👉📝આજે આપણે આ લેખમાં જાણીશું કે PM -Kishan નો હપ્તો ક્યારે આવશે તે વિશે માહિતી મેળવીશું… ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( PM -Kishan) યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય આપવામાં આવે છે. આ રકમ દર વર્ષે દરમિયાન ત્રણ હપ્તામાં ₹2,000-₹2,000 કરીને સીધી બેંક ખાતામાં જમા થાય છે. હાલમાં લાખો ખેડૂતો 24 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે PM kishan યોજનાના લાભાર્થી છો, તો e-KYC, આધાર બેંક લિંકિંગ અને જમીનના રેકોર્ડ અપડેટ રાખો. સરકાર 24 માં હપ્તાની સત્તાવાર જાહેરાત કરશે ત્યારબાદ ₹2,000 ની રકમ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવે છે. આ લેખમાં આપણે જાણીશું કે 24 માં હપ્તા ક્યારે આવશે, કોને મળશે, સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને હપ્તો ન આવે તો શું કરવું તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Table of Contents
✅PM -Kishan નો 24 મો હપ્તો ક્યારે આવશે?
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 24 માં હપ્તાને સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી .તાજેતરમાં અહેવાલો મુજબ 24 મો આપતો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે .પરંતુ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થયા પછી ચોક્કસ તારીખ માન્ય ગણાશે.
⏭️PM -Kishan યોજના શું છે?
PM -Kishan એ ભારત સરકારની યોજના છે જેમાં પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂપિયા 6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. તે ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે.₹2,000 ના ત્રણ હપ્તા આવે છે. આ રકમ DBT (Direct Benefits Transfer) દ્વારા સિદ્ધિ બેંક ખાતામાં જમા થાય છે.
✅24 મો હતો મેળવવા માટે શું કરવું?
જો તમે સમયસર રૂપિયા 2000 મેળવવા માંગો છો તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો.
- PM -Kishan e-KYC પૂર્ણ કરો
- આધાર નંબર બેંક ખાતા સાથે લીંક હોવો જોઈએ.
- જમીનના રેકોર્ડ સાચા હોવા જોઈએ.
- બેન્ક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ.
- અરજીમાં નામ, આધાર અને બેંક વિગતો સાચી હોવી જોઈએ.
⏭️PM -Kishan Beneficiary Status કેવી રીતે ચેક કરવું?
- PM-Kishan ની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- Know your Status પર ક્લિક કરો.
- Registration number અથવા જરૂરી વિગતો ભરો
- OTP દ્વારા Verification કરો.
- ત્યારબાદ તમારા હપ્તાની સ્થિતિ જોઈ શકશો.
❇️Beneficiary List કેવી રીતે જોવી?
તમે ગામ, તાલુકો અને જીલ્લો પસંદ કરીને લાભાર્થી ની યાદી પણ જોઈ શકો છો. આથી તમારૂ નામ યાદીમાં છે કે નહીં તે જાણી શકાય છે.
❌હપ્તો ન આવે તો શું કરવું?
- e-KYC પૂર્ણ કરો.
- આધાર અને બેન્ક લિંકિંગ ચકાસો
- જમીનના રેકોર્ડ અપડેટ કરાવો
- PM -Kishan પોર્ટલ પર સ્ટેટસ તપાસો.
- નજીક ના CSC અથવા કૃષિ કચેરીનો સંપર્ક કરો.
⏭️PM -Kishan યોજનાના મુખ્ય લાભ
- દર વર્ષ ₹6,000 સહાય
- સિદ્ધિ બેંક ખાતામાં DBT દ્વારા જમા
- નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય
- ખેતી ખર્ચમાં રાહત