જો તમે નવું ગેસ કનેક્શન લેવાનું વિચારતા હોય તો બે રીતથી તમે લઈ શકો છો ઓનલાઇન અથવા તો ઓફલાઈન. નવું ગેસ કનેક્શન લેવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે એ પણ જાણીશું.
જો તમે indane કંપનીનું ગેસ કનેક્શન લેવા માંગતા હોય તો બે રીતે લઈ શકો છો ઓનલાઇન અથવા તો ઓફલાઈન ઓનલાઈન ગેસ કનેક્શન લેવા માટે indane કંપનીની ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી લઈ શકો છો અને ઓફલાઈન ગેસ કનેક્શન લેવા માટે તમારે નજીક indane office ની મુલાકાત લઈને ઓફલાઈન લઈ શકો છો.
Indane નું નવું ગેસ કનેક્શન લેવા ઓનલાઈન કેવી રીતે પ્રોસેસ કરવી?
- ઓનલાઇન ગેસ કનેક્શન લેવા નીચે સ્ટેપ આપેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ગેસ કનેક્શન ઓનલાઈન લઈ શકો છો.
- Indane ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ન્યુ ગેસ કનેક્શન ઉપર ટચ કરવાનું રહેશે.
- ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ખુલશે એ વ્યવસ્થિત ભરવાનું રહેશે જેમ કે રાજ્ય, નામ ,ડિસ્ટ્રીબ્યુટરનું નામ, જન્મ તારીખ, તમારો મોબાઈલ નંબર ,તમારું ઇમેલ આઇડી અને કેપ્ચર આ બધું વ્યવસ્થિત માહિતી ભરીને સબમિટ ઉપર ટચ કરવાનું રહેશે.
- ત્યારબાદ ફરજિયાત કેવાયસી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમકે ઓળખ માટેનું ડોક્યુમેન્ટ એડ્રેસ માટેનું ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે પછી જો તમારે ડોક્યુમેન્ટ અને બધી વિગત સાચી હશે તો તમારી એપ્લિકેશન અપલોડ થઈ જશે અને તમને ગેસ કનેક્શન મળી જશે.
ઓફલાઈન નવું ગેસ કનેક્શન લેવા માટેની પ્રોસેસ કેવી રીતે કરવી?
- ઓફલાઈન ગેસ કનેક્શન લેવા માટે તમારી નજીક Indane ગેસ ડિસ્ટ્રીબ્યુટર ઓફિસની મુલાકાત લેવાની રહેશે. તમારી નજીક ગેસ ડિસ્ટ્રીબ્યુટર ની ઓફિસ મેળવવા માટે વેબસાઈટ પરથી તમે લોકેશન મેળવી શકો છો.
- ઓફિસેથી તમારે નવું ગેસ કનેક્શન મેળવવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરીને એની જોડે બધા ડોક્યુમેન્ટ જોડી ફોટોગ્રાફ જોડી અને આપવાનો રહેશે. જો તમને સબસીડી મળવાપાત્ર હોય તો બે ફોટોગ્રાફ અને સબસીડી નું પ્રુફ આપવાનું રહેશે.
- ત્યારબાદ ડીલર તમારી બધી માહિતી મેસેજ અથવા તો ઇમેલ દ્વારા રિક્વેસ્ટ કરશે અને તમને નવું ગેસ કનેક્શન મળી જશે.
નવું ગેસ કનેક્શન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- વોટર આઇડી
- લીસા અગ્રીમેન્ટ (lease agreement)
- અત્યાર નો ટેલિફોન નંબર, વીજળીનું બિલ
- પાસપોર્ટ
- એલ.આઇ.સી પોલીસી
- બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
- ઘર રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ
- ફ્લેટ પજેશન લેટર ( flat possession letter)
Pingback: ડુબલીકેટ પાનકાર્ડ કેવી રીતે કઢાવવું | PAN card reprint process | પાનકાર્ડ ઓનલાઈન કઢાવો – helpingujrati.com