👉📝આજે આપણે આ લેખમાં માનવ કલ્યાણ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.. કે માનવ કલ્યાણ યોજના એ શું છે? યોજના નો મુખ્ય હેતુ શું છે? આ યોજનાથી લાભાર્થીને કયા કયા સાધનો મળે છે? કોણ અરજી કરી શકે છે? તે માટે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે ?અને અરજી કેવી રીતે કરવી… ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે .આ યોજના હેઠળ વિવિધ વ્યવસાયો માટે જરૂરી સાધનો આપવામાં આવે છે. જેથી લાભાર્થી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અથવા અત્યારે જે વ્યવસાય જરૂર છે, તેને વધુ મજબૂત બનાવી શકે .તો આપણે આ લેખમાં તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
👳માનવ કલ્યાણ યોજના એ શું છે?
માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે,જેના દ્વારા નાના વ્યવસાયકારો અને કારીગરો ને તેમના વ્યવસાય માટે જરૂરી સાધનોની કીટ આપવામાં આવે છે,આ યોજનાનો મુખ્ય હેતું રોજગારીનું સર્જન કરવું અને આર્થિક રીતે નબળા પરિવારોને આત્મનિર્ભર બનાવવા.
ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું….. વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા…. બેરોજગારી ઘટાડી…. નાના વ્યવસાય અને મજબૂત બનાવવા… લોકોની આવકમાં વધારો કરો.. આ બધાં માનવ કલ્યાણ યોજના ના મુખ્ય હેતુ છે..
✅માનવ કલ્યાણ યોજના માં મળતા લાભ
- દરજી માટે સિલાઈ મશીન
- મોચી માટેના સાધનો
- સુથાર માટે ટૂલકિટ
- પ્લમ્બર માટે સાધનો
- ઈલેક્ટ્રિશિયન ટુલકીટ
- બ્યુટી પાર્લર કીટ
- વેલ્ડીંગ સાધનો
- મોબાઈલ રીપેરીંગ
- હેર ડ્રેસિંગ કીટ
- વાહન મિકેનિક ટુલકીટ
સરકાર થોડા થોડા સમયે વ્યવસાયોની યાદીમાં ફેરફાર કરી શકે છે..
🛑📌અરજી કરવા માટેની લાયકાત
- ગુજરાત નો કાયમી રહેવાસી હોવો જોઈએ .
- ઉંમર સામાન્ય રીતે 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
- આર્થિક રીતે નબળાં વર્ગ ના હોવા જોઈએ.
- સબંધિત વ્યવસાયની જાણકારી અથવા અનુભવ ધરાવતો હોવો જોઈએ
- સરકાર દ્વારા નક્કી કરાયેલ અન્ય બીજી શરતો પૂર્ણ હોવી જોઈએ..
📂અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કરતી વખતે સામાન્ય રીતે નીચેના ડોક્યુમેન્ટ ન જરૂર પડે છે,
- આધારકાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણ નો દાખલો
- આવક નો દાખલો
- જાતિ નો દાખલો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક
- વ્યવસાય સબંધિત પ્રમાણપત્ર
📱🧬ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવાની સામાન્ય પ્રક્રિયાઓ
- યોજનાની અરજી માટે સરકારના અધિકૃત પોર્ટલ પર જાવ..
- તમારું રજીસ્ટ્રેશન કરો અથવા લોગીન કરો
- “માનવ કલ્યાણ યોજના “પસંદ કરો.
- અરજી ફોર્મ મ તમામ માહિતી સાચી રીતે ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો
- અરજી નંબર સાચવી રાખો જેથી અરજીની સ્થિતિ ચકાસી શકાય.
✅માનવ કલ્યાણ યોજના ના ફાયદા
- સ્વરોજગાર શરૂ કરવાની તક મળે છે.
- મફત અથવા સહાયરૂપ સાધનો મળે છે.
- આવક માં વધારો થાય છે.
- પરિવારનું જીવન ધોરણ સુધરે છે.
- બેરોજગારીમાં ઘટાડો થાય છે.
- આત્મનિર્ભર બનવામાં મદદ મળે છે.
👳માનવ કલ્યાણ યોજના કેવા વ્યવસાય માટે વધુ ઉપયોગી છે?
- દરજી
- સુથાર
- કડિયા
- પ્લમ્બર
- ઈલેક્ટ્રિશિયન
- મોચી
- વાળંદ
- બ્યુટી પાર્લર વ્યવસાય
- મોબાઈલ રીપેરીંગ
- વેલ્ડર
- વાહન મિકેનિક
- અન્ય નાના વ્યવસાયકારો