👉📝આ લેખ માં આપણે જાણીશું કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં નામ, જન્મતારીખ, સરનામું,જાતિ વગેરે જેવી માહિતી ખોટી હોય તો તેમાં સુધારો કેવી રીતે કરવો . તેમાટે જરૂર પડતા ડોક્યુમેન્ટ..કેવી રીતે મંજૂરી મેળવવી.. શાળા માં અરજી કેવી રીતે કરવી આવી બધી જ વિગતો આજે આપણે આ લેખમાં જોઈશું.
⚠️⚠️જ્યારે વિદ્યાર્થી નો અભ્યાસ પૂરો થાય ત્યાર પછી તેની શાળા માંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળતું હોય છે.જે વિદ્યાર્થી ની ઓળખ અને શિક્ષણ નો મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે.જો આ ડોક્યુમેન્ટ માં વિદ્યાર્થી ના નામ,અટક, જન્મતારીખ, જાતિ વગેરે માં ભૂલ હોય ,ખોટી માહિતી આપેલી હોય તો તેમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે.
Table of Contents
❇️સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (School Leaving certificate) માં સુધારો કરવા માટે યોગ્ય કારણ હોવું જરૂરી છે
👉જેમ કે તમારું નામ,અટક, જન્મતારીખ,જાતિ LC ma ખોટું લખાયા હોવા ના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે
- શાળાની ત્રુટિ
- જન્મપ્રમાણપત્ર કે આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટ માં નામ જુદુ હોવા ને કારણે
- લગ્ન પછી અટક બદલાઈ જાય
- નામ કાયદેસર બદલવાનું જાહેરનામું
❇️સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (School Leaving certificate)માં સુધારો કરવા માટેના પગલા
⏭️સૌપ્રથમ તમારી શાળા માં અરજી કરો
સૌપ્રથમ તમારી શાળામાં જઈને લેખિત માં એક અરજી આપો કે જેમા તમે શું સુધારવું છે તે સ્પષ્ટ લખાયેલું હોવું જોઈએ.
અરજી નો નમૂનો:
❇️2 . સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- વિદ્યાર્થી નો જન્મપ્રમાણપત્ર
- આધારકાર્ડ નામ ,અટક સાચી હોય તે
- મુળ LC (ભૂલ વાળું)
- માતા પિતા નું ઓળખ પત્ર
- નામ બદલાવ્યું હોય તો ગેજેટનો
- લગ્ન પછી અટક બદલાઈ હોય તો લગ્ન પ્રમાણપત્ર
❇️3. હેડમાસ્તર (આચાર્ય) ની મંજુરી મેળવો
⏭️શાળા માં આ બધી જ માહિતી તપાસીને તમને નવી સુધારેલી LC આપશે. જેમાં Duplicate અથવા Corrected લખેલું હોઈ શકે છે.
❇️4. બોર્ડ માંથી મંજુરી (જોઈએ તો જ )
✅જો LC સાથે બોર્ડ ના ડેટાબેઝ માં ભૂલ હોય તો બોર્ડ માં પણ તમારે અરજી કરવી પડશે.
તે માટે શાળા ની મદદ લ્યો.
⚠️⚠️ખાસ નોંધ : હંમેશા તમારી સાથે ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખો..તમે ત્યારે જરૂર પડી શકે.
⚠️તમારું નામ કાયદેસર બદલાવ્યું હોય તો ગેજેટ નોટિફિકેશન ફરજીયાત રહેશે
⚠️શાળા માં સુધારો મફત કે પછી 50-100 રૂપિયા લઈ શકે છે.
⚠️આ આખી પ્રોસેસ પૂરી થતા 7- 15 દિવસ લાગે છે.