You are currently viewing 7/12 અને 8 અ ઉતારાનો દાખલો ઓનલાઇન કેવી રીતે કઢાવવો? ||2026 ના ડેટા મુજબ વિગતવાર માહિતી મેળવીશું.
7/12 અને 8 અ ઉતારો ઓનલાઇન કેવી રીતે કઢાવવો.

7/12 અને 8 અ ઉતારાનો દાખલો ઓનલાઇન કેવી રીતે કઢાવવો? ||2026 ના ડેટા મુજબ વિગતવાર માહિતી મેળવીશું.

👉📝આ લેખમાં આપણે 7/12 અને 8 અ ઉતારાનો દાખલો કેવી રીતે કઢાવવો તે વિશે માહિતી મેળવીશું..જમીન સંબંધી કોઈ પણ સરકારી કામ, બેંક લોન, જમીન ખરીદી -વેચાણ અથવા સરકારી યોજનાનો લાભ લેવા માટે 7/12 અને 8 અ ઉતારા ખૂબ જ મહત્વના ડોક્યુમેન્ટ છે. હવે ગુજરાત સરકાર ની ઓનલાઈન સેવાઓના કારણે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા આ ઉતારા સરળતાથી જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. આજના આ ડિજિટલ યુગમાં 7/12 અને 8 અ ઉતારો ઓનલાઇન મેળવવા ખૂબ જ સરળ બની ગયો છે .યોગ્ય વિગતો દાખલ કરીને તમે થોડી જ મિનિટોમાં જમીનનો રેકોર્ડ જોઈ શકો છો. જમીન ખરીદી, વેચાણ, બેંક લોન અથવા સરકારી યોજનાઓ માટે આ ડોક્યુમેન્ટ અત્યંત મહત્વના હોવાથી સમયાંતરે તેની વિગતો ચકાસવી અને જરૂર હોય ત્યારે તેની નકલ કાઢવી ખૂબ જ જરૂરી છે. આજે આપણે આ લેખમાં તમે ઘરે બેઠા જ ઓનલાઇન 7/12 અને 8 ઉતારા ની નકલ કેવી રીતે કઢાવી શકો તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.

7/12 ઉતારો એટલે જમીન નો મુખ્ય રેકોર્ડ. તેમાં જમીન વિશેની મહત્જાવપૂર્ણ જાણકારી હોય છે,

જેવી કે,

  • જમીન માલિકનું નામ
  • સર્વ નંબર
  • ખાતા નંબર
  • જમીને નો વિસ્તાર
  • ખેતી નો પ્રકાર
  • પાકની માહિતી
  • જમીન ઉપર લોન ની નોંધ ( જો હોય તો)

8 અ ઉતારા માં ખાતેદાર સંબંધિત માહિતી આપવામાં આવે છે.

તેમાં સામાન્ય રીતે નીચેની વિગતો હોય છે;

  • ખાતેદારનું નામ
  • ખાતા નંબર
  • કુલ જમીનની માહિતી
  • ગામનું નામ
  • તાલુકો અને જિલ્લો
  • જમીનની માલિકીની વિગત
  • બેંક લોન માટે
  • પાક લોન મેળવવા
  • જમીન ખરીદી કે વેચાણ માટે
  • વારસાઈ દાખલો કઢાવવા
  • સરકારી યોજના માટે અરજી કરવા
  • ખેતી સંબંધિત સહાય માટે
  • કોર્ટ કેસમાં પુરાવા તરીકે
  • સબસીડી યોજનાઓમાં
  • મોબાઈલ અથવા કોમ્પ્યુટર
  • ઇન્ટરનેટ કનેક્શન
  • જિલ્લાનું નામ
  • તાલુકાનું નામ
  • ગામનું નામ
  • સર્વે નંબર અથવા ખાતા નંબર
  1. ગુજરાત સરકારના AnyRoR પોર્ટલ પર જાઓ.
  2. view land record ( જમીન રેકોર્ડ જુઓ) વિકલ્પ પસંદ કરો.
  3. જીલ્લો પસંદ કરો
  4. તાલુકો પસંદ કરો
  5. ગામ પસંદ કરો
  6. સર્વે નંબર, ખાતા નંબર કે ખાતેદારના નામ પરથી શોધો.
  7. જરૂરી માહિતી દાખલ કરો
  8. કેપ્ચા ભરો
  9. Get record અથવા view record બટન પર ક્લિક કરો.
  10. સ્ક્રીન પર 7/12 અથવા 8 અ ઉતારો દેખાશે.
  11. ત્યારબાદ તેને PDF સ્વરૂપે સેવ અથવા પ્રિન્ટ કરી શકો છો.
  • ઘરે બેઠા સેવા
  • સમયની બચત
  • ઓફિસમાં ધક્કા ખાવાની પડે
  • 24 કલાક ઉપલબ્ધ સેવા મળે
  • મફત માહિતી
  • સરળ પ્રક્રિયા
  • માલિક નું નામ
  • સર્વે નંબર
  • વિસ્તાર
  • ખાતા નંબર
  • લોનની નોંધ
  • જમીન નો પ્રકાર
  • અન્ય હક અથવા પ્રતિબંધ નોંધ

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • જમીન ખરીદતા પહેલા હંમેશા 7/12 અને 8 અ બંને તપાસો
  • માલિકનું નામ અને સર્વે નંબર અવશ્ય ચકાસો
  • જમીન ઉપર કોઈ લોન અથવા કાનૂની નોંધ છે કે નહીં તે તપાસો
  • જમીન સંબંધી તમામ દસ્તાવેજો સમયાંતરે ચકાસતા રહો.

Dharmesh Sarvaiya

My name is Dharmesh Sarvaiya, and I am a Mechanical Engineer by profession.I am passionate about sharing useful and reliable information through my website helpingujrati.com. My goal is to simplify complex topics like government schemes, finance, technology, and education by presenting them in the Gujarati language, making knowledge accessible and helpful to everyone.