ખર્ચો અંદાજિત થાય છે? પણ ગેસ કનેક્શન કેટલા સમયમાં મળી રહે છે? ગુજરાતમાં કેટલી ગેસ એજન્સીઓ આવેલી છે ? તે બધી જ માહિતી આ લેખમાં જોઈશું .ગુજરાતમાં નવું ગેસ કનેક્શન મેળવવું હવે ખૂબ જ સરળ છે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો યોગ્ય ડોક્યુમેન્ટ સાથે ત્રણ થી સાત દિવસમાં કનેક્શન મળી જાય છે..
Table of Contents
🧕ખાસ યોજના : PM Ujjwala Yojana

✅ગરીબ પરિવારો માટે સરકારની આ યોજના છે.
✅તેમાં ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવે છે.
✅મહિલાઓ માટે ખાસ પ્રકારની સુવિધા મળે છે.
✅ગુજરાતમાં લાખો લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે
☑️ગેસ કનેક્શન શું છે?

👉ગેસ કનેક્શન એટલે LPG (Liquefied petroleum Gas) સિલિન્ડર છે .રસોઈ માટે ઉપયોગ થાય છે.
ભારતમાં મુખ્ય ગેસ કંપનીઓ :
- Indian Gas
- HP gas
- Bharat gas
🗂️નવું ગેસ કનેક્શન માટે જરૂરી ડોક્યુમેન્ટ

👳1. ઓળખનો પુરાવો
- આધાર કાર્ડ
- મતદાર કાર્ડ
- પાનકાર્ડ
🏠2. સરનામાંનો પુરાવો
- રેશનકાર્ડ
- લાઈટ બિલ
- પાણી બિલ
- ભાડા કરાર
🧕3. ફોટો
પાસપોર્ટ સાઇઝ ફોટા
🏠4. બેંક પાસબુક
5. Declaration
મારા પાસે પહેલાથી ગેસ કનેક્શન નથી એનું સર્ટિફિકેટ
📱☑️ઓનલાઇન ગેસ કનેક્શન કેવી રીતે મેળવવું

👉અત્યારે આ સમયમાં તમે ઘરે બેઠા જ ઓનલાઇન ગેસ કનેક્શન માટે અરજી કરી શકો છો. તે માટેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલી છે.
- ગેસ કંપનીની વેબસાઈટ ખોલો
- “New Connection” પસંદ કરો
- આપેલું ફોર્મ ભરો
- તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ સબમીટ કરો
⚠️ફોર્મ સબમીટ થઈ ગયા પછી એજન્સી તમારા ઘરે વેરિફિકેશન માટે સંપર્ક કરશે.
☑️🏠ઓફલાઈન ગેસ કનેક્શન કેવી રીતે મેળવવું?

👇તમારા નજીકની ગેસ એજન્સી પર જઈને પણ અરજી કરી શકો છો. જેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી છે.
- તમારી નજીકના ગેસ એજન્સીએ જાવ
- યોગ્ય અધિકારી પાસેથી નવું ગેસ કનેક્શન મેળવવા માટેનું ફોર્મ માંગો
- જરૂરી ડોક્યુમેન્ટ આપો
- ગેસ કનેક્શન માટે લાગતી ફી ભરો
- ફોર્મ સબમીટ કરો
✅થોડા જ દિવસમાં તમને કનેક્શન મળી જશે.
💰ગેસ કનેક્શન માટે અંદાજિત લાગતો ખર્ચ
- ₹1500 થી ₹3500 ( Cylinder + Regulator+ pipe )
- PMUY યોજના હેઠળ ફ્રી પણ મળે છે.
🛑નવું ગેસ કનેક્શન લેવામાં કેટલો સમય લાગી શકે છે?

- સામાન્ય રીતે 3 થી 7 દિવસ
- ક્યારેક 10 દિવસ સુધી પણ લાગી શકે છે.
✅ગુજરાતમાં કેટલી ગેસ એજન્સી છે?

ગુજરાતમાં લગભગ 1000+ LPG ગેસ ડિસ્ટ્રીબ્યુટર/ એજન્સી છે.
મોટા શહેરોમાં વધુ એજન્સીઓ હોય છે જેવા કે,
- અમદાવાદ
- સુરત
- વડોદરા
🛑📌નવું ગેસ કનેક્શન લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

- એક વ્યક્તિને એક જ કનેક્શન મળે છે
- ખોટી માહિતી આપવી નહી
- સબસીડી માટે એક બેંક એકાઉન્ટ જરૂરી છે
- ડિલિવરી સમયે સિલિન્ડર ચેક કરીને જ લેવું
