You are currently viewing વૃદ્ધ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?|| જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને અન્ય જરૂરી માહિતી 2026
વૃદ્ધ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી

વૃદ્ધ સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?|| જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાત અને અન્ય જરૂરી માહિતી 2026

👉📝આ લેખમાં આપણે વૃત્તિ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ નાગરિકોને સહાય મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત ગુજરાતમાં પણ પાત્ર વરિષ્ઠ નાગરિકોને માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ વડી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજી કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. વૃદ્ધ સહાય યોજના આર્થિક રીતે નબળા અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. તે માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરતાં પહેલાં સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના નિયમો, લાયકાત અને સહાયની રકમની ખાતરી કરી લેવી ખૂબ જ જરૂરી છે જેથી અરજીમાં કોઈ મુશ્કેલી ન આવે. તો આજે આપણે આલેખમાં વૃદ્ધ સહાય માટે અરજી કેવી રીતે કરવી , તે માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે , અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી તે બધી જ રીતે જ વિગતવાર માહિતી મેળવીશું.

વૃદ્ધ સહાય યોજના હેઠળ સરકાર પાત્ર વરિષ્ઠ નાગરિકોને દર મહિને નાણાકીય સહાય આપે છે જેથી તેઓ પોતાના રોજિંદા ખર્ચમાં સહાય મેળવી શકે. યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને નિરાધાર વૃદ્ધોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે.

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
  • સરકાર દ્વારા નક્કી કરેલી લઘુતમ ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ
  • પરિવારની આવક સરકારના નિયમો મુજબ હોવી જોઈએ
  • અરજદાર અન્ય સમાન પ્રકારની સરકારી પેન્શન નો લાભ લેતો ન હોવો જોઈએ.

નોંધ : વૃદ્ધોની પાત્રતા અને આવકની મર્યાદા સમયાંતરે સરકાર દ્વારા બદલાઈ શકે છે . એટલા માટે અરજી કરતા પહેલા નવીનતમ નિયમો તપાસવા ખૂબ જ જરૂરી છે.

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • બેંક પાસબુક ની નકલ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • જાતિ નો દાખલો

1). નજીક ના જન સેવા કેન્દ્ર (CSC) અથવા ઈ – ગ્રામ કેન્દ્ર પર જાવ.

તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નજીકના જનસેવા કેન્દ્ર અથવા ઈ – ગ્રામ કેન્દ્ર પર જાવ.

2). અરજી ફોર્મ ભરો

તમારી નીચે મુજબની માહિતી ઓપરેટર ઓનલાઇન દાખલ કરશે.

  • નામ
  • જન્મ તારીખ
  • સરનામું
  • આધાર નંબર
  • બેંક વિગતો
  • મોબાઈલ નંબર

3). જરૂરી તમામ ડોક્યુમેન્ટ સ્કેન કોપી અપલોડ કરવામાં આવશે.

4). માહિતી ચકાસ્ય બાદ અરજી ઓનલાઇન સબમીટ કરવામાં આવશે.

5). અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને એક અરજી નંબર અથવા રસીદ મળશે તે સાચવીને રાખો.

  • સંબંધીત સરકારી પોર્ટલ પર જાવ
  • નોંધણી કરો અથવા લોગીન કરો
  • વૃદ્ધ સહાય યોજના પસંદ કરો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી સબમીટ કરો
  • અરજી નંબર સાચવી રાખો

અરજી કર્યા બાદ તેની સ્થિતિ નીચે મુજબ જાણી શકાય છે,

  • સરકારી પોર્ટલ પર જઈ અરજી નંબર દાખલ કરો.
  • CSC કેન્દ્રમાં અરજી નંબર આપીને માહિતી મેળવો
  • સંબંધીત કચેરી નો સંપર્ક કરો.
  • લાભાર્થીના બેંક ખાતામાં સિદ્ધિ સહાય જમા થશે
  • સરકાર દ્વારા નક્કી કરાયેલા સમયગાળા મુજબ પેન્શન મળતું રહેશે
  • સમયાંતરે KYC અથવા દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડી શકે
  • આધાર અને બેંક ખાતુ લીંક હોવું જોઈએ
  • મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ
  • સાચી માહિતી આપવી ફરજિયાત છે
  • તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ હોવા જોઈએ
  • અરજી નંબર સાચવી રાખો

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.