📝👉આ લેખમાં આપણે મુદ્રા લોન વિશેની માહિતી મેળવીશું .મુદ્રા લોન પર વ્યાજ દર અને ચુકવણીની શરતો અંગે મહત્વની બાબતો વિશે જાણીશું .ભારત સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના વેપારીઓ , સ્ટાર્ટઅપ્સ કારીગરો, અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકોને જામીન વિના લોન આપે છે .ઘણા યુવાનો અને મહિલાઓ અને નાના ઉદ્યોગકારોએ આ યોજનાથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. પરંતુ લોન લેતા પહેલા તેની વ્યાજદર અને ચુકવણીની શરતો સમજવી ખૂબ જ જરૂરી છે. મુદ્રા લોનના નાના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે સરળ અને સસ્તી ફાઇનાન્સિયલ મદદ છે. વ્યાજદર સામાન્ય રીતે ઓછો રહે છે .અને ચુકવણીની શરતો લવચીક છે .EMI આધારિત ચુકવણીથી લોન ભરવી સરળ બને છે. પરંતુ EMI વિલંબ કે બેદરકારી કરશો તો નુકસાન પણ થઈ શકે છે .એટલે કે મુદ્રા લોન યોગ્ય આયોજન સાથે લેવાય તો વ્યાજ દર અને ચુકવણીની શરતો તમને ભારે પડતી નથી ,અને વ્યવસાય માટે મોટો આધાર રૂપ બની રહે છે. તો તે અંગે વિસ્તારથી અહીં માહિતી મેળવીશું.
Table of Contents
✅1. મુદ્રા લોન પર વ્યાજ દર
- મુદ્રા લોન માટે કોઈ સ્થિર વ્યાજ દર નથી ,તે બેંક અથવા નાણાકીય સંસ્થા નક્કી કરે છે.
- સામાન્ય રીતે વ્યાજદર 8% થી 12% સુધી રહે છે.
- મહિલા ઉદ્યોગકારોને ઘણી બેંકો 0.25% સુધી ડિસ્કાઉન્ટ આપતી હોય છે.
- વ્યાજદર તમારા ક્રેડિટ સ્કોર લોન રકમ અને વ્યવસાયના જોખમ પર આધાર રાખતી હોય છે
⏭️2. ચુકવણી ની શરતો
1.ચુકવણી નો સમયગાળો
- લોન સામાન્ય રીતે 3 થી 5 વર્ષમાં ભરવાની હોય છે.
- કેટલીક બેંકો જરૂર મુજબ 7 વર્ષ સુધીનો સમય પણ આપે છે
2 . EMI આધારિત ચુકવણી
EMI એટલે કે હપ્તા માસિક ભરવાના હોય છે ,જેમાં મૂળ રકમ+ વ્યાજનો સમાવેશ થાય છે.
3. પ્રિ પેમેન્ટ ચાર્જ નથી
જો તમે લોન સમય પહેલા બંધ કરો તો મોટાભાગની બેંકો વધારાનો ચાર્જ વસૂલતી નથી
4. મોરેટોરિયમ પિરિયડ ( Repayment Holiday)
કેટલીક બેંકો ૩ થી ૬ મહિના સુધી EMI માં છૂટ આપે છે, જેથી કોઈ નવો વ્યવસાય કાર વ્યવસાય શરૂ કરે તેમાં તેનો વ્યવસાય સારી રીતે શરૂ થાય ત્યાં સુધી તેને રાહત મળે છે.
❇️મુદ્રા લોન કેટેગરી મુજબ સરેરાશ વ્યાજ અને સમયગાળો
| લોન કેટેગરી | લોન રકમ | વ્યાજદર | ચુકવણી નો સમયગાળો |
| શિશુ | ₹50,000 સુધી | 8%-10% | 3 થી 5 વર્ષ |
| કિશોર | ₹50,001-₹5 લાખ સુધી | 9%-11% | 3 થી 5 વર્ષ |
| તરુણ | ₹5 લાખ થી ₹10 લાખ સુધી | 10%-12 | 3 થી 7 વર્ષ |
✅ઉદાહરણ તરીકે : EMI આધારિત 5 લાખની લોન
માનીએ કે તમે રૂપિયા 5 લાખની મુદ્રા લોન 10% ના વ્યાજ દરેક 5 વર્ષ માટે લીધેલી છે તો હિસાબ આ રીતે કરવામાં આવે છે.
- માસિક EMI 👉₹10,624 જેટલી
- કુલ ચૂકવણી 👉 ₹6,37,411 (5 વર્ષ)
- કુલ વ્યાજ 👉₹1,37,411
એટલે કે રૂપિયા પાંચ લાખની લોન પર તમને મૂળ રકમ સિવાય લગભગ રૂપિયા 1.37 લાખ વ્યાજ ભરવું પડે છે
📌લોન ચુકવણીમાં ધ્યાન રાખવાની મુખ્ય બાબતો
- EMI સમયસર ભરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો પેનલ્ટી વ્યાજ લાગુ પડે છે.
- ચુકવણીમાં વિલંબ થી ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે
- સમય પહેલા લોન ચૂકવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે વ્યાજ ઓછું ભરવું પડે છે
- વ્યવસાય શરૂ કરતાં પહેલાં બિઝનેસ પ્લાન અને કેશ ફ્લો મેનેજમેન્ટ સારી રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે