હેલો દોસ્તો આજે જાણીશું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) માં નવું ખાતું ખોલાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું. એસબીઆઇ બેન્ક માં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ ભરો. અહીંયા જે ફોર્મ આપેલું છે એ sbi બેન્કમાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ છે.
- Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો.
નોંધ : બેંકમાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ કેપિટલ અક્ષર માં ભરવાનું રહેશે.
એસબીઆઇ બેન્ક માં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
sbi બેન્કમાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ ડાઉનલોડ થઈ જાય પછી નીચે પ્રમાણે તમને પહેલું પેજ જોવા મળશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે જોઈએ કે ફોર્મ કેવી રીતે ભરવું. ફોર્મમાં જે પણ નંબર આપેલા છે એ નંબર ફોર્મના પેજ ની નીચે લખેલું છે એ નંબર પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે.
ઉપર જે ફોર્મ નું પેજ આપેલું છે એ ફોર્મ ના પેજ ઉપર તમારે પર્સનલ ડિટેલ ભરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો જે ફોર્મમાં નંબર આપેલા છે એ નંબર પ્રમાણે આપણે નીચે ગુજરાતીમાં ડીટેલ આપેલી છે કે તમારે એ નંબરમાં કઈ વિગત ભરવાની છે.
પર્સનલ ડીટેલ ની ઉપર જે થોડી માહિતી છે એ માહિતી જોઈ લઈએ તો પહેલા લખેલું છે બ્રાન્ચ નેમ તો જે પણ બ્રાન્ચમાં તમે ખાતુ ખોલાવવા જાવ છો એ બ્રાંચ નું નામ લખવાનું રહેશે ત્યારબાદ બ્રાન્ચ કોડ એ તમે બાકી રાખી શકો છો અથવા તો બેંકમાં પૂછીને બ્રાન્ચ કોડ તમે લખી શકો છો કસ્ટમર આઈડી એકાઉન્ટ નંબર એ તમારે ખાલી રાખવાનું છે સાઈડમાં જોઈએ તો એપ્લિકેશન ટાઈપ તો તમે નવું ખાતું ખોલાવો છો તો 90 ઉપર ટીક કરવાનું રહેશે. ત્યારબાદ એકાઉન્ટ ટાઈપ માં નોર્મલ સ્મોલ અને માઇનોર એમાં તમારે નોર્મલ ઉપરથી કરવાનું રહેશે જો તમે એકાઉન્ટ ખોલાવતા હોય તમારી ઉંમર 18 વર્ષથી નાની હોય તો તમારે માઇનર ઉપર ટીક કરવાનું રહેશે.
આ પણ વાંચો :
- નોન ક્રિમિ લેયર સર્ટિફિકેટ કઢાવવા માટે ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- તમારા ગામનો નકશો જોવો
- આધાર કાર્ડ માં કેટલી વખત સુધારો કરાવી શકાય
હવે પર્સનલ ડીટેલ કેવી રીતે ભરવી
1 – તમારું પૂરેપૂરું નામ લખવાનું રહેશે જે પણ તમે આઈડી પ્રૂફ આપો છો ડોક્યુમેન્ટ તરીકે જેમકે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એની ઉપર જેવી રીતે નામ લખેલું હોય કોપી એવી જ રીતે તમારે નામ લખવાનું રહેશે. નામમાં તમારે તમારું પોતાનું પહેલા નામ લખવાનું રહેશે ત્યારબાદ પપ્પાનું નામ લખવાનું રહેશે અને છેલ્લે સરનેમ લખવાની રહેશે.
2 – ત્યારબાદ મેડમ નેમ માં તમારું બીજું નામ લખવાનું રહેશે જેમકે કોઈ કન્યા હોય અને લગ્ન પહેલાં બીજું નામ હોય અને લગ્ન પછી કોઈ બીજું નામ હોય તો એ નામ ત્યાં લખવાનું રહેશે.
3 – જન્મ તારીખ
4- જેન્ડર જેમ કે પુરુષ સ્ત્રી કે ટ્રાન્સજેન્ડર
5- લગ્નનું સ્ટેટસ
6- પિતા અથવા માતાનું નામ લખવાનું રહેશે જો તમે પાનકાર્ડ ન આપતા હોય તો પપ્પાનું નામ લખવું ફરજિયાત છે.
7- ખાલી રાખી શકો છો
8- ભણેલા હોય તો YES ન ભણેલા હોય તો No ઉપરથી કરવું.
9- તમારી ઉંમર 18 વર્ષથી નાની હોય તો તમારે ગાડી અને જરૂર પડશે જે તમે જોડે ગાર્ડન લઇ જાવ છો તમારા ઘરના વડીલે એમનું નામ લખવાનું રહેશે
10- નેશનાલીટી ઇન્ડિયન
11- ઇન્ડિયા
12- વ્યવસાયટીક કરવાનો છે જે પણ તમારો વ્યવસાય હોય તે બોક્સમાં ટીક કરી શકો છો ન હોય તો અધર ઉપર ટીક કરી શકો.
13- તમારે કોઈ સંસ્થા હોય તો લખી શકો છો ન હોય તો ખાલી છોડી દેવું
14- વાર્ષિક આવક
15- વાર્ષિક આવક રૂપિયામાં
16- ધર્મ ટેક કરવાનો છે બોક્સમાં આપેલા સિવાય ધર્મ હોય તો અધર ઉપર ધર્મનું નામ લખવાનું રહેશે
17- તમારી જ્ઞાતિ સિલેક્ટ કરવાની રહેશે જનરલ ઓબીસી એસસી એસટી છે આવતું હોય તેમેટીક કરી શકો છો.
