👉📝આ લેખમાં આપણે રેશનકાર્ડ માં નવું નામ ઉમેરવાનું પ્રોસેસ વિશે જાણીશું. રેશનકાર્ડ એ દરેક પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ માત્ર સસ્તા દરે અનાજ મેળવવા માટે જ નહીં, પરંતુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ થાય છે. હું તમારા પરિવારમાં નવા સભ્યોનો સમાવેશ થયો હોય, જેમકે બાળકનો જન્મ થયો હોય, લગ્ન પછી પત્ની નું નામ ઉમેરવાનું હોય અથવા તો અન્ય કોઈ સભ્યોને સામેલ કરવા હોય તો રેશનકાર્ડમાં તેનું નામ ઉમેરવું ખૂબ જ જરૂરી છે. રેશનકાર્ડ માં નવા સભ્ય નું નામ ઉમેરવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અથવા અરજી કરીને તમે સરળતાથી નવા સભ્યોનું નામ ઉમેરવી શકો છો. સમયસર માહિતી અપડેટ રાખવાથી સરકારી અનાજ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને અન્ય સરકારી સેવાઓનો લાભ તમામ સભ્ય સુધી પહોંચી શકે છે. આજે આપણે આ લેખમાં રેશનકાર્ડમાં નવું નામ કેવી રીતે ઉમેરવું ,તે માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે, ઓનલાઇન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, કેટલા દિવસોમાં નામ એડ થઈ જશે તે વિશે વિસ્તારથી માહિતી મેળવીશું.
Table of Contents
☑️રેશનકાર્ડમાં નવા સભ્ય નું નામ ક્યારે ઉમેરવાની જરૂર પડે?
- બાળકનો જન્મ થયો હોય
- લગ્ન પછી પત્ની નું નામ ઉમેરવાનું હોય
- દત્તક લીધેલા બાળકનું નામ ઉમેરવાનું
- પરિવારના અન્ય સભ્યોને રેશનકાર્ડમાં સામેલ કરવા
🗂️રેશનકાર્ડ માં નામ ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
👭બાળક માટે
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- માતા અથવા પિતાનું આધારકાર્ડ
- પરિવારના રેશનકાર્ડ ની નકલ
- મોબાઈલ નંબર
🧕લગ્ન પછી પત્ની નું નામ ઉમેરવા માટે
- લગ્નનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો
- પત્ની નું આધારકાર્ડ
- પતિ નું રેશનકાર્ડ
- પત્નીના જુના રેશનકાર્ડ માંથી નામ કાપ્યા નો દાખલો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
⏭️રેશનકાર્ડ માં નામ ઉમેરવા અરજી કેવી રીતે કરવી?
રેશનકાર્ડ માં નામ ઉમેરવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો,
📱1). ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- રાજ્યના ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગની અધિકૃત વેબસાઈટ પર જાવ.
- લોગીન કરો અથવા નવું રજીસ્ટ્રેશન કરો
- રેશનકાર્ડ માં સભ્ય ઉમેરો અથવા”” Add Member “વિકલ્પ પસંદ કરો
- નવા સભ્યની વિગતો દાખલ કરો.જેમ કે, નામ, જન્મ તારીખ, આધાર નંબર, સબંધ, મોબાઈલ નંબર..
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને અરજી નંબર સાચવીને રાખો
⏭️2).ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
- નજીક ની મામલતદાર કચેરીમાં જાઓ
- જન સેવા કેન્દ્ર (CSC) ની મુલાકાત લ્યો.
- રેશનિંગ કચેરીમાંથી અરજી ફોર્મ મેળવો,
- તમામ વિગતો ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો.
- અરજી જમા કરાવો.
- અરજીની રસીદ મેળવો .
👉અરજી કર્યા પછી કેટલા દિવસોમાં નામ ઉમેરાય?
સામાન્ય રીતે અરજી મંજૂર થયા પછી 15 થી 30 દિવસમાં નવા સભ્યોનું નામ રેશનકાર્ડમાં ઉમેરાઈ જાય છે. સમય રાજ્ય અને દસ્તાવેજોની ચકાસણી પર આધારિત હોઈ શકે છે.
✅રેશનકાર્ડ માં નવા સભ્યોનું નામ ઉમેરવાના ફાયદા
- પરિવારના તમામ સભ્યોને અનાજનો લાભ મળે .
- સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે.
- પરિવારની વિગતો સરકારે રેકોર્ડમાં અપડેટ રહે.
- ભવિષ્યમાં ડોક્યુમેન્ટ સંબંધિત મુશ્કેલી ટળે.
📌🛑ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો
- તમામ માહિતી સાચી દાખલ કરો
- આધાર કાર્ડ ની વિગતો ચકાસો.
- સ્પષ્ટ અને વાંચી શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી નંબર સાચવી રાખો.
- મોબાઈલ નંબર ચાલુ રાખો જેથી જરૂરી માહિતી મળી શકે.