You are currently viewing bank of baroda માં જોઈન્ટ ખાતુ અલગ કરાવવાની પ્રોસેસ
જોઇન્ટ એકાઉન્ટ અલગ કેવી રીતે કરવું

bank of baroda માં જોઈન્ટ ખાતુ અલગ કરાવવાની પ્રોસેસ

👉📝આ લેખમાં આપણે bank of Baroda માં જોઈન્ટ ખાતું અલગ કેવી રીતે કરવું ? જોઇન્ટ ખાતું અલગ કરવા માટે ખાતા ધારક ની સહમતિ,યોગ્ય ડોક્યુમેન્ટ અને યોગ્ય અરજી કરવાની જરૂરી છે. અત્યારે ઘણા બધા લોકો જોઇન્ટ ખાતા ખોલતા હોય છે, ખાસ કરીને પતિ પત્ની , માતા-પિતા અને સંતાનો અથવા પાર્ટનર વચ્ચે જોઈન્ટ ખાતું હોય છે. પરંતુ અનેક વખત જીવનની પરિસ્થિતિ બદલાયા કરે છે, જેમ કે સંબંધ વિકોટો પડે , અવસાન થાય , અલગ વ્યવસાય શરૂ કરવો હોય વગેરે જેવી પરિસ્થિતિમાં લોકો માટે એવા જોઈન્ટ ખાતાને અલગ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. જીવનમાં નવું પાનું શરૂ કરવા માટે તમારા પર્સનલ ખાતા ને અલગ રીતે ચલાવવુ એ યોગ્ય વિકલ્પ છે.તો આપણે આજે આ લેખ માં જોઇન્ટ ખાતા ને કેવી રીતે અલગ કરી શકાય તે વિશે જાણકારી મેળવીશું.

1000004345

👉joint Account એ એવું ખાતું છે કે જેમાં બે કે તેથી વધુ લોકો ના નામ હોય છે,અને તે લોકો ની સહમતિ થી કોઈ પણ વ્યક્તિ તેમાંથી પૈસા ઉપાડી શકે છે,

  • પતિ /પત્ની વચ્ચે છુટા છેડા લીધેલા હોય
  • વ્યવસાયિક ભાગીદારી છૂટી પડવી
  • કોઈ જોઇન્ટ ખાતા ધારક નું અવસાન થાય
  • વ્યક્તિગત ખર્ચો અને આરોગ્ય સંબંધિત કરણો
  • નવા ખાતામાં અલગ નામે વ્યવહાર કરવાની ઇચ્છા
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • Account Closure Form ( જો બંધ કરવું હોય તો)
  • Name Deletion Form જો માત્ર નામ હટાવવું હોય તો
  • Application letter જોઈન્ટ ખાતા તારક ની સહી સાથે
  • દાખલ થયેલ તમામ ચેકબુક પાસબુક અને એટીએમ કાર્ડ
1000004344 1
  1. ખાતું બંધ કરવાની અરજી કરો : બંને જોઇન્ટ ખાતા ધારક ની સહમતિ થી લેખિત અરજી બનાવવી.
  2. જરૂરી ડોક્યુમેન્ટ આપો : ઓળખ માટે આધારકાર્ડ , પાનકાર્ડ , રેશનકાર્ડ વગેરે
  3. પાસબુક ડેબિટ કાર્ડ ચેકબુક પાછું આપો
  4. ખાતું બંધ થઈ જશે અને બાકી રકમ નવી એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી શકાય છે.
  5. નવા નામે કોઈ પણ વ્યક્તિ પોતાનું અલગ Savings Account ઓપન કરી શકે છે,
  1. લેખિત અરજી કરો : બધા જોઈન્ટ ખાતાધારક દ્વારા સ્વીકારપત્ર આપવું પડે છે કે, ખાતામાંથી અન્ય વ્યક્તિનું નામ હટાવવાની તેમને સંમતિ છે.
  2. KYC ડોક્યુમેન્ટ આપવા પડે : તેમાં રહેલા ખાતાધારક નું આધારકાર્ડ ,પાનકાર્ડ , ફોટો અને સરનામાના પુરાવા જોઈએ.
  3. બેંક દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી થયા પછી ખાતું અપડેટ થઈ જશે
  4. હવે એ ખાતું તે વ્યક્તિ ના નામે Individual તરીકે કામ કરશે.
  • નામ હટાવવા માટે બધા જ ખાતાધારી ની સહમતિ જરૂરી છે .
  • જો કોઈ સહમતિ નો આપે તો ખાતુ બંધ કરી નવું ખોલવું વધુ સરળ વિકલ્પ હોય છે.
  • કોઈ વ્યક્તિનું અવસાન થતાં ખાતામાંથી નામ કઢાવવા માટે મૃત્યુ પ્રમાણપત્ર આવશ્યક છે
  • બધી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થવામાં ત્રણ થી પાંચ કાર્ય દિવસ લાગી શકે છ
  • બધું જ લેખિતમાં હોવું અને બેંકમાં સહીયુક્ત હોવું ખૂબ જ જરૂરી છે

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.