You are currently viewing મુદ્રા લોન લેવા ના ફાયદા અને  નુકસાન || mudra loan scheme benifits and drawbacks
મુદ્રા લોન યોજના ના ફાયદા અને નુક્સાન

મુદ્રા લોન લેવા ના ફાયદા અને નુકસાન || mudra loan scheme benifits and drawbacks

👉📝આ લેખમાં આપણે મુદ્રા લોન લેવાના ફાયદા અને નુકસાન વિશે વિગતવાર માહિતી મેળવીશું. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા લોન યોજના(pradhanmantri mudra loan yojana) એ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે .આ યોજના હેઠળ નાના વેપારીઓ ,સ્ટાર્ટ અપ, કારીગરો ,મહિલાઓ અને બેરોજગાર યુવાનોને પોતાનું વ્યવસાય શરૂ કરવા અથવા તો વ્યવસાયને વિસ્ત્રાવવા માટે સરળતાથી લોન મળી રહે છે. મુદ્રા લોન યોજના નાના ઉદ્યોગો અને સ્વરોજગાર શરૂ કરવા માંગતા લોકો માટે એક સુવર્ણ તક છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે લોન માટે કોઈ પણ વસ્તુ ગીરવે રાખવાની જરૂર પડતી નથી. જોકે આ લોન નો ઉપયોગ વિચારપૂર્વક અને યોગ્ય વ્યવસાય પ્લાન સાથે કરવામાં આવે તો જ તે લાભદાયી સાબિત થાય છે. નહીંતર ચુકવણીનો ભાર વધીને મુશ્કેલી ઊભી થઈ શકે છે, જો તમે નાનો કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય કે જુના વ્યવસાયની આગળ વધારવા ઈચ્છતા હોય તો મુદ્રા લોન એ એક સારો વિકલ્પ બની શકે છે .તો આલેખમાં આપણે મુદ્રા લોન ના ફાયદા અને તેની મર્યાદાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

1000004005
1000003994
  • મુદ્રા લોન સંપૂર્ણ પણે કોલેટર ફ્રી છે એટલે કે તમને લોન લેવા માટે કોઈપણ મિલકત સોનું કે કોઈપણ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર પડતી નથી
  • શીશું (₹50,000) સુધી
  • કિશોર (₹50,000 થી ₹ 5 લાખ સુધી)
  • તરુણ (₹5 લાખ થી ₹10 લાખ સુધી)
  • મુદ્રા લોન વિવિધ કેટેગરી મુજબ લોન આપતી હોય છે જેથી અરજદાર પોતાના વ્યવસાયના કદ પ્રમાણે લોન પસંદ કરી શકે છે

નાના ઉદ્યોગકારો ,દુકાનદાર ,કારીગરો , ટેક્સી કે ઓટો ચાલકો , તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાય કરતા લોકો સરળતાથી આ લોન લઈ શકે છે.

1000004700

સરકાર દ્વારા લોન લેવા વાળાને વ્યવસાયિક શરૂ કરવા માટે અમુક પ્રકારની તાલીમ અને માર્ગદર્શનની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

1000003432

મુદ્રા લોન યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા સાથે લોન મંજૂર થાય છે અને વ્યાજદરમાં પણ થોડી રાહત મળી શકે છે

સામાન્ય રીતે બીજી કોઈ પ્રાઇવેટ લોન ની સરખામણીમાં મુદ્રા લોન પર વ્યાજ દર ઘણો ઓછો હોય છે ,જેથી સામાન્ય લોકો પણ આ લોનનો લાભ લઈ શકે છે.

મુદ્રા લોન લઈને માત્ર વ્યક્તિ પોતે જ નાના સ્તરે બિઝનેસ શરૂ કરીને નહીં ,પરંતુ બીજા લોકોને પણ રોજગાર આપી શકે છે.

આ યોજનામાં મહત્તમ રૂપિયા 10 લાખ સુધી જ લોન મળી શકે છે, જે મોટા પ્રોજેક્ટ કે ઉદ્યોગો માટે પૂરતી નથી.

કેટલીક બેંક સંસ્થાઓ વ્યાજ દર થોડો વધારે રાખે છે જેથી ચુકવણીનો ભાર વધી શકે છ

બેંક અરજદાર ના CIBIL સ્કોર , અગાઉના લોન હિસ્ટ્રી, અને બીજા અન્ય દસ્તાવેજ ચેક કરે છે. જે અરજદાર ને બધું યોગ્ય હશે તેને જ લોન આપવામાં આવે છે. બધા ને લોન મળી રહે તેવુ જરૂરી નથી.

લોન લીધા પછી સમયસર EMI ચૂકવવી ફરજિયાત છે . વ્યવસાય નફા માં ન ચાલતો હોય તો લોન ચૂકવવા માં ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે.

ઘણીવાર અરજદારના ડોક્યુમેન્ટ ની ચકાસણી અને બેંકની આંતરિક પ્રક્રિયાને કારણે લોન મેળવવામાં ઘણીવાર વધુ સમય લાગી શકે છે.

ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આ યોજના વિશે પૂરતી માહિતીના અભાવને કારણે તેનો લાભ લઈ શકતા નથી.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.