👉📝આ લેખમાં આપણે જોઇશું કે i -khedut પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી.. i -khedut પોર્ટલ એટલે શું ?..i -khedut પોર્ટલ ની ખાસિયત.. નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ,કેવી રીતે નોંધણી કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂત ભાઈઓને સરકારી સહાય સહેલાઈથી મળી રહે તે માટે i -khedut પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોટરથી ખેડૂત સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને ઘણી બધી માહિતીઓ પણ મેળવી શકે છે. i -khedut પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી તે જાણવા નીચે મુજબ માહિતી આપવામાં આવેલી છે..
Table of Contents

✅i -khedut પોર્ટલ એટલે શું
👉i -khedut પોર્ટલ એ ગુજરાત સરકારનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેના થકી ખેડુત સરળતાથી વિવિધ ખેતી માટેની સહાય યોજનાઓ માટે અરજી કરી શકે છે.
👉પોર્ટલ લીંક : click here
✅i -khedut પોર્ટલ ની ખાસિયત
- ખેતી, પશુપાલન,બાગાયત, માછીમાર મિકેનઈજીસન સહાય મળી રહે છે.
- એક જ જગ્યા એ થી તમે સહાય માટે અરજી કરી શકો છો.
- અરજી ની સ્થિતિ ચકાસવાની સુવિધા
- દર વર્ષે નવી યોજના ઓ સાથે અપડેટ
✅📂i -khedut પોર્ટલ પર નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ ઓળખ માટે
- 7/12 અને 8 અ ની જમીન પત્ર
- મોબાઇલ નંબર OTP માટે
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- જો જમીન ભાડે લીધેલી હોય તો પાટા પત્રક
✅⏭️i -khedut પોર્ટલ પર નોંધણી કરવા માટેની પ્રોસેસ

1 વેબસાઈટ પર જાઓ :https://ikhedutservice.gujarat.gov.in/Public/frm_Public_AboutUs.aspx
2 .યોજનાઓ વિભાગ માં જાઓ
જેમાં ખેતી , પશુપાલન , બાગાયત માછીમાર વગેરે વિકલ્પ પસંદ કરો.
3.નવી અરજી પર ક્લિક કરો
તમને પૂછવામાં આવશે કે તમે ખેડૂત તરીકે નોંધાયેલ છો ?
જો તમે પ્રથમ વખત નોંધણી કરો છો તો” ના “વિકલ્પ પસંદ કરો,..
4 . નોંધણી ફોર્મ ભરો.
ખેડુત નું નામ , સરનામું , જિલ્લો , તાલુકો , ગામ
આધાર નંબર નાખો
મોબાઈલ નંબર OTP માટે જરૂરી છે.
OTP દાખલ કરો અને આગળ વધો.
5. જમીન વિગતો નાખો
જમીન સર્વ નંબર, 7/12 અને 8 અ ની માહિતી દાખલ કરો.
જમીન ના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
6. ફોર્મ સબમિટ કરો
તમામ માહિતી સાચી છે તેની ખાતરી કરો.
ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો.
✅⬆️નોંધણી થઈ ગયા પછી શું કરવું
- નોંધણી થયા પછી તમે i -khedut પોર્ટલ પર લોગીન કરીને નવી યોજનાઓ માટે અરજી કરી શકો છો.
- દર વર્ષે નવી સહાય યોજનાઓ શરૂ થતી હોય છે તેમાં અરજી કરી શકો છો.
- અરજી ની સ્થિતિ જાણો વિકલ્પ દ્વારા સ્થિત જાણી શકાય છે.
⚠️ખાસ નોંધ :⚠️
⚠️નોંધણી માં તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબર સાચો નાખો.
⚠️જમીન ના દસ્તાવેજો સ્પષ્ટ અને નવા હોવા જોઇએ
⚠️જો જમીન ભાડે લીધી હોય તો પાટા પત્રક જરૂરી છે
⚠️દર વર્ષેયોજનાઓ બદલાય છે , એટલે નોંધણી ડેટા અપડેટ રાખો.