You are currently viewing વારસાઈ દાખલો કેવી રીતે કઢાવવો ?||જરૂરી ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માર્ગદર્શન 2026/27
વારસાઈ દાખલો

વારસાઈ દાખલો કેવી રીતે કઢાવવો ?||જરૂરી ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માર્ગદર્શન 2026/27

👉📝આ લેખ માં આપણે જાણીશું કે વારસાઈ દાખલો કેવી રીતે કઢાવી શકાય વારસાઈ દાખલો એ એક એવી પ્રક્રિયા છે. જેમાં કોઈ વ્યક્તિના અવસાન બાદ તેની મિલકત, જમીન, અથવા સંપત્તિ તેના કાયદેસરના વારસદારોના નામે દાખલ કરવામાં આવે છે. ગુજરાતમાં વારસાઈ દાખલો મેળવવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. વારસાઈ દાખલો જમીન અને મિલકતના કાયદેસર માલિકી હક માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. મૃત્યુ બાદ સમયસર વારસાઈ નોંધ કરાવવાથી ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ અને વિવાદોથી બચાવી શકાય છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે યોગ્ય રીતે અરજી કરવાથી વાસાઈ દાખલો સરળતાથી મેળવી શકાય છે. તો આજે આપણે આલેખમાં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

જ્યારે કોઈ જમીનધારક અથવા મિલકતધારક નું અવસાન થાય છે, ત્યારે તેની મિલકત તેના કાયદેસર ના વારસદારો ના નામે નોંધવામાં આવે છે. તેને વારસાઈ દાખલો કહેવામાં આવે છે. આ દાખલો જમીનના 7/12 ,8 અ અને અન્ય રેકોર્ડમાં ફેરફાર કરાવવા માટે ખૂબ જ જરૂરી છે.

  1. મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર
  2. અરજદાર નો આધારકાડ
  3. તમામ વારસદારોના આધાર કાર્ડ
  4. રેશનકાર્ડ અથવા કુટુંબનો પુરાવો
  5. જમીનના 7/12 અને 8 અ ઉતારા
  6. વારસદારોના સંમતિ પત્ર
  7. મોબાઈલ નંબર

વારસાઈ દાખલો તમે બે રીતે કઢાવી શકો છો,

1). ઓનલાઇન રીતે

2). ઓફલાઈન રીતે

ગુજરાત સરકારની મહેસુલ વિભાગની સેવાઓ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓનલાઇન અરજીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

  1. સંબંધીત પોર્ટલ પર જાવ
  2. લોગીન અથવા નોંધણી કરો
  3. વારસાઈ નોંધ સંબંધિત સેવા પસંદ કરો
  4. જરૂરી વિગતો ભરો
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. તમારી અરજી સબમિટ કરો
  7. આપેલો અરજી નંબર સાચવીને રાખો
  1. ગ્રામ પંચાયત અથવા તાલુકા મામલતદાર કચેરી એ જાઓ.
  2. વારસાઈ નોંધ માટેનું અરજીપત્રક માંગો
  3. જરૂરી માહિતી સાચી રીતે વ્યવસ્થિત ભરો
  4. જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  5. અરજી સબંધિત અધિકારી ને અરજી સબમિટ કરો
  6. તલાટી અથવા સબંધિત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે
  7. ચકાસણી પૂર્ણ થયા પછી વારસાઈ નોંધ દાખલ કરવામાં આવશે.
  • તલાટી દ્વારા તપાસ કરવામાં આવે છે
  • અન્ય વારસદારોની જાણ કરવામાં આવે છે
  • કોઈ વાંધો ન હોય તો Mutations Entry દાખલ થાય છે
  • નોંધ મજુર થયા બાદ જમીનના રેકોર્ડમાં વારસદારોના નામ ઉમેરાય છે.

સામાન્ય રીતે તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હોય તો 15 થી 30 દિવસ માં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.કેટલાક કેસોમાં વધુ સમય પણ લાગી શકે છે.

  • જમીન અને મિલકત પર કાયદેસર હક મળે છે
  • મિલકત વેચાણ અથવા હસ્તાંતરણ સરળ બને છે
  • સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે.
  • ભવિષ્યમાં કાનૂની વિવાદ ટાળી શકાય છે.
  • તમામ વારસદારોની સાચી માહિતી આપવી
  • મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત દસ્તાવેજ છે.
  • કોઈ વારસદારનું વાંધો હોય તો મામલો કોર્ટ સુધી જઈ શકે છે.
  • અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો ની ચકાસણી કરી લેવી જરૂરી છે.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.