18- શરીરમાં કોઈ કોડખાપણ હોય તો યસ અથવા તો કોઈ ખોટ કાપડ ન હોય તો નો.
19- એજ્યુકેશન કોલીફીકેશન જેટલું તમે ભણેલા હોય એ તમારે ટીક કરવાનું છે ન ભણેલા હોય તો ખાલી છોડવું.
20- નન ઉપર ટીક કરો
21- નો ઉપર ટીક કરવું
22- પાનકાર્ડ નો નંબર લખવાનો રહેશે જો તમારી જોડે પાનકાર્ડ નો નંબર ન હોય તો ફોર્મ 60 ભરવાનું રહેશે.
ત્યારબાદ કોન્ટેક્ટ ડીટેલમાં તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી લખવાની રહેશે જો ટેલી ફોન નંબર હોય લેન્ડલાઈન તો એ પણ લખી શકો છો.
આટલી ડીટેલ ભરાઈ જાય પછી બીજા પેજ ઉપર આવી જઈએ.
એસબીઆઇ બેન્ક નું ખાતું ખોલવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.
સી સેક્શનમાં તમે ઓળખના પુરાવા માટે જે ડોક્યુમેન્ટ આપો છો એ ટીક કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ નો નંબર લખવાનો રહેશે અને ડોક્યુમેન્ટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલું છે એ પણ લખવાનું રહેશે અને કઈ તારીખે ડોક્યુમેન્ટ તમને મળ્યું છે એ તારીખ પણ લખવાની રહેશે ડોક્યુમેન્ટની એક્સપાયરી ડેટ પણ લખવાની રહેશે જો હોય તો.
ત્યારબાદ ડી સેક્શનમ તમારે એડ્રેસ પૂરેપૂરું લખવાનું રહેશે. તમારું જે એડ્રેસ આપતા હોય રેસીડેન્ટ હોય બિઝનેસ એડ્રેસ હોય ઓફિસનું એડ્રેસ ટીક કરીને પૂરેપૂરું એડ્રેસ ગામ જીલ્લો રાજ્ય પીનકોડ નંબર લખવાનું રહેશે.
ત્યારબાદ e સેક્શનમાં બીજું કોઈ એડ્રેસ હોય એ લખી શકો અથવા તો એ જગ્યા ખાલી રાખી દેવી.
ત્યારબાદ f સેક્શનમાં કંઈ લખવાનું નથી.
ત્યારબાદ જી સેક્શનમાં તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો લગાવવાનો છે અને વ્યવસ્થિત તમારી સાઇન કરવાની છે.
ત્યારબાદ ઓફિસ યુઝ માટે છે એ સેકસન ખાલી રાખો.
ઉપરના ફોર્મ ની વાત કરીએ તો A section માં તમે જે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય એ ટીક કરવાનું છે જેમ કે સેવિંગ એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ જેવી તમારે ખોલાવવું હોય એ તમે ટીક કરી શકો છો.
ત્યારબાદ બી સેક્શનમાં આ એકાઉન્ટ કોણ ચલાવશે તો સેલ્ફ ઉપર ટીક કરવાનું રહેશે.
ત્યારબાદ સી સેક્શનમાં તમને જે એટીએમ કાર્ડ મળશે એ એટીએમ કાર્ડ ઉપર કયું નામ લખેલું આવવું જોઈએ એ નામ તમારે લખવાનું છે જોઈન્ટ એકાઉન્ટ હોય તો બે એટીએમ કાર્ડ આવશે બંનેનું વ્યવસ્થિત નામ લખવાનું રહેશે.
ત્યારબાદ ચેકબુક ઇન્ટરનેટ બેન્કિંગ એસએમએસ ફોન બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ આ સુવિધા નો લાભ લેવો હોય તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યસ અથવા તો નો ઉપર ટીક કરવાનો રહેશે.
ત્યારબાદ ડી સેક્શન ફિક્સ ડિપોઝીટ માટે છે એ કોરો રાખવાનો રહેશે.
ઇ અને એફ સેકસન પણ કોરુ રાખવાનું રહેશે.
ઉપર દર્શાવેલ ફોર્મ વારસદાર માટે છે. જો તમે કોઈ વારસદાર રાખવા માંગતા હોય તો આ ફોર્મ ભરવાનો રહેશે અથવા તો તમે કોરુ છોડી શકો છો.
ત્યારબાદ H સેક્શનમાં તમારી સાઇન કરવાની રહેશે.
ત્યારબાદ ઓફિસ યુઝ માટે છે તેમાં કંઈ લખવાનું નથી.
ઉપર દર્શાવેલ ફોર્મમાં તમારે સાઇન કરવાની રહેશે. જોઈન્ટ ખાતુ ખોલાવતા હોય તો એમની બાજુમાં જે બોક્સ છે એમાં સાઇન કરવાની રહેશે.
ઉપર આપેલું ફોર્મ જો તમે 18 વર્ષથી નાના હોય અને એકાઉન્ટ ખોલાવતા હોય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે તમારી ઉંમર 18 વર્ષથી મોટી હોય તો તમે આ ફોર્મ ભરવાનું નથી.
આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે. જેટલી ડિટેલ જણાવી એટલી ડિટેલ તમે વ્યવસ્થિત ભરીને સાથે ડોક્યુમેન્ટ જોડીને બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. બેન્ક એકાઉન્ટ ખોલાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે એ જાણવા માટે અહીંયા ક્લિક કરો.