વિટામીન બી 12 એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જેના અભાવે શારીરિક અને માનસિક ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. અહીં તમે વિટામીન બી ૧૨ ની સંપૂર્ણ માહિતી મેળવશો. Vitamin b12 in Gujarati
Table of Contents
વિટામીન બી 12 ની સામાન્ય માહિતી (vitamin b12 basic information)
વિટામીન બી 12 નું પૂરું નામ cyanocobalamin છે. જે એક જટિલ પાણીમાં ઓગળતો વિટામિન છે જે આપણા શરીરમાં અનેક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. અહીં આપણે વિટામિન બી 12 ની સંપૂર્ણ માહિતી મેળવશો. વિટામીન બી ૧૨ ના ઉપયોગો અને શેમાંથી મળે તથા તેની ઉણપથી કયા રોગ થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવશો.
વિટામીન બી 12 ના ઉણપથી કયા રોગ થાય છે
અહીં આપણે પહેલા જાણી લઈએ કે વિટામિન બી 12 ના ઉણપથી શરીરમાં અલગ અલગ પ્રકારના માનસિક અને શારીરિક રોગ થાય છે જેમ કે થાક લાગવો અથવા ઉર્જા ની ઉણપ, યાદશક્તિમાં ઘટાડો થવો, ચક્કર આવવા, ચામડી સુકાઈ જવી, ચામડી રુક્ષ થઈ જવી, ભૂખ ન લાગવી, જો તમારા શરીરમાં આવા કોઈ લક્ષણો હોય તો વિટામીન બી 12ની ખામી પણ હોઈ શકે છે.
જો લાંબા સમય સુધી વિટામીન બી 12 ની ખામી રહે તો માનસિક સ્વાસ્થ્ય પણ અસર થાય છે. જે એક ગંભીર સમસ્યા બની શકે છે.
વિટામીન બી 12 કયા ખોરાકમાંથી મળે છે
વિટામીન બી બાર મેળવવા માટે નીચેના ખોરાક તમે ખાઈ શકો છો જેમાંથી તમે વિટામિન બી બાર મેળવી શકો છો. જેમાં દૂધ અને દહીં ચીઝ ,માખણ જો તમે નોનવેજ હોય તો માછલી, ચિકન, બીફ અને ઈંડા માંથી વિટામીન 12 ભરપૂર માત્રામાં મળી આવે છે જેથી તમારે ઉપર દર્શાવેલ લક્ષણો હોય તો તમારે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. શાકાહારી લોકો માટે વિટામિન બી 12 મેળવવું મુશ્કેલ છે એ લોકોએ ફોર્ટિફાઇડ કરેલા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ.
શરીરમાં વિટામીન બી 12 શા માટે જરૂરી છે
માનવ શરીરમાં વિટામિન બી 12 ઘણા બધા મહત્વપૂર્ણ કારણો માટે જવાબદાર છે. જેમકે નર્વસ સિસ્ટમની સારી કામગીરી માટે, લોહી બનાવવા માટે ઉપયોગી, મગજ અને નસો ની તંદુરસ્તી માટે, ડી એન એ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ ની રચનામાં સહાયક છે, ઉર્જાનું સ્તર એટલે કે શરીરમાં ઉર્જા કેટલી હોવી જોઈએ તે જાળવી રાખવા માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે વિટામિન બી 12 ખૂબ જ મહત્વનો છે.
દરરોજ શરીરને કેટલું વિટામિન બી બાર જરૂરી છે
જો તમે વયસ્ક છો તો તમારે રોજ 2.4 માઇક્રોગ્રામ વિટામીન બી 12 ની જરૂરિયાત છે. મહિલાઓએ ગર્ભવસ્થા દરમિયાન ૨.૬ માઇક્રોગ્રામ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ૨.૮ માઇક્રોગ્રામ વિટામિન બી 12 ની જરૂરિયાત રહે છે.
જો તમારા દ્વારા વિટામિન બી 12 નો વધારે પડતું સેવન થઈ જાય તો પણ કોઈ મુશ્કેલી નથી કારણ કે તે શરીરમાંથી મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. વિટામીન બી 12 ના ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે જે તમારે ડોક્ટરની સલાહથી લેવા જોઈએ.
નોંધ : વિટામીન બી 12 ને ટેસ્ટ નિયમિત કરાવતા રહેવું જોઈએ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત વિટામીન બી 12 નુ લેવલ ચેક કરાવવું જરૂરી છે
- PM Kisan નો 24 મો હપ્તો ક્યારે આવશે? || 2,000 મેળવવા માટે શું કરવું? 2026
- PNB માં Zero Balance Savings Account કેવી રીતે ખોલવું 2026 || ? જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી 2026
- વિધવા સહાય યોજના 2026 || 2026 માં અરજી કેવી રીતે કરવી? || લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને મળતી સહાય..
- PNB mudra loan કેવી રીતે લેવી?|| 2026 માં અરજી કરવાની પ્રક્રિયા,પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને વ્યાજદર
- કુંવર બાઈ નું મામેરું યોજના 2026 || અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને ₹12,000 ની સહાય
Pingback: ગામ નો નકશો જોવો | Gam No Naksho Online | Gam No Sarkari Naksho Online | - Helpingujrati.com