You are currently viewing ખરાબાની જમીન નો દસ્તાવેજ કેવી રીતે કરવો ? ||  Khraba ni jamin no dastavej || જમીન ખરાબો દસ્તાવેજ પ્રોસેસ 2025
ખરાબાની જમીન દસ્તાવેજ

ખરાબાની જમીન નો દસ્તાવેજ કેવી રીતે કરવો ? || Khraba ni jamin no dastavej || જમીન ખરાબો દસ્તાવેજ પ્રોસેસ 2025

👉📝આજે આપણે આ લેખમાં ખરાબાની જમીન વિશે જાણકારી મેળવીશું.. ગુજરાત સહિત ભારત ના ઘણા વિસ્તારોમાં એવી ઘણી જમીન છે જેને જમીન રેકોર્ડ માં ખરાબા ની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીન કોઈ કારણોસર અવ્યવસ્થિત,ખેતી અયોગ્ય અથવા અસ્ક્રીય રહી હોય છે. પણ ક્યારેક આવી જમીન ઉપયોગી બને છે ત્યારે આ જમીન નો દસ્તાવેજ કરવો ખૂબ જરૂરી છે.

1000003598
  • ખેતી માટે યોગ્ય ન હોય ,
  • લાંબા સમયથી તે ઉપયોગ માં લેવાયેલ હોય
  • ખારાશ વાળી જમીન હોય
  • પાણી ની અછત હોય
  • કૂદરતી અવરોધોથી જમીન બંજર બની ગઈ હોય
1000003365

👉જમીન નો દસ્તાવેજ કરવાથી માલિક નો કાયદેસર પુરાવો મળે છે.જો કોઈ વ્યક્તિ ખરાબાની જમીન માં વર્ષો થી દખલ રાખી અને વાપરતી હોય , તો તે કાયદેસર રીતે પોતાનો માલિકી હક મેળવવા માંગે છે ત્યારે દસ્તાવેજ જરૂરી બને છે દસ્તાવેજ કરવાથી નીચેના ફાયદા થાય છે,

  • જમીન વેચી શકાય છે,
  • નાંખ – અધિકાર થઈ શકે છે,
  • સરકારી સહાય મળે છે,
  • ખેતી માટે લોન લેવી સરળ બને છે,
  1. 7/12 ઉતારા ની નકલ : જમીન કયા વિસ્તારમાં છે અને કોણ વાપરે છે તેનું રેકોર્ડ
  2. 8-અ દાખલો : મૂળ માલિક નો દાખલો
  3. માપણી નંબર અને નકશો :જમીન કયા સ્થાન પર છે તેનું મહેસુલી નકશો
  4. દખલ દાખલો : જમીન પર દખલ દર્શાવતું પ્રમાણપત્ર
  5. ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર : તે જમીન ખરાબાની છે અને તે કેટલા વર્ષોથી તમે ઉપયોગ લઈ રહ્યા છો
  6. ઉમેદવાર ની ઓળખ માટે આધાર કાર્ડ રેશનકાર્ડ
  7. તાલુકા દફતર કે રેવન્યુ અધિકારીની મંજૂરી
  • E-dhara કેન્દ્ર અથવા તલાટી માંથી 7/12 અને 8 અ ઉતારા ની નકલ મેળવી લો
  • ગામ નમૂના માં તે જમીન ખરાબા તરીકે નોંધાયેલ છે કે નહીં તે જુવો.
  • તમે તમે કેટલા વર્ષોથી જમીન વાપરી રહ્યા છો તેનો પુરાવો
  • ગામના સરપંચ, પાટીદાર કે પાડોશી દ્વારા પ્રમાણપત્ર મેળવી શકાય છે
  • મામલતદાર કચેરી અથવા ઈ – ધારા કેન્દ્રમાં જમીનનું દસ્તાવેજ કરવા અરજી કરો.
  • અરજી સાથે બધા જ ડોક્યુમેન્ટ છોડો
  • તલાટી કમ મંત્રી અથવા જમીન વિભાગ નો અધિકારી જમીનનું નિરીક્ષણ કરે છે.
  • જમીન ખરાબાની છે તેમાં તમારું દખલ છે કે નહીં તેની પુષ્ટિ કરે છે.

જો જમીન ખરાબાની તરીકે નોંધાયેલ છે અને તમારો ઇરાદો ખેતી કે રહેણાંક માટે નો છે તો હેતુ બદલવા માટે મંજુરી લેવી પડે છે.

  • જ્યારે તમામ ચકાસણી થઈ જાય ત્યારે જમીનનો દસ્તાવેજ જમીન નોંધણી કચેરીમાં કરાવવો
  • સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવી દસ્તાવેજ નોંધાવો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.