👉📝આ લેખમાં આપણે એગ્રીકલ્ચર જમીનને નોન એગ્રીકલ્ચર જમીનમાં કેવી રીતે ફેરવી તે વિશે માહિતી મેળવીશું .જેમાં નોન એગ્રીકલ્ચર શું છે? નોન એગ્રીકલ્ચર માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે? એગ્રીકલ્ચર જમીને નોન એગ્રીકલ્ચર જમીનમાં ફેરવવા માટે ત્યાં અરજી કરવાની હોય છે ?તેની ફી કેટલી હોય છે ?તે કેટલા સમયમાં તેની બધી જ કાર્યવાહી પૂર્ણ થઈ જાય છે? તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે ?જમીનનું સ્વપ્ન દરેક માનવીનું હોય છે ,જો તમે કોઈ ખેતીવાડી જમીન ખરીદો છો, અને એ જમીન પર ઘર, દુકાન કે અન્ય બાંધકામ કરવાનો વિચારી રહ્યા છો તો પહેલા તમારે તે જમીને લોન એગ્રીકલ્ચર જમીન તરીકે કાનૂની રીતે મંજૂરી મેળવવી જરૂરી છે ..આ બ્લોકમાં આપણે તે તે વિશેની દરેક બાબતો વિશે જાણીશું.
Table of Contents
🌸NA( Non – Agriculture)ઓર્ડર શું છે ?
જ્યારે તમે કોઈ જમીન ખરીદો ત્યારે તે જમીન મૂળ રૂપે ખેતી માટેની હોય છે, જો તમે એ જમીન પર રેણાક માટેનું મકાન ગોડાઉન દુકાન કે અન્ય બાંધકામ કરવા માંગો છો, તો તમારે સરકાર પાસેથી NA ઓર્ડર મેળવવો ફરજિયાત હોય છે.
👉NA ઓર્ડર એ બાબત નો પુરાવો છે કે તે જમીનનો ઉપયોગ હવે ખેતી માટે નહીં પરંતુ નક્કી થયેલી જેમ કે રહેણાંક, વ્યવસાયિક, ઔદ્યોગીક હેતુ માટે કરવાની મંજૂરી છે .
❇️NA( Non Agriculture)ઓર્ડર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી પત્રક ફોર્મ નંબર – 1
- 7/12 ઉતારો અને 8 અ ના ઉતારા
- તલાટીની માલિકી નો દાખલા ની નકલ
- જમીનો માપન રિપોર્ટ
- જમીન નો નકશો અને પ્લોટીંગ પ્લાન
- આધારકાર્ડ અને પાનકાર્ડ ઓળખ માટે
- જમીન પર કોઈ વિવાદ નથી તે માટેનું સર્ટિફિકેટ
- બિલ્ડીંગ પ્લાન કે વ્યવસાયિક હેતુ માટે
✅અરજી ક્યાં કરવાની હોય છે?
NA ઓર્ડર માટેની અરજી તમારા તાલુકા મામલતદાર કચેરી અથવા જિલ્લા કલેક્ટર કચેરીના જમીન વિભાગમાં કરવાની હોય છે.
હવે ઘણી બધી જગ્યાએ ઓનલાઇન અરજી પણ શક્ય છે
💰ફી અને સમયગાળો
અરજી પ્રક્રિયા માટે અંદાજિત સમય 3 થી 6 મહિના સુધીનો હોય છે.
સ્ક્રૂટિની ચાર્જ ₹500 થી ₹2000 સુધી( પ્લોટ પર આધાર રાખે છે)
NA ફી જમીનના વિસ્તાર અને ઉપયોગ પર આધારિત રૂપિયા 10 થી રૂપિયા 100 પ્રતિ ચોરસ મીટર લાગે છે.
મેપિંગ અને મ્યુનિસિપલ ચાર્જ અલગથી લાગુ પડે છે
દરેક જિલ્લો અને જમીનના પ્રકાર પ્રમાણે ફી થોડી બદલાઈ શકે છે.
❇️ખાસ નોંધ❇️ :
- અરજી કરતા પહેલા ખાતરી કરો કે જમીન કોઈ કાનૂની વિવાદ હેઠળ નથી ને
- જો જમીન પ્લાનિંગ ઝોન હેઠળ આવે છે તો T.P. મંજૂરી પણ જોઈ શકાય છે.
- વ્યવસાયિક હેતુ માટેના બાંધકામ માટે અલગ પ્રકારનું એને ઓર્ડર માંગે છે
✅ખેતીવાડીની જમીન પર બાંધકામ કરતાં પહેલાં એને ઓર્ડર મેળવવો ફરજિયાત છે નહીં તો સરકાર બાંધકામ રોકી શકે છે અને દંડ પણ કરવામાં આવી શકે છે