You are currently viewing ઓનલાઇન બેન્કિંગ સુરક્ષા કેવી રીતે કરવી ? ખૂબ જ જરૂરી માહિતી
ઓનલાઇન બેન્કિંગ સુરક્ષા કેવી રીતે કરવી

ઓનલાઇન બેન્કિંગ સુરક્ષા કેવી રીતે કરવી ? ખૂબ જ જરૂરી માહિતી

👉📝આજે આપણે આ લેખમાં ઓનલાઈન બેન્કિંગ સુરક્ષા કેવી રીતે કરવી? તે વિશે માહિતી મેળવીશું.. અત્યારે આ સમયમાં ઓનલાઇન બેન્કિંગ ખૂબ જ સરળ અને ઝડપી બની ગયું છે. તમે ગમે ત્યારે ઘરે બેઠા પૈસા ટ્રાન્સફર કરી શકો છો, બિલ ભરી શકો છો, અને તમારા ખાતા ની વિગતો આસાની થી મેળવી શકો છો . પરંતુ જેટલી સુવિધાઓ વધી છે, તેટલો જ ફ્રોડ નો ખતરો પણ વધ્યો છે. તેથી ઓનલાઇન બેન્કિંગ કરતી વખતે સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે. ઓનલાઇન બેન્કિંગ જીવન ને સરળ બનાવે છે, પણ તેમાં સુરક્ષા રાખવી એ આપણા હાથમાં છે. થોડા સરળ નિયમો અનુસરી ને તમે તમારા પૈસા અને માહિતી સુરક્ષિત રાખી શકો છો. હંમેશા સાવચેત રહો અને કોઈ પણ શંકાસ્પદ પવૃતિ દેખાય તો તરત યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. તો આજે આપણે આ લેખમાં તેના વિશે માહિતી મેળવીશું કે ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ? કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

  • હંમેશા મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો
  • પાસવર્ડ માં મોટા અક્ષર,નાના અક્ષર , નંબર અને ખાસ ચિહ્નો રાખવા
  • જેમ કે , Guj@rat123#
  • જન્મ તારીખ અથવા કોઈ સરળ પાસવર્ડ ન રાખો
1000001770
  • બેન્ક ક્યારેય OTP અને PIN પૂછતી નથી,
  • એટલે જ્યારે તમારે કોઈ ફોન , મેસેજ અથવા ઇમેઇલ દ્વારા કોઈ તમને પૂછે તો ક્યારેય OTP કે PIN આપશો નહીં.
  • જાહેર Wi -Fi જેમ કે, કેફે, રેલ્વે સ્ટેશન પર બેન્કિંગ ન કરો .
  • હેકર્સ આ નેટવર્ક દ્વારા તમારો ડેટા ચોરી શકે છે,
  • હંમેશા બેંકની ઓફિસિયલ એપ અથવા વેબસાઇટ નો જ ઉપયોગ કરો.
  • ગુગલ પર ખોટી વેબસાઇટ થી સાવચેત રહો.
  • URL માં “https://” છે કે નહીં તે તપાસો
  • તમારા ખાતાની દરેક ટ્રાન્ઝેક્શન માટે એલર્ટ ચાલુ રાખો
  • કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો તરત ખબર પડે
  • દરેક 2-3 મહિનામાં પાસવર્ડ બદલતા રહો
  • જૂના પાસવર્ડ ફરીથી ઉપયોગ ન કરો
  • એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો
  • ફોન માં લોક રાખો
  • અજાણ્યા એપ ડાઉનલોડ ન કરો
1000001771
  • તમારું ખાતું બ્લોક થઈ જશે,જેવા મેસેજ થી સાવચેત રહો
  • અજાણ્યા લિંક પર ક્લિક ન કરો
  • બેંક ની માહિતી માંગતા મેસેજ / કોલ ને અવગણો
  • બેંકિંગ પછી હંમેશા Logout કરો
  • પબ્લિક ડીવાઈસ માં ક્યારેય Login ન રાખો
  • પૈસામેળવવાં માટે PIN નાખવાની જરૂર નથી
  • QR કોડ સ્કેનકરતા પહેલા ચકાસો
  • તરત તમારી બેંક ને પસંદ કરો
  • તમારા કાર્ડ અને ખાતા બ્લોક કરો
  • 1930 ( સાયબર ક્રાઇમ હેલ્પલાઇન) પર કોલ કરો
  • www. cybercrime .gov.in પર ફરીયાદ કરો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.