👉📝આ લેખમાં આપણે જાણીશું કે digital gujrat portal પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું.. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Digital gujrat portal એ એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં રાજ્યમાં નાગરિકો વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ માટે એક જ જગ્યાએથી અરજી કરી શકે છે. આ પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણ નો દાખલો, શિષ્યવૃત્તિ, વિવિધ પ્રમાણપત્રો અને અન્ય અનેક સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ પોર્ટલમાં એક વખત નોંધણી કર્યા પછી એક જ એકાઉન્ટ દ્વારા અનેક સેવાઓનો લાભ લઈ શકાય છે. Digital gujrat portal એ રાજ્યના નાગરિકો માટે સરકારી સેવાઓ ઓનલાઈન અને ઓફલાઈન સરળ બનાવી છે. માત્ર થોડા જ મિનિટમાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને તમે વિવિધ પ્રમાણપત્ર , શિષ્યવૃત્તિઓ અને અન્ય સરકારી યોજનાઓ માટે ઘરે બેઠા અરજી કરી શકો છો .રજીસ્ટ્રેશન કરતી વખતે સાચી માહિતી આપો અને માત્ર અધિકૃત પોર્ટલ નો જ ઉપયોગ કરો. તો આજે આપણે આ લેખમાં તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
📱❇️Digital gujrat portal એ શું છે?
Digital gujrat portal ગુજરાત સરકારનું કોમન સર્વિસ પોર્ટલ છે ,જે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી , ડોક્યુમેન્ટ અપલોડ , અરજીની સ્થિતિ તપાસવા અને અન્ય સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે .એક વખત રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઇલ નંબર અથવા ઈ મેઇલ દ્વારા લોગીન કરી શકાય છે.
❇️Digital gujrat portal પર રજિસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી વિગતો
રજીસ્ટ્રેશન કરતા પહેલા નીચેની માહિતી તૈયાર રાખવી જરૂરી છે,
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- આધાર નંબર
- મજબૂત પાસવર્ડ બનાવવા માટેની માહિતી
- ઇન્ટરનેટ સાથે જોડાયેલ મોબાઈલ અથવા કોમ્પ્યુટર
⏭️Digital Gujrat portal પર નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
1). portal પર જાવ
સૌપ્રથમ Digital gujrat portal /https://www.digitalgujarat.gov.in/
2).Citizen Registration પસંદ કરો
હોમપેજ પર Login વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ New Registration પર ક્લિક કરો.
3). મોબાઈલ નંબર અને ઇમેલ દાખલ કરો
- તમારો હાલનો મોબાઇલ નંબર દાખલ કરો
- ઈમેલ આઇડી લખો
- નવો પાસવર્ડ બનાવો
- પાસવર્ડ ફરીથી દાખલ કરો
- સ્ક્રીન પર આપેલ Captcha ભરો
4).OTP verification
- તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP દાખલ કરો
- મોબાઈલ નંબર ચકાસો અને આગળ વધો
5). વ્યક્તિગત માહિતી ભરો
- તમારું પૂરું નામ
- જન્મ તારીખ
- લિંગ
- આધાર નંબર
- સરનામું
- જિલ્લો
- તાલુકો
- ગામ કે શહેર પસંદ કરો
6). રજિસ્ટ્રેશન પૂર્ણ કરો
તમામ વિગતો પાસે પછી અરજીની સબમીટ અથવા સેવ બટન પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન સફળ થયા પછી તમારો એકાઉન્ટ તૈયાર થઈ જશે અને તમે લોગીન કરી શકશો.
❇️Digital gujrat portal માં લોગીન કેવી રીતે કરવું?
- વેબસાઈટ ખોલો
- Login પર ક્લિક કરો
- મોબાઈલ નંબર અથવા ઈ મેઇલ દાખલ કરો
- પાસવર્ડ દાખલ કરો
- લોગીન પર ક્લિક કરો
✅Digital Gujrat portal પર કઈ સેવાઓ ઉપલબ્ધ છે ?
- આવકનો દાખલો
- જાતિ નો દાખલો
- રહેઠાણ નો દાખલો
- નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર
- EWS પ્રમાણપત્ર
- senior citizen certificate
- વિવિધ શિષ્યવૃત્તિ યોજના
- સામાજિક ન્યાય વિભાગની યોજના ખેડૂત અને અન્ય સરકારી સેવાઓ
🛑રજીસ્ટ્રેશન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- હંમેશા અધીકૃત વેબસાઈટ ન જ ઉપયોગ કરો
- OTP કોઈ સાથે શેર ન કરો
- મજબૂત પાસવર્ડ બનાવો
- સાચો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો
- તમામ માહિતી સાચી ભરો
❌✅Digital Gujrat portal પર આવતી સમસ્યાઓ અને ઉકેલ
❌👉OTP ન આવે તો શું કરવું?
- થોડો સમય રાહ જુઓ
- તમારું નેટવર્ક તપાસો
- વળી OTP મોકલવાનો વિકલ્પ પસંદ કરો
❌👉પાસવર્ડ ભૂલી ગયા હોય તો શું કરવું?
- forgot password વિકલ્પ પસંદ કરો.
- OTP દ્વારા નવો પાસવર્ડ બનાવો.
👉⚠️Login ન થાય તો શું કરવું?
- મોબાઈલ નંબર અથવા ઇમેલ સાચો છે તેની ખાતરી કરો
- Captcha યોગ્ય રીતે ભરો
- જરૂરી હોય તો પાસવર્ડ રીસેટ કરો.