👉📝આ લેખમાં આપણે જોઇશું કે રેશનકાર્ડમાં નામ કમી કે ઉમેરવા માટે શું કરવું,.. રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે અને નવું નામ ઉમેરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ..કેવી રીતે તેની અરજી કરવામાં આવે છે.. તેનું ફોર્મ ક્યાંથી લેવું અને કેવી રીતે ભરવું… લગ્ન થયા પછી પિયર ના રેશનકાર્ડ માંથી નામ કમી કેવી રીતે કરાવવું અને સાસરીના રેશનકાર્ડ માં નામ કેવી રીતે ઉમેરવું… નાના બાળકનું નામ રેશનકાર્ડ માં કેવી રીતે ચડાવવું.. તે બધી જ પ્રોસેસ આ લેખમાં આપવામાં આવી છે. રેશનકાર્ડ માં નામ ઉમેરવા અથવા કાઢી નાખવા માટેની પ્રક્રિયા રાજ્યના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા નિયત કરવામાં આવી છે ..અહીં ગુજરાત રાજ્ય માટે રેશનકાર્ડ માં નામ ઉમેરવા અથવા કમી કરવા માટેની વિગતવાર માહિતી આપેલી છે.
Table of Contents
❇️1.રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

- રેશનકાર્ડ ની નકલ
- આધારકાર્ડ (જેનું નામ ઉમેરવું હોય તેની)
- જન્મનો દાખલો (બાળક માટે)
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- નવા સભ્યો સાથે સંબંધ નો પુરાવો
- મૌખિક સોગંદનામુ
❇️2.રેશનકાર્ડ માં નામ કમી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- મૃત્યુ નો દાખલો
- લગ્નનું પ્રમાણપત્ર
- માલિક ના સહીવાળા અરજીપત્ર
- અન્ય સભ્યોના ઓળખ પુરાવા જરૂર પડે તો જ
❇️રેશનકાર્ડ માં નામ કમી કે ઉમેરવા માટે અરજી કરવાની પ્રક્રિયા
👉રેશનકાર્ડ માં નામ કમી/ઉમેરવા માટે 2 રીત થી અરજી કરી શકાય છે.
1. ઓનલાઈન અરજી
2. ઓફલાઈન અરજી
1. ઓનલાઇન અરજી કરવાની રીત

👉ડિજિટલ ગુજરાત પોર્ટલ : https://www.digitalgujarat.gov.in/
- આપેલી વેબસાઈટ પર લોગીન કરો. (જોઇન્ટ ફોર્મ ભરો)
- “Ration card Services ” પસંદ કરો.
- “Add Members to Ration card” અથવા “Delete Members from Ration card ” પસંદ કરો.
- તેમાં આપેલું ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી રૂપિયા 20 થી 50 ભરવી પડે છે .
- અરજીઓનું એક નોલેજમેન્ટ નંબર મેળવો
2.ઓફલાઈન અરજી કરવાની રીત

- નજીક ની મામલતદાર કચેરી, તાલુકા ફૂડ વિભાગ, અથવા ગ્રામ પંચાયત માં જાઓ.
- ત્યાં થી ફોર્મ કે અરજીપત્ર મેળવો
- સાચી માહિતી સાથે અરજી લખો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- યોગ્ય અધિકારી તે અરજી ચકાસે
- ત્યાં થી રસીદ મેળવો
👉આ પ્રોસેસ થયા પછી 7-15 દિવસ પછી તમારા રેશનકાર્ડ માં સુધારો થાય છે .
⚠️⚠️ખાસ નોંધ :
- બધા જ જરૂરી ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને તાજા હોવા જોઈએ
- લગ્ન થયા પછી પતિ પત્ની નું નામ ઉમેરવા માટે લગ્નનો દાખલો જરૂરી છે
- બાળકો માટે જન્મનો દાખલો જરૂરી છે
- નામ કઢાવવા માટે મૃત્યુનો દાખલો જરૂરી છે( મૃત્યુ પામેલ હોય તો)
- તમારો મોબાઈલ નંબર સાચો આપો શરૂ હોય તે
- મોબાઈલ ઉપર ઓટીપી દ્વારા વેરિફિકેશન થશે